આઇપીએલ 10 ઓપનિંગ સેરેમનીમાં થયું સચિન-સૌરવનું સન્માન

Posted By:
Subscribe to Oneindia News

ઇન્ડિયન પ્રીમીયર લીગની 10મી સીઝનની શરૂઆત આજે રાજીવ ગાંધી સ્ટેડિમ ખાતે થઇ હતી. અહીં ભવ્ય ઓપનિંગ સેરેમની સાથે આ કાર્યક્રમની શરૂાઆત થઇ હતી. જેમાં ભારતીય ક્રિકેટ જગતના ચાર દિગ્ગજ પ્લેયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ આ કાર્યક્રમની ઓપનિંગ સેરેમનીમાં બોલીવૂડ એક્ટ્રેસ એમી જેક્શને પરફોમન્સ આપ્યું હતું. તેમણે સારા જમના હસીનો કા દિવાનાથી લઇને તમ્મા તમ્મા જેવા લેટેસ્ટ ગીતા પર ડાન્સ કર્યો હતો. તો આ ઉપરાંત આ કાર્યક્રમમાં સચિત તેંડુલકર, સૌરભ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ અને વિરેન્દ્ર સહેવાગનું સન્માન કરવામાં આવ્યું હતું.

Sachin

નોંધનીય છે કે આ ઓપનિંગ સેરેમનીમાં ભારતના આઠ અલગ અલગ શહેરોમાં બોલીવૂડ સ્ટાર દ્વારા પર્ફોમન્સ આપવામાં આવશે. જેમાં પરિણીતી ચોપડા, શ્રદ્ઘા કપૂર, રિતેશ દેશમુખ અને રુત્વિક રોશન ભાગ લેશે. ત્યારે આઇપીએલની આ 10મી સીઝનને ખૂબ જ રોમાચંક બનાવવામાં આવી છે. આ આઇપીએલ પાંચ એપ્રિલથી શરૂ થઇને 21 એપ્રિલ સુધી અલગ અલગ શહેરોમાં રમાશે. અને પ્રત્યેક ટીમ 14 મેચ રમશે. આજે ઓપનિંગ સેરેમની પછી રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્ઝર્સ બેંગલોરે મેચ રમી હતી.

English summary
The 10th edition of the Indian Premier League is all set to begin with defending champions Sunrisers Hyderabad taking on Royal Challengers Bangalore in Hyderabad. Here is Live Updates.
Please Wait while comments are loading...