For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPLમાં પાક. ખેલાડીઓને પણ તક મળવી જોઇએઃ ઋષિ કપૂર

બોલિવૂડના પ્રખ્ય અભિનેતા ઋષિ કપૂરે કહ્યું કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં પાકિસ્તાની ક્રિકેટરોનો પણ સમાવેશ કરવો જોઇએ.

By Shachi
|
Google Oneindia Gujarati News

બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂર એ લોકોમાંના એક છે, જેઓ અચકાયા વગર કોઇ પણ મુદ્દે પોતાનો પક્ષ રજૂ કરે છે, જેને કારણે ઘણીવાર તેઓ વિવાદોમાં ફસાઇ જાય છે. ફરી એકવાપ ઋષિ કપૂર એવા જ કારણોસર ચર્ચામાં છે. આ વખતે તેમણે આઇપીએલ પર ટિપ્પણી કરી છે. ઋષિ કપૂરે કહ્યું છે કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં પાકિસ્તાની ક્રિકેટરોનો પણ સમાવેશ કરવો જોઇએ. આ અંગે ઋષિ કપૂરે ટ્વીટ કરી પોતાના વિચારો રજૂ કર્યાં છે.

rishi kapoor

પાકિસ્તાની ખેલાડીઓ અંગે પણ વિચારો

તેમણે ટ્વીટમાં લખ્યું છે, પાકિસ્તાની ક્રિકેટરોને પણ આઇપીએલમાં તક મળવી જોઇએ. તમને દુનિયાભરના ખેલાડી મળ્યા છે, આ વખતે અફઘાનિસ્તાન ડેબ્યૂ કરી રહ્યું છે. મારો આગ્રહ છે, કૃપા કરી પાકિસ્તાની ખેલાડીઓના નામ અંગે પણ વિચાર કરો.

અહીં વાંચો - આઇપીએલ 10 ઓપનિંગ સેરેમનીમાં થયું સચિન-સૌરવનું સન્માનઅહીં વાંચો - આઇપીએલ 10 ઓપનિંગ સેરેમનીમાં થયું સચિન-સૌરવનું સન્માન

ભારતીયો મન મોટું રાખે

ઋષિ કપૂરે એક રીતે પોતાના ટ્વીટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મતભેદોને એક તરફ મુકી ભારતીયોને મન મોટું રાખવાની સલાહ આપી છે. તેમણે લખ્યું છે, ફરીથી મેચ રમાશે, આપણે મોટા લોકો છીએ, પ્લીઝ.

રાશિદ ખાન અને મોહમ્મદ નબી

ઉલ્લેખનીય છે કે, આ વખતે આઇપીએલમાં બે અફઘાની ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દસ વર્ષોમાં પહેલી વાર આઇપીએલમાં અફઘાની ખેલાડીઓ રમતા જોવા મળશે. સનરાઇઝર્સ હૈદ્રાબાદ દ્વારા બે અફઘાની ખેલાડીઓ રાશિદ ખાન અને મોહમ્મદ નબીને ખરીદવામાં આવ્યા છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Rishi Kapoor bats letting Pakistani cricketers play IPL 2017.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X