Budget 2025: છેલ્લા 10 વર્ષમાં ખેતીનું બજેટ કેટલુ વધ્યુ? જાણો ખેતી ખર્ચ અને ઉત્પાદનના આંકડા
Budget 2025 : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજુ કરવા જઈ રહી છે. આ વખતે પણ વિવિધ ક્ષેત્રોની જેમ ખેતીને પણ ઘણી અપેક્ષાઓ છે.
એક તરફ કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિઓ અને બીજી તરફ ખાતર અને દવાઓના વધી રહેલા ભાવ અને હવામાન પરિવર્તનને ખેડૂતોને પાયમાલ કર્યા છે. આ સ્થિતીમાં કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ખાસ પગલા ભરે તે જરૂરી છે.

Agriculture budget 2025 : છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારનું એગ્રીકલ્ચર બજેટ કેટલુ વધ્યુ?
એ વાત સાચી છે કે છેલ્લા દસ વર્ષોમાં ભારત સરકારે ખેતી ક્ષેત્રના બજેટમાં નોંધપાત્ર વધારો કર્યો છે. જો કે આ આંકડા હજુ પણ પુરતા નથી.
કૃષિ બજેટ વર્ષવાર વૃદ્ધિ (2014-2024)
નાણાકીય વર્ષ ખેતી બજેટ (કરોડ રૂપિયામાં)
2014-15 : 22,652
2015-16 : 24,909
2016-17 : 35,984
2017-18 : 41,855
2018-19 : 63,836
2019-20 : 1,30,485
2020-21 : 1,34,399
2021-22 : 1,23,017
2022-23 : 1,24,000
2023-24 : 1,25,036
આ આંકડાઓ પરથી એ વાત સાબિત થાય છે કે 2014-15 થી 2023-24 સુધીમાં કૃષિ બજેટમાં આશરે છ ગણો વધારો થયો છે. 2014-15 માં કૃષિ બજેટ 22,652 કરોડ રૂપિયા હતું, જે 2023-24 માં વધીને 1,25,036 કરોડ રૂપિયા થયું છે.
ખેડૂત યોજનાઓ અને સહાય (PM-KISAN, DBT, MSP)
જો કે આ વધારો મુખ્યત્વે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) જેવી યોજનાઓને કારણે થયો છે, જે હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ સિવાય ખેતી માટે એમએસપી જેવા ક્રાંતિકારી પગલા લેવામાં નરેન્દ્ર મોદી સરકાર ઉણી ઉતરી છે. આ જ કારણ છે કે દેશભરના ખેડૂતો રસ્તા પર છે.
કૃષિ જીડીપી અને બજેટ
બીજી તરફ ખેતી ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદી સરકારની નીતિઓને કારણે કેતી માટે સૌથી જરૂરી ગણાતા ડીએપી અને એનપીકે જેવા ખાતરોના ભાવ સતત વધી રહ્યાં છે. આ સિવાય યુરિયા જેવા ખાતરોની અછત ખેડૂતોને ઉત્પાદનમા નુકસાન કરાવે છે.
આ સ્થિતીમાં સરકાર આ ક્ષેત્રોમાં કામ કરે તે ખુબ જ જરૂરી છે. સરકાર એવી યોજનાઓ પર કામ કરી રહી છે જેનાથી વોટબેંક સરકાર તરફ વળે પરંતુ સરકારે એવી કોઈ યોજનાઓ નથી લાવી રહી જેની અસર ખેતીમાં લાંબા ગાળાના ફાયદા કરાવે.
ભારતમાં કૃષિ ક્ષેત્રનો દેશની જીડીપીમાં ફાળો
નાણાકીય વર્ષ : કૃષિ ક્ષેત્રનો જીડીપીમાં ફાળો (ટકામાં)
2014-15 : 18.2
2015-16 : 17.7
2016-17 : 17.4
2017-18 : 17.0
2018-19 : 16.5
2019-20 : 16.0
2020-21 : 17.8
2021-22 : 18.3
2022-23 : 18.0
2023-24 : 17.5
નરેન્દ્ર મોદી સરકાર આ વખતે MSP અને સબસિડીમાં વધારો કરશે?
આ આંકડાઓ દર્શાવે છે કે ખાસ કરીને નરેન્દ્ર મોદી સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે 2014-15 થી 2019-20 સુધી કૃષિ ક્ષેત્રનો જીડીપીમાં ફાળો ધીમે ધીમે ઘટતો રહ્યો, જો કે 2020-21માં તેમાં વધારો થયો, જેનો મુખ્ય કારણ COVID-19 મહામારી દરમિયાન અન્ય ક્ષેત્રોમાં મંદી અને કૃષિમાં સ્થિરતા હતી.
આ સિવાય 2021-22 અને 2022-23માં પણ કૃષિ ક્ષેત્રનો ફાળો સ્થિર રહ્યો, જ્યારે 2023-24માં તેમાં થોડો ઘટાડો થયો છે. હવે જોવાનુ એ રહે છે કે સરકાર આ બજેટમાં ખેતી માટે શું લઈને આવે છે?
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ







Click it and Unblock the Notifications
