• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ સ્થળે પહોંચી હનીમૂનને બનાવો હોટ અને યાદગાર

|

લગ્ન વ્યક્તિના જીવનનો સૌથી ખાસ પલ હોય છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આવનારા આ સુદંર પલને લઇને ઉત્સાહિત હોય છે. વ્યક્તિ જેટલો ઉત્સાહિત પોતાના લગ્નને લઇને હોય છે, તેના કરતા પણ વધુ તે હનીમૂનને લઇને ઉત્સાહિત હોય છે. આ દિશામાં આગળ વધતા પહેલા કેટલાક પ્રશ્નો. શું તમારા હજુ નવા નવા લગ્ન થયા છે? શું તમારા હાથ ટૂંક સમયમાં પીળા થવાના છે? જો તમારો જવાબ હામાં છે તો સ્વાભાવિક છે કે તમને એ ટેન્શન રહેશે કે આખરે લગ્ન બાદ હનીમૂન મનાવવા જાવું તો ક્યાં જાવું? લગ્ન બાદ હનીમૂનનો પ્રશ્ન છે જ એવો કે ટેન્શન થવું યોગ્ય છે.

વાત જ્યારે ભારતની છે તો અહીં એટલું બધુ છે જોવાલાયક કે ક્યારેક ક્યારેક માનવી કન્ફ્યુઝ થઇ જાય છે, શું શું જોઇએ. હવે તમારે ગભરાવવાની જરૂર નથી. તમારી મુશ્કેલીને અમે હળવી કરી નાંખી છે. આજે અમે તમને અવગત કરાવીશું ભારતના કેટલાક હનીમૂન ડેસ્ટિનેશનથી.

નોંધનીય છે કે, દરેક કપલ માટે તેમના હનીમૂનનો સમય ઘણો જ ખાસ હોય છે, આ પલ પ્રાઇવેસીના હોય છે, તેથી હનીમૂનના સ્થળ એવા હોવા જોઇએ, જ્યાં કપલ પરિવાર અને મિત્રોથી દૂર કેટલીક સુંદર પળો એક સાથે વિતાવ શકે અને એક બીજાને સારી રીતે સમજી શકે.

હનીમૂન પર જતા પહેલા અને અસુવિધાથી બચવા માટે આ સારું રહેશે કે તમે તમારી લોકેશનને નક્કી કરી લો અને ત્યાં જતા પહેલાથી જ હોટલ વગેરેનું બુકિંગ કરાવી લો. તો ચાલો તસવીરો થકી જાણીએ કટેલાક સુંદર હનીમૂન ડેસ્ટિનેશન્સ અંગે.

તાજ મહેલ, આગરા

તાજ મહેલ, આગરા

દેશની રાજધાની દિલ્હીથી 200 કિમી દૂર ઉત્તર પ્રદેશનું આગરા શહેર તાજમહેલ માટે જાણીતું છે. તાજ મહેલની ગણના વિશ્વની સાત અજાયબીઓમાં થાય છે. તેનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝની યાદમાં કરાવ્યું હતું. અહીં મુમતાઝ મહેલનો મકબરો પણ છે. તાજમહેલ ભારતીય, પર્સિયન અને ઇસ્લામિક વાસ્તુશિલ્પીય શૈલીના મિશ્રણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેનું નિર્માણ 1632માં શરૂ થયુ હતુ. 21 વર્ષ સુધી હજારો શિલ્પકાર, કારીગર અને સંગતરાશએ કારમ કર્યું અને 1653માં તાજમહેલ બનીને તૈયાર થઇ ગયો.

ધ ઓબેરોય, અમર વિલાસ

ધ ઓબેરોય, અમર વિલાસ

જો તમે ધ ઓબેરોય, અમરવિલાસને પરિભાષિત કરવાનું હોય તો અમે બસ એટલું જ કહીંશુ કે આ સ્થળ ભોગ અને વિલાસિતા માટે છે. અહીં તમે ઇચ્છો તો તમારા જીવનસાથીને બાહોમાં ભરીને તાજમહેલનો દીદાર કરી શકો છો અથવા તો ઠંડીની સાથે ગરમ ચા પી શકો છો. આ હોટલની ગણના ભારતની ગણીગાંઠી હોટલમાં થાય છે.

