વૈશ્વિક ઇલેક્ટ્રિફિકેશન અને સ્ટોરેજને વેગ આપવા લંડન ડાયલોગમાં સાગર અદાણીની અપીલ

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ વૈશ્વિક ઇલેક્ટ્રિફિકેશનને વેગ આપવા અને સ્ટોરેજ સિસ્ટમ્સ સાથે સંકલિત રિન્યુએબલ એનર્જીને મોટા પાયે વધારવા માટે અપીલ કરી છે, જેમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું છે કે ઊર્જા સુરક્ષા, પોષણક્ષમતા અને ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે એનર્જી સ્ટોરેજ દ્વારા સમર્થિત ક્લીન પાવર (સ્વચ્છ ઊર્જા) આવશ્યક છે.

Sagar Adani

ઇલેક્ટ્રિફિકેશન અને સ્ટોરેજ વૈશ્વિક ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનને આગળ ધપાવે છે

લંડનની સાયન્સ મ્યુઝિયમ ખાતે 'લંડન ક્લાયમેટ એક્શન વીક' દરમિયાન ઉદ્ઘાટન કરાયેલા અદાણી ગ્રીન એનર્જી ડાયલોગમાં બોલતા સાગર અદાણીએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિફિકેશન વિશ્વના વધતા જતા ઊર્જા પડકારોનો સામનો કરવા માટેનો સૌથી અસરકારક માર્ગ બની ગયો છે. "ઊર્જા સુરક્ષા, પોષણક્ષમતા અને ટકાઉપણું એ આપણા સમયના સૌથી નિર્ણાયક પડકારો પૈકીના એક છે. ઇલેક્ટ્રિફિકેશન આ ત્રણેય પડકારોનો સામનો કરવા માટેના સૌથી અસરકારક માર્ગો તરીકે ઉભરી રહ્યું છે. સ્થિતિસ્થાપક (રેઝિલિયન્ટ) વૃદ્ધિ અને વધુ ઊર્જા નિર્ભરતા ઇચ્છતા દેશો માટે, ઇલેક્ટ્રિફિકેશનને વેગ આપવો એ હવે માત્ર એક વિકલ્પ નથી પરંતુ એક અનિવાર્યતા છે," તેમણે જણાવ્યું હતું.

એનર્જી ટ્રાન્ઝિશન્સ કમિશન (ETC) ના સહયોગથી અદાણી ગ્રીન એનર્જી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વૈશ્વિક ક્લીન એનર્જી ટ્રાન્ઝિશન (સ્વચ્છ ઊર્જા તરફના બદલાવ) ને વેગ આપવા માટે જરૂરી નીતિ, રોકાણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ચર્ચા કરવા માટે નીતિ નિર્માતાઓ, રોકાણકારો, આબોહવા નિષ્ણાતો અને ઉદ્યોગ અગ્રણીઓ એકઠા થયા હતા.

કંપનીની લાંબાગાળાની વ્યૂહરચના પર પ્રકાશ પાડતા સાગર અદાણીએ જણાવ્યું હતું કે જ્યારે રિન્યુએબલ એનર્જીને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS) અને પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ (PSPs) જેવી સ્ટોરેજ ટેક્નોલોજીઓ સાથે જોડવામાં આવે ત્યારે જ તે તેની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરે છે.

તેમણે જણાવ્યું હતું કે અદાણી ગ્રીન ૨૦૩૦ સુધીમાં ૫૦ ગીગાવોટ (GW) રિન્યુએબલ એનર્જી ક્ષમતા વિકસાવવાના તેના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે, જે ગુજરાતના ખાવડા ખાતેના વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ દ્વારા સંચાલિત છે, જ્યાં સ્વચ્છ ઊર્જા ઉત્પાદન સાથે મોટા પાયે સ્ટોરેજ સંકલિત કરવામાં આવી રહ્યું છે.

ચર્ચાઓ ઇલેક્ટ્રિફિકેશનને વેગ આપવા અને રિન્યુએબલ એનર્જી, સ્ટોરેજ સોલ્યુશન્સ અને આધુનિક વીજળી ગ્રીડમાં રોકાણો એકત્રિત કરવા પર કેન્દ્રિત હતી. સહભાગીઓએ નોંધ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), અદ્યતન ઉત્પાદન (એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ), ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા સેન્ટર્સ દ્વારા સંચાલિત વીજળીની વધતી માંગ માટે સ્થિતિસ્થાપક અને લો-કાર્બન પાવર સિસ્ટમ્સની જરૂર પડશે. તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભવિષ્યની ઊર્જા માંગને પહોંચી વળવા માટે લાંબા ગાળાની નીતિગત નિશ્ચિતતા, સતત રોકાણો અને ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ મહત્વપૂર્ણ રહેશે.

