Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Oil palm farming : ગુજરાતમાં ઓઈલ પામની ખેતીનો વધતો વ્યાપ, વાવેતર 5 હજાર હેક્ટરને પાર

Oil palm farming : ભારતમાં વધતી જતી ખાદ્ય તેલની માંગને પહોંચી વળવા અને વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટાડવા કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૧માં નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ-ઓઈલ પામ (NMEO-OP)ની શરૂઆત કરી હતી.

આ મિશનનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક સ્તરે ખાદ્ય તેલનું ઉત્પાદન વધારવાનો અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાનો છે. ગુજરાત આ મિશનના અમલીકરણમાં એક અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે.

Oil palm farming

ઓઈલ પામ સોનેરી પામ તરીકે પણ ઓળખાય છે અને અન્ય તેલીબિયાં પાકોની સરખામણીએ પ્રતિ હેક્ટર સૌથી વધુ તેલનું ઉત્પાદન આપે છે. આ કારણે ઓઈલ પામની ખેતીને પ્રોત્સાહન આપવા માટે NMEO-OP હેઠળ ગુજરાતના ૧૮ જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે.

છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાતના ખેડૂતોએ અંદાજે 8 હજાર હેક્ટર વિસ્તારમાં ઓઈલ પામનું વાવેતર કર્યું છે. આ પ્રયાસોના પરિણામે ગુજરાત વાર્ષિક 1 હજાર મેટ્રિક ટનથી વધુ પામ ઓઈલનું ઉત્પાદન કરીને દેશમાં સાતમા ક્રમે પહોંચ્યું છે.

સરકારી સહાય અને પ્રોત્સાહન
ઓઈલ પામની ખેતીને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને અનેક પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે.

  • રોપા સહાય : સ્વદેશી રોપાઓ માટે પ્રતિ હેક્ટર ૨૦,૦૦૦ અને આયાત કરેલા રોપાઓ માટે ૨૯,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.
  • માવજત અને આંતરપાક સહાય : વાવેતર પછી ૪ વર્ષ સુધી પાકની માવજત અને આંતરપાક માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર ૪૨,૦૦૦ ની સહાય મળે છે.
  • પાણીની સુવિધા : બોરવેલ અથવા પંપ સેટ માટે ખર્ચના ૫૦% અથવા વધુમાં વધુ ૫૦,૦૦૦ સુધીની સહાય મળે છે.
  • ખેતીના સાધનો : લણણી અને અન્ય ખેતીના સાધનો જેવા કે કટર, ટ્રેક્ટર, અને ટ્રોલી માટે પણ નોંધપાત્ર સહાય આપવામાં આવે છે.
  • તાલીમ અને માર્ગદર્શન : બાગાયત વિભાગ અને ખાનગી કંપનીઓના સહયોગથી ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિઓ, રોગ-જીવાત નિયંત્રણ, અને લણણી અંગે તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.

ઓઈલ પામનું વૃક્ષ એકવાર વાવ્યા પછી લગભગ ૩૦ વર્ષ સુધી ફળ આપે છે, જે ખેડૂતોને લાંબા ગાળા સુધી નિયમિત આવકનો સ્ત્રોત પૂરો પાડે છે.

આ ઉપરાંત ઉત્પાદિત ઓઈલ પામ (FFB - Fresh Fruit Bunches)ની ખરીદી ઓઈલ પામ સાથે સંકળાયેલી કંપનીઓ દ્વારા બાય-બેક ગેરંટી સાથે કરવામાં આવે છે, જેનાથી ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો આંતરરાષ્ટ્રીય બજાર મુજબ મળે છે.

પામ ઓઈલનો ઉપયોગ માત્ર ખાદ્ય તેલ તરીકે જ નહીં પરંતુ બાયોફ્યુઅલ, દવાઓ, સાબુ, શેમ્પૂ અને અન્ય સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનમાં પણ થાય છે. આ બહુવિધ ઉપયોગોને કારણે તેની માંગ હંમેશા રહે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X