For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ના ના કરતાં ઉષા પતિ નાયડૂ હવે કહે છે હા!

ઉપરાષ્ટ્રપતિ પદ તરીકે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાયા વેંકૈયા નાયડૂ. જો કે પહેલા તેમણે આ પદ માટે ના પાડી હતી. જાણો આ અંગે વિગતવાર અહીં.

|
Google Oneindia Gujarati News

ભાજપે તેના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. તેમણે કેન્દ્રીય પ્રધાન વેંકૈયા નાયડૂના નામ પર અંતિમ મોહર લગાવી દીધી છે. અને આ સાથે જ વેંકૈયા નાયડૂ ઉપરાષ્ટ્રપતિની રેસમાં સૌથી આગળ છે. પણ જો દોઢ મહિના પાછળ જઇએ તો ભાજપના આ કદાવર નેતાને જ્યારે મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે શું તે રાષ્ટ્રપતિની હોડમાં જોડવવા માંગે છે તો તેમણે આ વાત માટે સાફ સાફ ના પાડી દીધી હતી. 31 મેના રોજ જ્યારે નાયડૂને ઉપ રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે સવાલ પૂછવામાં આવ્યો હતો તો તેમણે રમૂજમાં જવાબ આપ્યો હતો કે ના તો તે રાષ્ટ્રપતિ બનવા માંગે છે ના જ તે ઉપરાષ્ટ્રપતિ તે તો ખાલી ઉષાના પતિ બનીને જ ખુશ છે.

naidu

જો કે ઉપ રાષ્ટ્રપતિ માટે વેંકૈયા નાયડૂનું નામ લાંબા સમયથી ચર્ચાતું હતું. અને આજે જ્યારે તેમના નામની જાહેરાત થઇ છે તો વેંકૈયા પણ કહ્યું કે તે આ પોસ્ટ માટે તન-મનથી તૈયાર છે અને સાથે જ ખુબ જ ખુશ પણ છે. ઉલ્લેખનીય છે કે વેંકૈયા નાયડુ વિપક્ષના ઉમેદવાર ગોપાલ કૃષ્ણ ગાંધીની વિરુદ્ધ આ ઉપ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડશે.

naidu

ઉલ્લેખનીય છે કે સોમવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં કેન્દ્રીય સંસદીય દળની એક બેઠક બોલવવામાં આવી હતી. 90 મિનિટ ચાલેલી આ બેઠકમાં છેવટે વૈંકેયા નાયડૂનો નામ ઉપરાષ્ટ્રપતિ તરીકે નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમેત અનેક મોટો નેતાઓ હાજર હતા.

English summary
Usha-Pati Venkaiah Naidu, who has served BJP in several capacities, takes on opposition’s Gopalkrishna Gandhi in vice presidential election slated for 5 August.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X