• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પાટણ એટલે ગુજરાતનું એક સુંદર શહેર

|

ગુજરાતની પૂર્વ રાજધાની પાટણ એક એવું શહેર છે, જેની સ્થાપના 745ની સાલમાં થઈ હતી. તત્કાલીન રાજા વનરાજ ચાવડાએ વસાવેલું આ ઐતિહાસિક શહેર પોતાની ઉત્કૃષ્ટ ઐતિહાસિક સંપત્તિ અને પ્રાકૃતિક ભવ્યતા માટે પ્રસિદ્ધ છે.

અમદાવાદ નજીક આવેલું આ શહેર ફરવા માટે સુંદર સ્થળોમાંનું એક છે. અમદાવાદ ફરવા જતા લોકો કે આસપાસ રહેતા લોકો પાટણ ફરવા જઈ શકે છે. પાટણ પોતાની ઉત્કૃષ્ટ પ્રાચીન વાસ્તુકલા અને પ્રાચીન સૌંદર્ય માટે જાણીતું છે. પાટણમાં ફરવા લાયક ઘણા સ્થળો આવેલા છે. આ સ્થળ ઈતિહાસ અને એડવેન્ચર બંને માટે મહત્વનું છે.

એલોરાની ગુફા જોતા પહેલા જાણી લો આ જરૂરી વાતો

પાટણ કેવી રીતે જશો

પાટણ કેવી રીતે જશો

PC: Bhajish Bharathan

હવાઈ માર્ગઃ પાટણ જવા માટે નજીકનું એરપોર્ટ અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ છે. જે પાટણથી 120 કિલોમીટર દૂર છે.

રેલવે માર્ગઃ પાટણ રેલવે સ્ટેશન શહેરની વચ્ચો વચ આવેલું છે. જ્યાં દેશના જુદા જુદા વિસ્તારોથી ટ્રેન આવે છે.

રોડ માર્ગેઃ પાટણમાં રાજ્યના અને ભારતના અન્ય પ્રમુખ શહેરોમાંથી નિયમિત બસ આવે છે. બસ ટર્મિનલ પણ શહેરની વચ્ચો વચ છે.

પાટણ આવવાનો યોગ્ય સમય

પાટણની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચેનો છે. આ સમયે અહીં સરેરાશ તાપમાન 15 ડિગ્રીથી 25 ડિગ્રી રહેતું હોય છે.

સહસ્ત્રલિંગ તળાવ

સહસ્ત્રલિંગ તળાવ

P.C: Mv.shah

સહસ્ત્રલિંગ તળાવ શહેરના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ાવેલું છે. તે સરસ્વતી નદીના તટ પર કૃત્રિમ રીતે બનેલું તળાવ છે. ગુજરાતના મહાન રાજા સિદ્ધરાજ જયસિંહે આ તળાવ બનાવડાવ્યું હતું, જે હાલ કોરું કટ છે. આ તળાવ વિશે જાતભાતની દંતકથાઓ પ્રચલિત છે. કહેવાય છે કે આ તળાવ જસ્મીન ઓડેન નામની મહિલા દ્વારા શાપિત છે, જેણે સિદ્ધરાજ જયસિંહ સાથે લગ્ન કરવાનો ઈનકાર કર્યો હતો.

આ પંચકોણીય તળાવમાં લગભઘ 4,206,500 ક્યુબિક મીટર પાણી અને લગભગ 17 હેક્ટર વિસ્તાર માટે પાણી સમાવી શકાય છે. આ તળાવ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે અને અહીં ભગવાન શિવના અસંખ્ય મંદિરો તેમજ ખંડેરો પણ છે.

રાણીની વાવ

રાણીની વાવ

P.C: Bernard Gagnon

પાટણની રાણીની વાવ દેશની સૌથી સુંદર અને બારીક કોતરણીવાળી વાવમાંની એક છે. આ વાવ શિલ્પ કૌશલ્યનો ઉત્કૃષ્ટ નમૂનો છે. જેને ભૂમિગત વાસ્તુકલાનું ઉત્તમ ઉદાહરણ મનાય છે. સોલંકી રાજવંશની રાણી ઉદયમતીએ બંધાવેલી આ વાવની દીવાલો પર ભગવાન ગણેશ સહિત અન્ય હિંદુ દેવતાઓની જટિલ મૂર્તિઓ કોતરેલી છે. આ વાવા વાસ્તુકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. જેની દીવાલો પર કોતરણી અદ્બૂત છે.

જૈન મંદિર

જૈન મંદિર

P.C: rusticus80

પાટણમાં સોથી વધુ જૈન મંદિરો છે. સોલંકી યુગના આ મંદિરોમાં એક સૌથી મહત્વનું પંચસારા પાર્શ્વનાથ જૈન દેરાસર છે, જેની ભવ્યતા અને શિલ્પ કૌશલ્ય અદભૂત છે. આ આખું મંદિર પત્થરનું બનેલું છે અને તેને પ્રાચીન સફેદ આરસની પર્શ ભવ્યવા વધારે છે.

ખાન સરોવર

ખાન સરોવર

P.C: AfzalKhan1981

1886થી 1889ની આસપાસ બનેલું ખાન સરોવર ગુજરાતના તત્કાલીન ગવર્નર ખાન મિર્ઝા અઝીઝ કોકાએ બનાવડાવ્યું હતું. કેટલીક ઈમારતો અને ખંડેરોના પત્થરમાંથી બનેલું આ તળાવ એક વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે. જેની ઉંચાઈ 1273ફૂટથી લઈને 1228 ફૂટ છે. તળાવની ચારે બાજુ પત્થરની સીડીઓ છે, અને ચિનાઈથી ખાન સરોવર અલગ પડાયું છે.

English summary
travel guide to patan in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more