Agriculture News : મામુલી ભાવે પાક વેચવા મજબુર ખેડૂતોને પડ્યા પર પાટુ, ઈફ્કોએ ખાતરના ભાવમાં વધારો કર્યો
Agriculture News : કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ ખેડૂતો પર માઠી બેઠી હોય તેવી હાલત સર્જાઈ છે. એક તરફ ખેડૂતો મામુલી ભાવે પાક વેચવા મજબુર છે તો બીજી તરફ ખાતર અને દવાના ભાવ સતત વધી રહ્યાં છે.
આ ક્રમમાં જ ખેડૂતોને વધુ એક ઝટકો લાગવા જઈ રહ્યો છે. ગુજરાતની અગ્રણી ખાતર ઉત્પાદક ઇફ્કોએ એનપીકે ખાતરમાં ભાવ વધારો કરવાની જાહેરાત કરી છે.

ખેડૂતો માટે પાયાના ખાતર તરીકે મહત્વના ગણાતા એનપીકે ખાતરમાં ઈફકોએ મોટો વધારો કર્યો છે. ઇફ્કોએ બે ખાતરોમાં પ્રતિ કિલો બેગના 250 રૂપિયા વધારવાની જાહેરાત કરી છે.
ઇફકોએ જે ખાતરમાં વધારો કરવાની જાહેરાત કરી છે તેમાં એનપીકે 12-32-16 અને એનપીકે 10-26-26 સામેલ છે. આ બન્ને ખાતરોના ભાવમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, એક તરફ સરકાર અને કંપનીઓ ખાતરોના ભાવમાં સતત વધારો કરી રહી છે તો બીજી તરફ ખેડૂતોના મોંઘા પાકને કોડીઓના ભાવે વેચવાની ફરજ પડી રહી છે. નરેન્દ્ર મોદી સરકારની ઉદ્યોગપ્રેમી નીતિઓને કારણે ખેડૂતોને તમામ મોરચે લડીને પણ ખાલી હાથે જ રહેવાનો વારો આવે છે.












Click it and Unblock the Notifications
