For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Travel Tips : ફેબ્રુઆરીમાં ગોવા જવાનો પ્લાન છે, તો આ જાણી લો કામ આવશે

Travel Tips : ફેબ્રુઆરી મહિનો ગોવા પેરાગ્લાઈડિંગ માટે યોગ્ય છે. તમે ગોવામાં પેરાગ્લાઈડિંગ અને હોટ એર બલૂન રાઈડિંગનો આનંદ લઈ શકો છો. સૌથી મોટી વાત એ છે કે, તમે બજેટમાં એડવેન્ચર ટ્રીપ પર જઈ શકો છો.

|
Google Oneindia Gujarati News

Travel Tips : ફેબ્રઆરીના મહિનામાં ફરવા માટે પરફેક્ટ જગ્યા છે ગોવા. ફેબ્રુઆરીના મહિનામાં વસંત ઋતુનું આગમન થાય છે. આ માટે ફેબ્રુઆરી મહિનામાં અતિ મનમોહક વાતાવરણ રહે છે. આ સિઝનમાં લોકો રખડવા અને મોજ મજા કરવા નીકળી પડે છે. ફેબ્રુઆરી મહિનામાં ગોવાનું વાતાવરણા અતિ આહલાદક હોય છે.

Travel Tips

ગોવાની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. જો તમે પણ ફેબ્રુઆરી મહિનામાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમે ગોવા જઈ શકો છો, પણ ગોવા જતા પહેલા તમારે અમુક મહત્વની બાબતો જાણી લેવી જોઈએ.

ફેબ્રુઆરી મહિનામાં ગોવાનું હવામાન ખૂબ જ ખુશનુમા રહે છે. વસંત ઋતુના કારણે ફેબ્રુઆરીમાં ગરમી અને ભેજ હોતા નથી. બહાર ફરવા જવા માટે આ યોગ્ય સમય છે. તમે આ માટે ફેબ્રુઆરી પસંદ કરી શકો છો.

વેકેશનની સિઝન ફેબ્રુઆરી મહિનામાં પૂરી થાય છે. આ માટે ઓછા બજેટમાં હોટલ ઉપલબ્ધ થશે. સરળ શબ્દોમાં કહીએ તો, તમે સસ્તા દરે ગોવામાં રહી શકો છો.

ફેબ્રુઆરી મહિનામાં રજાઓ મનાવવા માટે તમે ગોવા બીચ પર જઈ શકો છો. આ સિઝનમાં તાપમાન પરફેક્ટ રહે છે. જેમાં તમામ ચીજો સસ્તા દરે ઉપલબ્ધ છે. આ માટે ટ્રાવેલ એક્સપર્ટ ફેબ્રુઆરી મહિનામાં ગોવાની મુલાકાત લેવાની સલાહ આપે છે.

ફેબ્રુઆરી પેરાગ્લાઈડિંગ માટે યોગ્ય મહિનો છે. તમે ગોવામાં પેરાગ્લાઈડિંગ અને હોટ એર બલૂન રાઈડિંગનો આનંદ લઈ શકો છો. સૌથી મોટી વાત એ છે કે, તમે ઓછા બજેટમાં એડવેન્ચર ટ્રીપ પર જઈ શકો છો.

ગોવા કાર્નિવલનું આયોજન ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવે છે. તે દર વર્ષે 18 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી દરમિયાન થાય છે. આ દરમિયાન તમે ગોવાની મુલાકાત લઈ શકો છો.

અંજુના બીચ પર દર બુધવારના રોજ મર્ક્યુરી માર્કેટ ભરાય છે. તમે અહીં સસ્તા ભાવે ખરીદી કરી શકો છો. અંજુના બીચ પર મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે.

આ સિવાય તમે ગોવામાં કેમ્પિંગ, બોટિંગ, સ્વિમિંગ અને સનસેટ વોકિંગનો પણ આનંદ માણી શકો છો.

English summary
Travel Tips : If you plan to go to Goa in February, then know these thing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X