આ ડાયલોગમાં એનર્જી ટ્રાન્ઝિશન્સ કમિશનના સહ-અધ્યક્ષ લોર્ડ અડેર ટર્નર અને યુકે ક્લાયમેટ ચેન્જ કમિટીના અધક્ષ નાઇગિયલ ટોપિંગની અધ્યક્ષતામાં સત્રો યોજાયા હતા. ઓક્ટોપસ એનર્જી, સ્નેડર ઇલેક્ટ્રિક, ક્લાયમેટ બોન્ડ્સ ઇનિશિયેટિવ, ગ્રીન ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ અને અદાણી ગ્રુપના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. લોર્ડ અડેર ટર્નરે જણાવ્યું હતું કે શૂન્ય-ઉત્સર્જન (ઝીરો-એમિશન) અર્થતંત્રોના નિર્માણ તરફ મોટા પાયે ક્લીન ઇલેક્ટ્રિફિકેશન એ સૌથી મહત્વપૂર્ણ પગલું છે, જ્યારે નાઇજલ ટોપિંગે ભારપૂર્વક જણાવ્યું હતું કે હજુ પણ અશ્મિભૂત ઇંધણ (ફોસિલ ફ્યુઅલ) પર નિર્ભર એવા ક્ષેત્રોનું ઇલેક્ટ્રિફિકેશન કરવાથી વધુ આર્થિક અને આબોહવા લાભોના દ્વાર ખુલશે.

આ ચર્ચાઓ એવા સમયે આવી છે જ્યારે અદાણી ગ્રુપ રિન્યુએબલ પાવર, એનર્જી સ્ટોરેજ, ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન હાઇડ્રોજન અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ દ્વારા તેના ક્લીન એનર્જી પોર્ટફોલિયોનો વિસ્તાર કરવાનું ચાલુ રાખી રહ્યું છે. ગ્રુપે ઊર્જા સંક્રમણ (એનર્જી ટ્રાન્ઝિશન) સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૧૦૦ અબજ યુએસ ડોલરથી વધુના રોકાણની પ્રતિબદ્ધતા દર્શાવી છે, જે વૈશ્વિક સ્તરે સૌથી મોટી ખાનગી ક્ષેત્રની પ્રતિબદ્ધતાઓ પૈકીની એક છે.

આ સપ્તાહની શરૂઆતમાં, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પણ ભારતની લાંબા ગાળાની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે રિન્યુએબલ એનર્જી અને સ્ટોરેજ પ્રોજેક્ટ્સ પૂરક બને તે રીતે ૧૦ ગીગાવોટ (GW) સુધીની પરમાણુ ઊર્જા (ન્યુક્લિયર પાવર) ક્ષમતા વિકસાવવાની યોજનાની જાહેરાત કરી હતી.

આ કાર્યક્રમનું સમાપન લંડનના સાયન્સ મ્યુઝિયમમાં આવેલી 'એનર્જી રિવોલ્યુશન: ધ અદાણી ગ્રીન એનર્જી ગેલેરી'ની મુલાકાત સાથે થયું હતું. અદાણી ગ્રીન એનર્જી દ્વારા સમર્થિત આ ઇન્ટરેક્ટિવ ગેલેરી લો-કાર્બન ઊર્જા તરફના વૈશ્વિક બદલાવને ચલાવતી ટેક્નોલોજીઓનું પ્રદર્શન કરે છે અને માર્ચ ૨૦૨૪માં ખુલ્યા પછી ૧૦ લાખથી વધુ મુલાકાતીઓનું સ્વાગત કરી ચૂકી છે.

આ કાર્યક્રમે આબોહવાલક્ષી પગલાંને વેગ આપવા, નીતિગત નવીનતાને પ્રોત્સાહન આપવા અને સ્વચ્છ ઊર્જા તરફના વૈશ્વિક સંક્રમણ માટે જરૂરી રોકાણો એકત્રિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગના વધતા મહત્વ પર ભાર મૂક્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X