ખજુરાહો, બોલ્ડ એન્ડ બ્યુટીફુલ

ખજુરાહો, બોલ્ડ એન્ડ બ્યુટીફુલ

ખજુરાહો, મધ્યપ્રદેશના બુંદેલખંડ ક્ષેત્રમાં સ્થિત એક સુરમ્ય સ્થળ છે, જે વિંધ્ય પર્વત શ્રેણીની પૃષ્ઠભૂમિમાં સ્થિત છે. ખજુરાહોનું નામ વિશ્વના નક્શા પર વિશ્વ ધરોહરના રૂપમાં થાય છે, આ પ્રસિદ્ધ ખજુરાહો મંદિર જ આ ગામની શાન છે. ખજુરાહોની કળા અને મૂર્તિઓ, જીવનનો ઉત્સવ છે. આ મંદિરની મૂર્તિઓની નક્કાશીમાં જીવનની ભવ્યતા, મનુષ્યની રચનાત્મકતા અને ખુશીઓને દર્શાવવામાં આવી છે, વાસ્તુકળાનો અદભૂત નમૂનો અહીં જોવા મળે છે. ખજુરાહો મંદિરમાં કામુક મૂર્તિઓ લાગેલી છે, જે હિન્દુઓના કામદેવ દેવતાને સમર્પિત છે. આ મંદિરને ભારતના સાત આશ્ચર્યોમાં પણ ગણવામાં આવે છે.

એક એકદમ નવી શરૂઆત

એક એકદમ નવી શરૂઆત

મધ્ય પ્રદેશ પ્રવાસન વિભાગે અહીં આવતા પ્રવાસીઓ માટે અનેક શાનદાર અને સુવિધાજનક હોટલ્સની વ્યવસ્થા કરી છે. જ્યારે તમે અહીં હોવ તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે પોએટ્રી ઓન સ્ટોન જરૂરથી જુઓ.

શ્રીનગર, ઘણું જ રોમેન્ટિક

શ્રીનગર, ઘણું જ રોમેન્ટિક

શ્રીનગર, કાશ્મીર રાજ્યની ગ્રીષ્મકાલીન રાજધાની છે, જેને સમસ્ત ભારતવાસી ધરતીના સ્વર્ગ અને પૂરબના વેનિસ કહે છે. ઝેલમ નદીના તપ પર સ્થિત સુંદર ઝીલો, મહાન ઐતિહાસિક, ધાર્મિક અને પુરાતાત્વિક મહત્વ રાખતા શહેર, શ્રીનગર દરેક પ્રકારે પ્રવાસનની ધરી પર ખરુ ઉતર્યું છે અને પ્રવાસીઓનું મન પસંદ સ્થળ બની ગયું છે. શ્રીનગર મુખ્ય રીતે બે શબ્દો મળીને બને છે, શ્રી અને નગર. શ્રીનો અર્થ થાય છે ધન અને નગર એટલે શહેર. ધનના શહેરથી તાત્પર્ય છેકે દરેક પ્રકારે સંપન્ન, કોઇપણ પ્રકારે કોઇ જ ઉણપ ના હોય. શહેર હનીમૂન માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે.

