For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પિન્ક સિટીના 10 આકર્ષણ જે શહેરને બનાવે છે વર્લ્ડ ફેમસ

|
Google Oneindia Gujarati News

પિન્ક સિટીના નામથી જાણીતું જયપુર ઘણું જ સુંદર છે, જે એક ઘણું જ ખાસ અતીતને દર્શાવે છે. આ સુંદર શહેરમાં અમ્બેર રાજા મહારાજા સવાઇ જય સિંહ દ્વિતીય દ્વારા બંગાળના એક વાસ્તુકાર વિદ્યાધર ભટ્ટાચાર્યની મદદથી બનાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ ભારતનું પહેલું શહેર છે, જે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરીને બનાવવામાં આવ્યું હતું.

પોતાના પ્રેરણાદાયક સ્મારકો અને શાનદાર વાસ્તુકળા માટે જાણીતી જયપુરમાં જોવા માટે ઘણું બધુ છે. જયપુર શહેર, પોતાના કિલ્લા, મહેલો અને હવેલીઓ વિખ્યાત છે. વિશ્વ ભરમાં પ્રવાસી મોટી સંખ્યામાં ભ્રમણ કરવા આવે છે. દૂર દૂરથી ક્ષેત્રોના લોકો અહીં પોતાની ઐતિહાસિક વિરાસતની સાક્ષી બનેલી આ સમૃદ્ધિ સંસ્કૃતિ અને પરંપરાને જોવા આવે છે.

જયપુરમાં જોવા માટે ઘણું બધુ છે. આ ક્રમમાં આજે અમે તમને જણાવી રહ્યાં છીએ જયપુરના એ પ્રમુખ પ્રવાસન સ્થળો અંગે જ્યાં જવા અંગે તમે અવશ્ય સમય કાઢશો, તો ચાલો તસવીરો થકી જોઇએ આ પ્રવાસન સ્થળોને.

સિટી પેલેસ

સિટી પેલેસ

સિટી પેલેસ એક લોકપ્રિય વિરાસત છે, જે શહેરની વચ્ચોવચ સ્થિત છે. આ શહેરની શાનદાર ઇમારતોમાની એક છે. આ શાનદાર મેહલનું નિર્માણ મહારાજ સવાઇ જય સિંહ માધોએ કરાવ્યું હતું. જેમણે જયપુરની સ્થાપના કરી હતી. મહેલમાં રાજપૂત અને મુગલ શૈલીની વાસ્તુકળાનું એક સુંદર સમામેલન છે. મહેલનો પ્રવેશ દ્વાર પર મુબારક મહેલ(સ્વાગત મહેલ) બનેલું છે. તેનું નિર્માણ પણ મહારાજા સવાઇ માધો સિંહે 19મી સદીમાં કરાવ્યું હતું, જેનો ઉપયોગ સ્વાગત ક્ષેત્રના રૂપમાં કરવામાં આવે છે. વર્તમાનમાં આ ઇમારતને જયપુરના રાજા સવાઇ માધો સિંહ દ્વિતીયને સમર્પિત કરીને એક સંગ્રહાલયમાં પરિવર્તિત કરી દેવામાં આવી.

હવા મહેલ

હવા મહેલ

હવા મહેલ એક પ્રસિદ્ધ સ્મારક છે. જેનું નિર્માણ જયપુરના કવિ રાજા સવાઇ પ્રતાપ સિંહએ 1799 ઇ.માં કરાવ્યું હતું. આ ઇમારત પાંચ માળની છે, જે જયપુરના પ્રસિદ્ધ સોની બજાર પાસે સ્થિત છે. જે પૂર્ણ રીતે લાલ અને ગુલાબી બલુઆ પથ્થરની બનેલી છે. હવા મહલની ડિઝાઇન, લાલ ચંદ ઉસ્તાએ બનાવી હતી જેમાં 950થી પણ વધારે બારીઓ છે. આ મહેલનું નિર્માણ વિશેષ રીતે મહિલાઓ માટે કરવામાં આવ્યું હતુ, જેથી તે જાળી સ્ક્રીનના માધ્યમથી શાહી જુલૂસના દ્રશ્યોનો આનંદ ઉઠાવી શકે છે.

ગલ્ટાજી મંદિર

ગલ્ટાજી મંદિર

આ મંદિરને જયપુરનું ઘરેણું કહેવામાં આવે છે. ગલ્ટાજી એક ધાર્મિક સ્થળ છે, જે જયપુર શહેરથી લગભગ 10 કિ.મી. દૂર સ્થિત છે. ગલ્ટાજી પરિસરમાં મંદિરો, મંડપો અને પ્રાકૃતિક ઝરણાનો ઘણો વિસ્તાર છે. આ સ્થળ પર્વતીય વિસ્તારો વચ્ચે સ્થિત છે. આ મંદિર અહીં સ્થિત સૂર્ય દેવતાને સમર્પિત છે. આ મંદિરનું નિર્માણ જયપુરની સૌથી ઉંચી ઇમારત દીવાન કૃપારામ પર કરવામાં આવ્યું છે. જ્યાંથી શહેરના દરેક ભાગને જોઇ શકાય છે.

