Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ
Dhurandhar 2 Box Office Collection Day 1: ડિસેમ્બર 2025માં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર સ્પાય એક્શન થ્રિલર ફિલ્મ 'ધુરંધર' બાદ, નિર્દેશક આદિત્ય ધરો અને સુપરસ્ટાર રણવીર સિંહ ફરી એકવાર બીજા ભાગ, 'ધુરંધર-ધ રિવિંજ' સાથે મોટા પડદા પર પરત ફર્યા છે.

'ધુરંધર-ધ રિવિંજ'ને લઈને પ્રેક્ષકોમાં જબરદસ્ત ક્રેઝ
વર્ષ 2026ની સૌથી ચર્ચિત ફિલ્મોમાં સામેલ આ સિક્વલને લઈને દર્શકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેની અસર રિલીઝ પહેલા જ સ્પષ્ટ દેખાતી હતી. ફિલ્મે એડવાન્સ બુકિંગ દ્વારા જ કરોડોની કમાણી કરી લીધી હતી.
પેઇડ પ્રિવ્યૂ શોમાં જ થયો નોટોનો વરસાદ
તમને જણાવી દઈએ કે ગત 18 માર્ચ 2026 (બુધવાર) ના રોજ યોજાયેલા પેઈડ પ્રિવ્યૂ શોમાં ફિલ્મ 'ધુરંધર 2' એ શાનદાર પ્રદર્શન કર્યું છે. એડવાન્સ બુકિંગના જોરે 'ધુરંધર 2' એ રિલીઝ પહેલા જ બોક્સ ઓફિસ પર પોતાની તાકાત બતાવી દીધી છે.
દેશભરમાં 12 હજારથી વધુ પેઇડ પ્રિવ્યૂ શોના આંકડા
- ગ્રોસ કલેક્શન: 52.71 કરોડ
- નેટ કલેક્શન: 44 કરોડ
- વર્લ્ડવાઈડ કલેક્શન: 75 કરોડ
ખાસ વાત એ છે કે, આ ફિલ્મે તેના પહેલા ભાગ 'ધુરંધર' ના ભારતમાં 28 કરોડના ઓપનિંગ રેકોર્ડને માત્ર પ્રિવ્યૂ શો દ્વારા જ પાછળ છોડી દીધો છે.
'ધુરંધર 2'એ ઓપનિંગ ડે પર જ કરી દીધો કમાલ
આજે એટલે કે 19 માર્ચ 2026 (ગુરુવાર) ના રોજ વિશ્વભરમાં રિલીઝ થતાની સાથે જ 'ધુરંધર 2'ને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. શરૂઆતના શોમાં જ સિનેમાઘરોમાં પ્રેક્ષકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે સવારે 8 વાગ્યા સુધીમાં ફિલ્મે અંદાજે 7.14 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
આમ, પેઇડ પ્રિવ્યૂ શો અને આજ સવારના 8 વાગ્યા સુધીની કમાણી મળીને કુલ 51.14 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ફાઈનલ આંકડા મોડી રાત સુધીમાં સામે આવશે, પરંતુ ટ્રેન્ડ્સ સૂચવે છે કે ફિલ્મ પહેલા દિવસે જ મોટો ધડાકો કરવાની છે.
હાલમાં પહેલા દિવસનો સંપૂર્ણ ઓક્યુપન્સી રિપોર્ટ સામે આવ્યો નથી, પરંતુ અનેક મોટા શહેરોમાં મોર્નિંગ અને આફ્ટરનૂન શો હાઉસફુલ હોવાના સમાચાર છે. મલ્ટિપ્લેક્સથી લઈને સિંગલ સ્ક્રીન સુધી 'ધુરંધર 2'ને શાનદાર ફૂટફોલ મળી રહ્યો છે.
શું 200 કરોડના ઓપનિંગનો ઇતિહાસ રચાશે?
પેઇડ પ્રિવ્યૂમાં રેકોર્ડબ્રેક કમાણી અને પહેલા દિવસની આક્રમક શરૂઆતને જોતા ટ્રેડ એક્સપર્ટ્સ માની રહ્યા છે કે 'ધુરંધર 2' વર્લ્ડવાઈડ 200 કરોડની ઓપનિંગ કરી શકે છે. જો આવું થશે, તો આ બોલિવૂડના ઇતિહાસમાં સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મોમાં સામેલ થઈ જશે. સાથે જ ભારતમાં પણ આ ફિલ્મ 100 કરોડથી વધુનો આંકડો સ્પર્શે તેવી પૂરેપૂરી સંભાવના છે.
બોક્સ ઓફિસ પર 'ધુરંધર 2'નું રાજ
'ધુરંધર-ધ રિવિંજ' એ રિલીઝ પહેલા જ જે પ્રકારનું વાતાવરણ ઉભું કર્યું છે, તેનાથી સ્પષ્ટ છે કે આ ફિલ્મ લાંબા સમય સુધી બોક્સ ઓફિસ પર રાજ કરી શકે છે. હવે સૌની નજર રાતના ફાઈનલ કલેક્શન અને વીકેન્ડના આંકડા પર ટકેલી છે. શું આ ફિલ્મ નવા રેકોર્ડ સ્થાપશે? તેનો જવાબ આગામી થોડા કલાકોમાં મળી જશે.












Click it and Unblock the Notifications
