Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઘઉંની ખેતી કરતા ખેડૂતો માટે માઠા સમાચાર, સરકારે ભાવ કાબુમાં લેવા મોટુ પગલુ ભર્યુ

એક તરફ ખેડૂતો તેમના પાકોના પુરા ભાવ ન મળતા હોવાની ફરિયાદો ઉઠાવી રહ્યા છે ત્યારે હવે સરકારે ઘઉંના ખેડૂતોને માઠા સમાચાર આપ્યા છે.

અહેવાલો અનુસાર, સરકારે મોંઘવારી ઘટાડવાના દાવા સાથે વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ, છૂટક વિક્રેતાઓ, મોટી રિટેલ ચેઇનના છૂટક વિક્રેતાઓ અને પ્રોસેસર્સ માટે ઘઉંના સ્ટોક મર્યાદામાં સુધારો કર્યો છે.

wheat

વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓ માટેની મર્યાદા 1000 મેટ્રિક ટનથી ઘટાડીને 500 મેટ્રિક ટન કરવામાં આવી છે. એટલે કે 50 ટકાનો ઘટાડો કરાયો છે.

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે કહ્યું છે કે, કિંમતોને નિયંત્રિત કરવા અને ગ્રાહકોને સરળતાથી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ઘઉંના સ્ટોકની સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. સંગ્રહખોરી અને સટ્ટાબાજીને રોકવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઘઉંનો સંગ્રહ કરતી તમામ સંસ્થાઓએ ઘઉંના સ્ટોક લિમિટ પોર્ટલ https://evegoils.nic.in/wsp/login પર નોંધણી કરાવવી અને દર શુક્રવારે સ્ટોકની સ્થિતિ અપડેટ કરવા આદેશ કરાયા છે.

પોર્ટલ પર નોંધાયેલ અથવા સ્ટોક મર્યાદાનું ઉલ્લંઘન કરતી કોઈપણ એન્ટિટી વિરૂદ્ધ એસેન્શિયલ કોમોડિટી એક્ટ 1955ની કલમ 6 અને 7 હેઠળ તેની સામે યોગ્ય શિક્ષાત્મક પગલાં લેવાશે.

જો આ સંસ્થાઓ પાસેનો સ્ટોક ઉપર દર્શાવેલ મર્યાદા કરતાં વધી ગયો હોય તો તેમણે નોટિફિકેશન જારી થયાના 30 દિવસની અંદર નિયત સ્ટોક મર્યાદામાં લાવવાનો રહેશે.

સ્ટોક મર્યાદામાં આ ફેરફારો કરાયા

  • દેશમાં ઘઉંની કૃત્રિમ અછત સર્જાય નહીં તેની ખાતરી કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોના અધિકારીઓ આ સ્ટોક મર્યાદાના અમલીકરણ પર નજીકથી નજર રાખશે.
  • અગાઉ વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓ માટે સ્ટોક મર્યાદા 1000 મેટ્રિક ટન હતી, જે હવે ઘટાડીને 500 મેટ્રિક ટન કરવામાં આવી છે.
  • અગાઉ પણ રિટેલ આઉટલેટ્સ માટે સ્ટોક મર્યાદા 5 મેટ્રિક ટન હતી અને હવે તે જ મર્યાદા જાળવી રાખવામાં આવી છે. મોટા પ્રોસેસરો માટે, માસિક સ્થાપિત ક્ષમતાના 70 ટકાને બદલે 60 ટકાની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
  • મોટા ચેઇન રિટેલર્સના દરેક આઉટલેટ માટે 5 મેટ્રિક ટનની મર્યાદા પહેલાની જેમ જ રહેશે. પરંતુ હવે તેમના તમામ ડેપો પર મર્યાદા 1000 મેટ્રિક ટનને બદલે 500 મેટ્રિક ટન રહેશે.

મંત્રાલયે કહ્યું છે કે ઘઉં અને લોટની મોંઘવારી ઘટાડવા માટે સરકારે ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ ઘણાં પગલાં લીધાં છે. FCI દ્વારા રાહતદરે 101.5 લાખ મેટ્રિક ટન ઘઉંની હરાજી કરવામાં આવી રહી છે.

આ માટે પ્રતિ ક્વિન્ટલ માત્ર 2150 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. જરૂરિયાતના આધારે જાન્યુઆરી-માર્ચ 2024 દરમિયાન OMSS હેઠળ વધારાના 25 LMT લોન્ચ કરી શકાય છે. અત્યાર સુધીમાં 80.04 LMT ઘઉં FCI દ્વારા સાપ્તાહિક ઈ-ઓક્શન દ્વારા પ્રોસેસર્સને વેચવામાં આવ્યા છે.

સરકારનો દાવો છે કે, આનાથી ખુલ્લા બજારમાં સસ્તા ભાવે ઘઉંની ઉપલબ્ધતા વધી છે, જેનો દેશભરના સામાન્ય ગ્રાહકોને ફાયદો થયો છે.

ભારત આટ્ટા બ્રાન્ડ કેન્દ્રીય સહકારી સંસ્થાઓ જેમ કે FCI, NAFED, NCCF અને કેન્દ્રીય ભંડારને લોટ પ્રોસેસિંગ અને તેમના આઉટલેટ્સ દ્વારા માત્ર 27.50 પ્રતિ કિલોના રાહત ભાવે વેચવામાં આવી રહ્યા છે.

આ એજન્સીઓને 7.5 લાખ મેટ્રિક ટન ઘઉંને લોટમાં રૂપાંતરિત કરવા અને તેને ભારત આટ્ટા બ્રાન્ડ હેઠળ વેચવા માટે ફાળવવામાં આવ્યા છે. પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા NAFED, NCCF અને કેન્દ્રીય અનામતની ફાળવણીની સમય સમય પર સમીક્ષા કરવામાં આવી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X