આ બાબતો બનાવી દે છે તમિળનાડુના શહેરોને પ્રસિદ્ધ

Posted By:
Subscribe to Oneindia News

ભારતના દરેક રાજ્યમાં એવા ઘણા સ્થળો હશે, જે પોતાની વિશેષતા અને વિશિષ્ટતા માટે જગ વિખ્યાત છે. કોઇપણ શહેરમાં જાઓ ક્યાંક તેમને તેની પ્રકૃતિ મોહી લેશે, તો ક્યાંક તમને તેની સંસ્કૃતિ. ક્યાંક તમને ત્યાં મળતી વાનગી ભોળવી લેશે તો ક્યાંક તમે ત્યાંના વસ્ત્રો, બોલી અને નૃત્યોના દિવાના થઇ જશો. તમિળનાડુ પણ આવું જ એક રાજ્ય છે.

તમિળનાડુના દરેક લોકપ્રિય સ્થળ પોતાનામાં ખાસ છે. જો તમિળનાડુનું તંજાવુર પોતાની પ્રસિદ્ધ તલૈયાટી બોમ્બી ગુડિયા માટે પ્રસિદ્ધ છે, તો બીજી તરફ અન્ય એક બીજુ પ્રસિદ્ધ ડેસ્ટિનેશન તિરુનેલવેલી પોતાના જાયકેદાર હલવા માટે જાણીતું છે. જો તમે તમિળનાડુમાં રહી રહ્યાં છો અથવા તો તમે ટૂંક સમયમાં મંદિરોના આ રાજ્યમાં જવાના છો તો નીચે તસવીરો થકી આપવામાં આવેલા સ્થળોની જરૂરથી મુલાકાત લેજો.

તંજાવુર- તલૈયાટી બોમ્બી ગુડિયા

તંજાવુર- તલૈયાટી બોમ્બી ગુડિયા

તંજાવુરની પ્રસિદ્ધ ગુડિટોને તલૈયાટી બોમ્બી ગુડિયાના નામથી ઓળખાય છે. આ મૂર્તિ નુમા ગુડિયા માટીથી બનેલી હોય છે, જેને કાવેરી નદીમાંથી લાવવામાં આવે છે.

તિરુનેલવેલી

તિરુનેલવેલી

તિરુનેલવેલી પોતાના ખાસ હલવા માટે જાણીતું છે. હલવો અહીં આવવાની પાછળ એક રસપ્રદ કહાણી છે, કહેવામાં આવે છે કે, આ હલવાને ત્યાં એક ઉત્તર ભારતનો પરિવાર લાવ્યો હતો. આ હલવાની ખાસ વાત એ છે કે આ હલવાનો સ્વાદ ત્યારે સૌથી સારો હોય છે, જ્યારે તેને તમીરાબરાની નદીના પાણીમાંથી બનાવવામાં આવે છે. આ હલવાને લોકપ્રિય કરવાનો શ્રેય ત્યાંની એક સ્થાનિક દૂકાનને જાય છે. તમને આ હલવો અહીની નેલ્લિયપ્પર મંદિરના પરિસરની બહાર સહેલાયથી મળી જશે.

કોડૈકનાલ- સફરજન

કોડૈકનાલ- સફરજન

કાશ્મીર બાદ સૌથી વધારે સ્વાદિષ્ટ સફરજન કોડૈકનાલમાં મળી આવે છે. કોડૈકનાલની યાત્રા પર તમે એ વાતને સુનિશ્ચિત કરી લો કે ત્યાં જઇને તમે તેને અવશ્ય ખાશો.

કુંભકોણમ- પાન

કુંભકોણમ- પાન

કુંભકોણમમાં મળનારા પાનના પત્તા આ શહેરને ખાસ બનાવે છે. અહીના પાનની ગણના ભારતમાં પૈસા મેળવનારા સૌથી સારા પાનમાં કરવામા આવે છે.

કરાઇકુડી-ચેટ્ટીનાડ ભોજન

કરાઇકુડી-ચેટ્ટીનાડ ભોજન

જો તમે નોન વેજના શોખીન છો અને ક્વોલિટી નોન વેજ ખાવા માગો છો તો આ શહેર તમારા માટે છે. અહી પિરસવામાં આવતું ખાવાનું ઘણું જ સ્વાદિષ્ટ હોય છે. જો તમે તેજ મસાલેદાર ખાવાનું ખાઇ શકતા હોવ તો તમારે આ સ્થળની એકવાર જરૂરથી મુલાકાત લેવી જોઇએ.

મુદરઇ- ચમેલી

મુદરઇ- ચમેલી

મંદિરો ઉપરાત એન્ય એક વસ્તુ જે મદુરઇને ખાસ બનાવે છે, તે છે ચમેલીના ફૂલ જેની ખુશબુ તમને અહીની ગલીઓ અને રસ્તાઓમાં અનુભવવા મળશે. મદુરઇ મલ્લીના નામથી જાણીતા આ ફૂલ તમને શહેરમાં સહેલાયથી મળી જશે.

કાંચીપુરમ- રેશમ

કાંચીપુરમ- રેશમ

આખા દેશમાંથી લોકો કાંચીપુરમમાં રેશમ અને રેશમમાંથી નિર્મિત સાડીઓ ખરીદવા આવે છે. તમને જણાવી દઇએ કે તમિળનાડુમાં આયોજિત થનારા મોટાભાગના વિવાહ સમારોહમાં કાંચીપુરમ સિલ્ક જ પહેરવામાં આવે છે.

પલ્લાચી- કાચ નારિયેળ

પલ્લાચી- કાચ નારિયેળ

જો તમે નારિયેળ પાણી પીને કંઇક એનર્જી લેવા માગો છો તો પોલ્લાચી જતા રહો. સ્થાનિક ભાષામાં આ કાચા નારિયેળને પોલ્લાચી ઇલાનેરરુના નામથી ઓળખવામાં આવે છે. અહીના નારિયેળની ગણના વિશ્વના સૌથી સારા નારિયેળમાં કરવામાં આવે છે.

સેલમ- કેરી

સેલમ- કેરી

સેલમ પોતાની સ્વાદિષ્ટ કેરી માટે જાણીતું છે. અહી કેરીનું ઉત્પાદન મોટી માત્રામાં કરવામાં આવે છે અને અહીથી તેની નિકાસ પણ કરવામાં આવે છે.

ઉટી- વારીકી

ઉટી- વારીકી

ખાવના શોખીનોમાં ઉટીનું વારીકી પણ એક મહત્વનું સ્થાન ધરાવે છે.

ડિંડીગુલ- તાળા

ડિંડીગુલ- તાળા

ડિંડીગુલના તાળા પોતાની ક્વોલિટી અને મજબૂતીના કારણે આખી દુનિયામાં મશહૂર છે. આમ તો તમને બજારમાં અનેક પ્રકારના તાળા મળી જશે, પરંતુ ડિંડીગુલના તાળાની વાત કંઇક અલગ જ છે.

English summary
Each popular place in Tamil Nadu is unique in its own way. If Thanjavur is famous for the 'Thalaiyattu Bommai' dolls, Thirunelveli is known for its halwa. It would enrich your travel experience if you knew what each of the places here were known for.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.