અમ્બેર કિલ્લો

અમ્બેર કિલ્લો

અમ્બેર કિલ્લો લગભગ 200 વર્ષની અવધિમાં રાજા માનસિંહ, મિર્જા રાજા જય સિંહ અને સવાઇ જય સિંહ દ્વારા બનાવવામાં આવ્યો હતો. જયપુરના અસ્તિત્વમાં આવતા પહેલા લગભગ 7 માટે કચ્છચાવાહા શાસકોની રાજધાનીના રૂપમાં ઓળખવામાં આવ્યો હતો. આ કિલ્લો મૂઠા ઝીલના કિનારે સ્થિત છે, જે મહેલો, મંડપો, હોલ, મંદિરો અને ગાર્ડન પણ છે.

નાહરગઢ કિલ્લો

નાહરગઢ કિલ્લો

નાહરગઢ ફોર્ટને જયપુરના રાજા સવાઇ જય સિંહ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લાનું નિર્માણ કાર્ય 1734માં પૂર્ણ કરવામાં આવ્યું, જો કે, બાદમાં 1880માં મહારાજા સવાઇ સિંહ માઘો દ્વારા કિલ્લાની વિશાળ દિવાલો અને બુર્જોનું પુન નિર્માણ પણ કરાવવામાં આવ્યું હતું. આ કિલ્લો, અરાવલી પર્વતોની શ્રેણીમાં બનેલું છે, જે ભારતીય અને યુરોપીય વાસ્તુકળાનું સુંદર સમામેલન છે.

અલ્બર્ટ હોલ

અલ્બર્ટ હોલ

અલ્બર્ટ હોલનુ નિર્માણ મહારાજા સવાઇ સિંહ માઘો દ્વારા 1886 ઇ.માં 4 લાખ રૂપિયાની લાગતથી સૂખા રાહત પરિયોજના અંતર્ગત કરવામાં આવ્યું હતું. આ એક સુરમ્ય અને સુંદર ગાર્ડન છે, જે રામ નિવાસ બાગમાં સ્થિત છે. આ ઇમારતને સર સ્વિંટન જેકબે ડિઝાઇન કરી હતી. આજકાલ, અલ્બર્ટ હોલનો ઉપયોગ એક સંગ્રહાલયના રૂપમાં કરવામાં આવે છે, જેમાં ધાતુ મૂર્તિઓ, ચિત્રો, હાથી દાંતો, કાલીન અને રંગીન ક્રિસ્ટલનું ભવ્ય સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવે છે.

જંતર-મંતર

જંતર-મંતર

જંતર મંતર, ભારતની પાંચ ખગોળીય વેદ્યશાલાઓમાંથી સૌથી મોટી છે, જેની સ્થાપના રાજા સવાઇ જયસિંહ દ્વારા કરવામાં આવી હતી. આ વેદ્યશાળા, યુનેસ્કોની વિશ્વ ધરોહલ સ્થળોની ગણતરીમાં સમ્મિલિત છે, જે અંગે યુનેસ્કોનું કહેવું છે કે, આ વેદ્યશાળા મુગલ કાળની ખગોળીય કૌશલ અને બ્રહ્માંડ સંબંધી અવધારણાઓની અભિવ્યક્તિનો સર્વશ્રેષ્ઠ નમૂનો છે.

જયગઢ કિલ્લો

જયગઢ કિલ્લો

જયગઢ કિલ્લાને વિજય કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. જયપુરના વિખ્યાત પ્રવાસન સ્થળોમાના એક છે, જે શહેરથી 15 કિમી દૂર સ્થિત છે.આ ઇગલ્સના હિલ પર અમ્બેર કિલ્લાથી 400 ફૂટની ઉંચાઇ પર સ્થિત છે. આ કિલ્લાને બે પ્રવેશ દ્વાર છે, જેને દૂંગર દરવાજા અને અવાની દરવાજા કહેવામા આવે છે, જે ક્રમશઃ દક્ષિણ અને પૂર્વ દિશાઓ પર બને છે.

જલ મહેલ

જલ મહેલ

જલ મહેલ એક સુંદર મહેલ છે, જે જયપુરની એક નાની અમથી ઝીલની વચ્ચે સ્થિત છે. આ મહેલને રાજા-મહારાજા અને તેમના પરિવારો માટે શિકાર લોજના રૂપમાં મનાવવામાં આવ્યા હતા. જલ મહેલની ઝીલના કિનારાથી પણ તેને જોઇ શકાય છે.

બિરલા મંદિર

બિરલા મંદિર

બિરલા મંદિર જેને લક્ષ્મી નારાયરણ મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. જયપુરનું એક પ્રસિદ્ધ મંદિર છે અને ભારતમાં સ્થિત બિરલા મંદિરોમાનું એક છે. આ મંદિર ભગવાન વિષ્ણુ અને તેમની પત્ની દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ મંદિરની ખાસ વાત એ છે કે, અહીં ભગવાન વિષ્ણુની મૂર્તિને બનાવવા માટે સંગેમરમરના એક જ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિરનો શુમાર જયપુરના સુંદર આકર્ષણોમાં કરવામાં આવે છે.

English summary
top 10 tourist spots jaipur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X