Indoor Saffron Farming : સાહસિકો માટે ઈન્ડોર કેસરની ખેતીમાં મોટી તક, જાણો ખર્ચ, ઉત્પાદન સહિક જરૂરી તમામ માહિતી
Indoor Saffron Farming : દુનિયામાં જેમ જેેમ ટેકનોલોજી વિકસી રહી છે તેમ તેમ ખેતીમાં પણ મોટા ફેરફાર થઈ રહ્યાં છે. આ ક્રમમાં જ ઘણા એવા પાકો પણ છે જે હવે ગમે ત્યાં લેવાતા થયા છે.
આવો જ એક પાક કાશ્મીરી કેસરનો છે. એક સમયે કહેવાતું હતું કે કેસરની ખેતી કાશ્મીરના કેટલાક ચોક્કસ વિસ્તારમાં જ થાય છે. જો કે હવે એવુ નથી. તમે પણ કેસરની ખેતી કરીને કરોડોની કમાણી કરી શકો છે.

ઈન્ડોર કેસરની ખેતી
ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે નવા અને આધુનિક ઉદ્યોગો વિકસિત થઈ રહ્યા છે તેમાં હાલ ઈન્ડોર કેસરની ખેતી (Indoor Saffron Farming) ખેડૂતો અને ઉદ્યોગકારો માટે એક નવી તક બની રહી છે.
કેસરને સામાન્ય રીતે કાશ્મીરમાં ઉગાડવામાં આવે છે પરંતુ હવે કંટ્રોલ્ડ એન્વાયર્નમેન્ટ એગ્રીકલ્ચર (CEA) ટેકનીક દ્વારા ગુજરાતમાં પણ ઉગાડી શકાય છે.
ઈન્ડોર કેસર ખેતી માટે જરૂરી વસ્તુઓ મહત્વ

આબોહવા પર નિયંત્રણ
કેસર માટે ઠંડી અને વિશેષ વાતાવરણ જરૂરી હોય છે, જે ઈન્ડોર ટેકનિક દ્વારા નિર્માણ કરી શકાય છે.
ઉચ્ચ ગુણવત્તા
ઇન્ડોર ખેતીમાં પ્રાકૃતિક તત્વો અને પેસ્ટી સાઇડસની અસર ઓછા હોવાથી વધુ શુદ્ધ કેસર ઉગાડી શકાય છે.
ભાવ અને નફાકારકતા
કેસર દુનિયાભરમાં મોંઘા ભાવે વેચાય છે, જે ગુજરાતના ખેડૂતો માટે વધુ આવકની તકો ઉભી કરે છે.
ન્યૂટ્રિશન અને આયુર્વેદમાં મહત્વ
કેસરનો ઉપયોગ ફૂડ, કોસ્મેટિક, અને આયુર્વેદમાં થાય છે, તેથી આ ક્ષેત્રમાં નવી ઉદ્યોગ સંભાવનાઓ પણ ઊભી કરે છે.
ઈન્ડોર કેસરની ખેતીમાં કેટલો ખર્ચ આવે?
ઇન્ડોર કેસર ખેતી માટે શરુઆતમાં 10 લાખથી 15 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવી શકે છે, જેમાં લાઈટિંગ, હ્યુમિડિટી કંટ્રોલ સિસ્ટમ, અને હાઇડ્રોપોનિક ટેકનિકનો સમાવેશ થાય છે.
જો મોટા સ્કેલ પર પ્રોજેક્ટ થાય તો 20-25 લાખ સુધીનો રોકાણ જરૂરી છે.
કેટલું ઉત્પાદન લઈ શકાય?
1,000 સ્ક્વેર ફૂટ ક્ષેત્રફળમાં આશરે 1 થી 1.5 કિલો કેસરનું ઉત્પાદન થઈ શકાય છે. ઉત્પાદનની માત્રા મેટોડ અને ટેકનીક પર આધાર રાખે છે, જો હાઈ-ટેક પદ્ધતિઓ અપનાવવામાં આવે તો વધુ ઉત્પાદન પણ મેળવી શકાય છે.
એક કિલો કેસરનો બજાર ભાવ આશરે 2.5થી 3 લાખ રૂપિયા પ્રતિ કિલો હોઈ શકે છે, જે ખેડૂતો માટે આકર્ષક નફો આપી શકે છે.

ઈન્ડોર કેસરની ખેતી માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર
- Hydroponic અને Aeroponic પદ્ધતિ - માટી વગર પાણી અને હવા દ્વારા પોષક તત્વો આપીને કેસર ઉગાડી શકાય છે.
- LED લાઈટ્સ અને હ્યુમિડિટી કંટ્રોલ - કેસરના છોડને જરુરિયાત મુજબ પ્રકાશ અને ભેજ પૂરું પાડી શકાય છે.
- રૂમ અથવા ગ્રીનહાઉસમાં ઉગાડવું - નાની જગ્યામાં પણ ઉચ્ચ ઉત્પાદન મેળવી શકાય છે.
- ઉચ્ચ ગુણવત્તાના બલ્બ્સ - કેસર માટે શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ક્રોકસ સટિવસ બલ્બ્સ જરૂરી છે.
ગુજરાતમાં ઈન્ડોર કેસર ખેતી દ્વારા કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ આવી રહી છે. જો તમે કૃષિ ઉદ્યોગમાં નવી તક શોધી રહ્યાં છો તો તમે પણ આ ખેતીથી સારૂ ઉત્પાદન લઈ શકો છો












Click it and Unblock the Notifications
