Gujarat bij nigam : ગુજરાત બીજ નિગમ દ્વારા 2024-25માં 3.68 લાખ ક્વિન્ટલ પ્રમાણિત બિયારણનું ઉત્પાદન કરાયુ

Gujarat bij nigam : ખેતીમાં સારા પાક માટે ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણનું ખૂબ જ મહત્વ છે. જે રીતે કોઈ વાનગી બનાવવામાં ઉત્તમ સામગ્રી જરૂરી છે તેવી જ રીતે ખેતીમાં પણ શ્રેષ્ઠ બીજ જમીન, પાણી, અને ખેડૂતોની મહેનતને સાર્થક બનાવે છે.

આ જ ઉદ્દેશ સાથે ગુજરાત રાજ્ય બીજ નિગમ (Gujarat State Seed Corporation) ખેડૂતોને પ્રમાણિત અને ગુણવત્તાયુક્ત બિયારણ ઉપલબ્ધ કરાવી રહ્યું છે, જેનાથી તેમની આવક વધી રહી છે.

Gujarat bij nigam

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ગુજરાત બીજ નિગમ છેલ્લા બે વર્ષમાં બિયારણના ઉત્પાદન અને વેચાણમાં સતત વધારો કરી રહ્યું છે.

વર્ષ ૨૦૨૨-૨૩માં ૨.૩૮ લાખ ક્વિન્ટલ બિયારણનું ઉત્પાદન થયું હતું, જે વધીને ૨૦૨૪-૨૫માં ૩.૬૮ લાખ ક્વિન્ટલ થયું. આ માત્ર બે વર્ષમાં ૧.૩૦ લાખ ક્વિન્ટલનો વધારો દર્શાવે છે.

તેવી જ રીતે ૨૦૨૨-૨૩માં ૨.૪૯ લાખ ક્વિન્ટલ બિયારણનું વેચાણ થયું હતું, જે ૨૦૨૪-૨૫માં વધીને ૨.૯૭ લાખ ક્વિન્ટલ થયું છે.

નિગમ દ્વારા ઘઉં, ડાંગર, મગફળી, એરંડા, સોયાબીન, ચણા, મગ અને જીરું સહિત ૨૪ મુખ્ય પાકોની ૧૨૫થી વધુ જાતોનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે છે. વર્તમાન આયોજન મુજબ ૨૦૨૫-૨૬માં ૩.૭૫ લાખ ક્વિન્ટલ અને વર્ષ ૨૦૩૦ સુધીમાં વાર્ષિક ૪ લાખ ક્વિન્ટલથી વધુ બીજ વિતરણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ગુજરાત બીજ નિગમ ખેડૂતો સુધી ગુણવત્તાયુક્ત બિયારણ પહોંચાડવા માટે એક મજબૂત વ્યવસ્થા ગોઠવી છે.

બીજ નિગમ દ્વારા પ્રગતિશીલ ખેડૂતો સાથે મળીને બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરાય છે. વાવણીથી લઈને સંગ્રહ સુધી દરેક તબક્કે વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ કરવામાં આવે છે. ઉત્પન્ન થયેલ બિયારણની આનુવંશિક શુદ્ધતા, ભૌતિક શુદ્ધતા, અને અંકુરણ ક્ષમતાની ખાતરી માટે પ્રમાણન એજન્સી દ્વારા તેનું સર્ટિફિકેશન પણ કરવામાં આવે છે.

બીજ નિગમ પાસે ૧,૨૮૯ અધિકૃત વિક્રેતાઓનું વિશાળ નેટવર્ક છે. જેમાં ૪૦૧ સહકારી સંસ્થાઓ, ૩૬૭ કૃષિ-ક્લિનિક્સ અને ૫૨૧ ખાનગી સંસ્થાઓનો સમાવેશ થાય છે. આનાથી રાજ્યના અંતરિયાળ ગામડાઓમાં પણ ખેડૂતોને સરળતાથી અને વાજબી ભાવે બિયારણ મળી રહે છે.

નિગમ કૃષિ યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ દ્વારા વિકસિત નવી જાતોના બીજ ઉત્પાદનને પ્રાધાન્ય આપે છે. આનાથી નવી અને વધુ ઉપજ આપતી જાતો ઝડપથી ખેડૂતો સુધી પહોંચે છે, જેના પરિણામે સમગ્ર કૃષિ ઉત્પાદકતામાં સુધારો થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X