Farmers Protest : 16 ડિસેમ્બરથી દેશભરના ખેડૂતો રસ્તા પર ઉતરશે, ટ્રેક્ટર માર્ચની જાહેરાત
Farmers Protest : નરેન્દ્ર મોદી સરકારની નબળી નીતિઓ સામે મેદાને પડેલા ખેડૂતો સામે તંત્ર સતત અત્યાચાર ગુજારી રહ્યું છે. હવે સરકારના અત્યાચાર સામે ખેડૂતોએ દેશભરમાં ટ્રેક્ટર માર્ચનું આયોજન કર્યું છે.
એમએસપી સહિતની માંગોને લઈને દિલ્હીમાં પ્રવેશવા માટે કુચ કરી રહેલા ખેડૂતો પર પોલીસ આસું ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કરી રહી છે. આ ઘટનામાં ઘણા ખેડૂતોને ઈજા થઈ છે.

આ ઘટના બાદ ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે દેશભરમાં ટ્રેક્ટર માર્ચનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે, 16 ડિસેમ્બરે પંજાબ સિવાય દેશના અન્ય રાજ્યોમાં ટ્રેક્ટર માર્ચ થશે. 18 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી પંજાબમાં દરેક જગ્યાએ ટ્રેનોને સંપૂર્ણ રીતે બ્લોક કરી દેવાશે.
તેમણે આગળ જણાવ્યુ કે, અમે સમાજના તમામ વર્ગોને જાગવાની અપીલ કરીએ છીએ, 3 કરોડ પંજાબીઓને દરેક જગ્યાએ ટ્રેનોને જામ કરવાનો પડકાર છે. જ્યાં પ્લેટફોર્મ અને રેલવે ફાટક હોય ત્યાં જ ટ્રેનો જામ કરો. હરિયાણામાં સુરક્ષાકર્મીઓની કાર્યવાહી દરમિયાન 17-18 ખેડૂતો ઘાયલ થયા છે.
તેમણે આગળ જણાવ્યુ કે, આપણા દેશમાં 50 ટકા લોકો ખેતી સાથે સંકળાયેલા છે, તેમનો અવાજ દબાવી ન શકાય. યુનાઈટેડ કિસાન મોરચા (બિન-રાજકીય) ના સંયોજક જગજીત સિંહ આમરણાંત ઉપવાસ પર બેઠા છે. ખનૌરી બોર્ડર તેમની બગડતી તબિયત બધાને દેખાય છે પણ વડાપ્રધાનને નથી દેખાતી.
સર્વન સિંહ પંઢેરે નરેન્દ્ર મોદી સરકારના અત્યાચાર પર કહ્યું કે, આખી દુનિયાએ જોયું કે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાએ ઠંડીમાં ખેડૂતો પર શારીરિક બળ અને રાસાયણિક પાણીનો ઉપયોગ કર્યો. આ ઠંડીના વાતાવરણમાં પગપાળા કૂચ કરી રહેલા ખેડૂતો સામે ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો. અમારા સ્ટેજ પર ટીયર ગેસ ફેંકવામાં આવ્યો, શંભુ બોર્ડર પર લગભગ 10 હજાર લોકો અમને ટેકો આપવા આવ્યા હતા.












Click it and Unblock the Notifications
