ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં

ગુજરાત સરકારે જમીન સુધારણાના ભાગરૂપે આઝાદી બાદ પ્રથમવાર 'ટુકડા ધારા-1947' માં વ્યાપક ફેરફારો કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.

રાજ્ય સરકારના આ નવા સુધારા મુજબ હવે સમગ્ર ગુજરાતમાં ગ્રામીણ જમીન માટે લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે.

નવા નિયમ અનુસાર હવેથી ગ્રામીણ વિસ્તારોમાં ખેતીની જમીનના 10 ગુંઠાથી નાના ટુકડા પાડી શકાશે નહીં, જેથી ખેતીની આર્થિક વ્યવહારુતા જળવાઈ રહેશે.

રાજ્ય સરકારે વર્ષ 1948 થી અત્યાર સુધી થયેલા જમીનના ટુકડાના તમામ જૂના ભંગને કોઈપણ દંડ વગર આપોઆપ રેગ્યુલાઈઝ કરવાનો નિર્ણય લીધો છે.

અગાઉ પિયત અને બિનપિયત જમીન માટે અલગ-અલગ માપદંડો હોવાથી ખેડૂતોમાં જે ગૂંચવાડો હતો, તેનો સરકારના આ નિર્ણયથી અંત આવ્યો છે.

આ સુધારાથી હજારો ખરીદદારોના જમીન ટાઇટલ ક્લિયર થશે અને રેવન્યુ કોર્ટમાં ચાલતા લાંબા સમયના કેસોનો કાયમી નિકાલ આવવાની શક્યતા છે.

રાજ્ય સરકારે શહેરી વિકાસને પ્રાથમિકતા આપતા મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોને આ ટુકડા ધારામાંથી સંપૂર્ણપણે મુક્તિ આપી છે.

શહેરી વિસ્તારોમાં ટુકડા ધારો હટવાથી બિનખેતી (NA) અને બાંધકામની પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે તેવું સરકારનું આયોજન છે.

સેટલમેન્ટ કમિશનરની કમિટીના રિપોર્ટ બાદ લેવાયેલા આ નિર્ણયથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરશે અને જમીન વિવાદોમાં સમયનો વ્યય ઘટશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X