keyboard_backspace

World Heritage Day 2022 : કેમ ઉજવાય છે વર્લ્ડ હેરિટેજ ડે? જાણો ઈતિહાસ, મહત્વ અને થીમ

હેરિટેજ સ્થળોના સુવર્ણ ઇતિહાસ અને બાંધકામને જાળવવા માટે વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવામાં આવે છે. વાસ્તવમાં વર્ષો પહેલા બનાવેલા બાંધકામો સમયની સાથે જૂના થઈ જાય છે.

Google Oneindia Gujarati News

World Heritage Day 2022 : વિશ્વભરમાં એવી ઘણી બધી વર્લ્ડ હેરિટેજ સાઇટ અથવા વિશ્વ ધરોહર છે, જે સમયની સાથે જર્જરિત થઈ રહી છે. આ હેરિટેજ સ્થળોના સુવર્ણ ઇતિહાસ અને બાંધકામને જાળવવા માટે વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવામાં આવે છે. વાસ્તવમાં વર્ષો પહેલા બનાવેલા બાંધકામો સમયની સાથે જૂના થઈ જાય છે. આવી સ્થિતિમાં તે જરૂરી છે કે, તેઓ તેમની બાંધેલી સ્થિતિમાં રહે અને તેમની જર્જરિત સ્થિતિને સુધારી અને વર્ષો સુધી એ જ સ્થિતિમાં જાળવી રાખવામાં આવે.

આથી વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરીને આ ઉદ્દેશ્યને જાળવી રાખવામાં આવે છે. આ દિવસ દરેક દેશ માટે ખાસ છે, જે તેની સંસ્કૃતિ, ઐતિહાસિક વારસો, અનન્ય મકાન શૈલી, ઇમારતો અને સ્મારકોની સુંદરતા જાળવી રાખવા માગે છે અને આવનારી દરેક પેઢીને તેમના મહત્વ વિશે જણાવવા માગે છે. વિશ્વમાં ઘણી બધી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે. યુનેસ્કો દર વર્ષે લગભગ 25 હેરિટેજ સાઇટ્સને વર્લ્ડ હેરિટેજની યાદીમાં શામેલ કરે છે, જેથી તે હેરિટેજને સુરક્ષિત રાખી શકાય.

ક્યારે ઉજવાય છે વિશ્વ ધરોહર દિવસ (વર્લ્ડ હેરિટેજ ડે)?

ક્યારે ઉજવાય છે વિશ્વ ધરોહર દિવસ (વર્લ્ડ હેરિટેજ ડે)?

વર્લ્ડ હેરિટેજ ડે ને વિશ્વ ધરોહર દિવસ પણ કહેવામાં આવે છે. વિશ્વ ધરોહર દિવસ દર વર્ષે 18 એપ્રીલે ઉજવવામાં આવે છે. શરૂઆતમાં તેને વિશ્વ સ્મારક દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો. જોકે યુનેસ્કોએ આ દિવસને વર્લ્ડ હેરિટેજ ડે અથવા વિશ્વ ધરોહર દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી હતી.

વિશ્વ વારસો દિવસનો ઇતિહાસ

વિશ્વ વારસો દિવસનો ઇતિહાસ

1968 માં એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ પ્રથમ વખત વિશ્વભરની પ્રખ્યાત ઇમારતો અને પ્રાકૃતિક સ્થળોની સુરક્ષાનો પ્રસ્તાવ મૂક્યો, જે સ્ટોકહોમમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં પસાર કરવામાં આવ્યો.

જે બાદ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટર ની સ્થાપના કરવામાં આવી. તે સમયે, 18 એપ્રીલ 1978 ના રોજ, આ દિવસને વિશ્વ સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન વિશ્વની માત્ર 12 જગ્યાઓ જ વિશ્વ સ્મારકોની યાદીમાં શામેલ હતી.

જે બાદમાં 18 એપ્રીલ, 1982ના રોજ, ટ્યુનિશિયામાં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સે પ્રથમ વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરી હતી. તેના એક વર્ષ બાદ, નવેમ્બર 1983માં, યુનેસ્કોએ મેમોરિયલ ડેને 'વર્લ્ડ હેરિટેજ ડે' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

વિશ્વ ધરોહર દિવસનું મહત્વ

વિશ્વ ધરોહર દિવસનું મહત્વ

વર્લ્ડ હેરિટેજ ડે ના મહત્વ વિશે વાત કરીએ, તો દરેક દેશનો પોતાનો ભૂતકાળ હોય છે અને તે ભૂતકાળ સાથે જોડાયેલી ઘણી ગૌરવપૂર્ણ વાતો હોય છે. ત્યાં સ્થિતતત્કાલીન સમયના સ્મારકો અને વારસો આ ગૌરવગાથા યાદ અપાવે છે. ઈતિહાસના પાના પર યુદ્ધ, મહાપુરુષો, હાર-જીત, કળા, સંસ્કૃતિ વગેરેની નોંધ કરવાની સાથેઆ સ્થળોને તેમના પુરાવા તરીકે હંમેશા માટે જીવંત રાખવા જરૂરી છે.

કેવી રીતે ઉજવાય છે વર્લ્ડ હેરિટેજ ડે?

કેવી રીતે ઉજવાય છે વર્લ્ડ હેરિટેજ ડે?

વિશ્વભરમાં ઘણી સંસ્થાઓ છે, જે હેરિટેજના સંરક્ષણ પર કામ કરી રહી છે. આ સંસ્થાઓ પોતપોતાની રીતે વર્લ્ડ હેરિટેજ ડે ઉજવે છે. આ દિવસે હેરિટેજ વોક અને ફોટોવોકનું આયોજન કરવામાં આવે છે. લોકો હેરિટેજ ટૂર પર જાય છે. તેમનું રક્ષણ કરવાનો સંકલ્પ લે છે. લોકોને તેમના દેશના વારસા વિશે જાગૃત કરવામાં આવે છે.

ભારતની હેરિટેજ ડે

ઈલોરા ગુફાઓ મહારાષ્ટ્રમાં આવેલી છે, જે ભારતની પ્રથમ વિશ્વ ધરોહર સ્થળ છે. હાલમાં ભારતમાં 40 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે. યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલી 40 વર્લ્ડહેરિટેજ સાઇટ્સમાં સાત પ્રાકૃતિક, 32 સાંસ્કૃતિક અને એક મિશ્ર સાઇટ છે.

ભારતનું 39મું અને 40મું કાલેશ્વર મંદિર અનુક્રમે તેલંગાણા અને હડપ્પન સંસ્કૃતિનું શહેરધોળાવીરા છે. મહારાષ્ટ્રમાં યુનેસ્કોની પાંચ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે.

English summary
World Heritage Day 2022 : Why World Heritage Day is celebrated? know the history, significance and theme
Related News
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X