શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ
IPL 2026: ચાહકો હજુ તો આઈપીએલ 2026ની પ્રથમ મેચની રાહ જોઈ રહ્યા હતા ત્યાં જ વચ્ચે એક મોટો કાયદાકીય વિવાદ સામે આવ્યો છે. વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ એટલે કે BCCIએ હવે કોર્ટના ચક્કર કાપવા પડ્યા છે અને તેનું કારણ એટલું અજીબ છે કે તમે પણ માથું પકડી લેશો.

કેરળના એર્નાકુલમમાં રહેતા આશિક નામના એક વ્યક્તિએ સીધો હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. તેનો દાવો છે કે આઈપીએલ કોઈ સરકારી કે નેશનલ લીગ નથી, પરંતુ તે સંપૂર્ણપણે એક પ્રાઈવેટ ધંધો છે.
તેણે કોર્ટમાં દલીલ કરી હતી કે જ્યારે BCCI એક ખાનગી સંસ્થા તરીકે કામ કરે છે, તો તેને તેની ટૂર્નામેન્ટ સાથે 'ઈન્ડિયન' શબ્દ જોડવાનો કોઈ હક નથી. અરજદારના જણાવ્યા મુજબ, લીગનું નામ 'ઈન્ડિયન પ્રીમિયર લીગ' રાખવું સંપૂર્ણપણે ગેરકાયદેસર છે કારણ કે તેનાથી લોકોને ભ્રમ થાય છે કે આ કોઈ સત્તાવાર રાષ્ટ્રીય ઈવેન્ટ છે.
અદાલતે શું આપ્યો ચુકાદો?
BCCI માટે નસીબ સારા રહ્યા કે કેરળ હાઈકોર્ટે આ માંગને બહુ મહત્વ આપ્યું નહીં. ચીફ જસ્ટિસ સૌમેન સેન અને જસ્ટિસ શ્યામ કુમારની બેન્ચે સાફ કહી દીધું કે આ દલીલમાં કોઈ દમ નથી અને અરજીને કચરાપેટીમાં નાખી દીધી (એટલે કે ફગાવી દીધી). એટલે કે હાલ પૂરતું તો આઈપીએલનું નામ એ જ રહેશે જે છેલ્લા 18 વર્ષથી છે.
મેદાન પર પણ જામશે જંગ
કેસ-કચેરી પોતાની જગ્યાએ છે, પરંતુ 28 માર્ચથી શરૂ થઈ રહેલી આ સીઝનમાં ક્રિકેટનો રોમાંચ પણ ઓછો થવાનો નથી. રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનની જગ્યાએ રિયાન પરાગ પર ભરોસો મૂક્યો છે, તો RCBની કમાન રજત પાટીદારના હાથમાં હશે. પંજાબ કિંગ્સ ફરીથી શ્રેયસ અય્યરની લીડરશિપમાં ગર્જના કરશે.
હાલમાં BCCIએ માત્ર પ્રથમ 20 મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે, કારણ કે દેશમાં ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ટૂંક સમયમાં બાકીનું આખું શેડ્યૂલ પણ તમારી સામે હશે.












Click it and Unblock the Notifications