ફિલ્મી અનુભવ

ફિલ્મી અનુભવ

અહીંના નિશાત બાગ, શાલીમાર બાગ, અચ્છાબલ બાગ, ચશ્મા શાહી અને પરી મહલ ઘણા પ્રસિદ્ધ છે જેમણે જોઇને અને અહીં ભ્રમણ કરવા મોટી સંખ્યામાં દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. આ તમામ બાગ શહેરના પ્રાકૃતિક સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દે છે. શ્રીનગરના પ્રવાસન સ્થળમાંથી ડલ ઝીલ, નાગિન ઝીલ, અંચાર ઝીલ અને માનસબાલ ઝીલ અને અન્ય ઝીલો ઘણા પ્રસિદ્ધ છે, જે ક્ષેત્રમાં ઘણા જ લોકપ્રીય છે. બેજોડ પ્રાકૃતિક સૌંદર્ય અને સૌમ્ય પરિવેશવાળી આ ઝીલ શ્રીનગરમાં પર્યટકો માટે પ્રવાસન સ્થળ છે. ડલ ઝીલ, કાશ્મીરની ઘાટીમાં બીજી સૌથી મોટી ઝીલ છ, જે કાશ્મીરનું મુગટ ઘરેણુ કહેવામાં આવે છે. આ ઝીલ, સુંદર હિમાલયની પૃષ્ઠભૂમિમાં સ્થિત છે. શ્રીનગર, અહીંના હાઉસબોટ અને શિકારા અથવા લાકડીની નાવની સવારીના કારણે ઘણું વિખ્યાત છે, જે ઝીલના કિનારે ભાડેથી મળે છે.

ઉદયપુર એક રોયલ ટચ

ઉદયપુર એક રોયલ ટચ

ઉદયપુરની ગણના ભારતના સૌથી શાનદાર ડેસ્ટિનેશન્સમાં થાય છે. સુંદર ઝીલો અને શાનદાર વાસ્તુકળાને દર્શાવતા મહેલોવાળા ઉદયપુરમાં હનીમૂનનું પોતાનું એક અલગ સુખ છે, જેની કલ્પના શબ્દોમાં નથી થઇ શકતી. જો તમારે રોયલ્ટીની ઝલક લેવી હોય તો ઉદયપુર પહોંચી જાઓ.

લવલી રોમાન્સ

લવલી રોમાન્સ

રાજસ્થાનમાં અનેક રોમેન્ટિક હોટલ છે. આ એટલું સારુ છે કે તમે ઇચ્છશો કે બધામાં રોકાઇ જઇએ. ઉદયપુર સ્થિત લીલા પેલેસની ગણના જ્યાં સૌથી શાનદાર હોટલ્સમાં થાય છે. આ હોટલ તમને એ દરેક વસ્તુ અપાવશે, જેની તમને શોધ છે. અહીં તમને અનેક પેકેજ એવા મળશે જે માત્ર કપલ્સ માટે જ બનેલા છે અને તેનો ઉપયોગ કર્યા બાદ તમે તમારી જાતને રાજા અને રાણીથી ઓછી નહીં આંકો.

ગોવા, શાંત બીચ પર રોમાન્સ

ગોવા, શાંત બીચ પર રોમાન્સ

રોમાન્સ માટે શાંતિની જરૂર હોય છે. વાત જ્યારે રોમાન્સ અને શાંતિ બન્નેની હોય અને તેવામાં અમે ગોવાની વાત ના કરીએ તો મજા નહીં આવે. આજે ગોવા પોતાના બીચ ઉપરાંત નાઇટ લાઇફ માટે જાણીતું છે. અહીં બે પ્રેમ કરનારાઓ માટે દરેક બાબતો છે જેની તેમને શોધ છે. તો હવે કઇ વાતનું મોડુ છે, હવે હનીમૂન માટે ગોવા જાઓ અને ત્યાંની ઇંડો પોર્ટુગિઝ સંસ્કૃતિમાં ખોવાઇ જાઓ.

ઉટી, પ્રેમ કરનારાઓ માટે સ્વર્ગ

ઉટી, પ્રેમ કરનારાઓ માટે સ્વર્ગ

ઉટીનું મોસમ પ્રેમ કરનારાઓ માટે ઘણુ સારું છે. ઉટી નીલગીરીના સુંદર પર્વતોમાં સ્થિત એક સુંદર શહેર છે. આ શહેરનું અધિકૃત નામ ઉટકમંડ છે તથા પર્યટકોની સુવિધા માટે તેને ઉટીનું સંક્ષિપ્ત નામ આપવામાં આવે છે. ભારતના દક્ષિણમાં સ્થિત આ હિલ સ્ટેશનમાં અનેક પ્રવાસી આવે છે. આ શહેર તમિળનાડુના નીલગીરી જિલ્લાનો એક ભાગ છે.

English summary
top 8 honeymoon destinations india

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more