PM Dhan Dhanya Krishi Yojana : કેન્દ્ર સરકારે PM ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી
PM Dhan Dhanya Krishi Yojana : કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્રિય કેબિનેટે પીએમ ધન-ધન્ય કૃષિ યોજના (PM Dhan Dhanya Krishi Yojana)ને મંજુરી આપી છે.
આ યોજના માટે દર વર્ષે અંદાજે ₹24,000 કરોડનો ખર્ચ થશે અને તે આગામી 6 વર્ષ સુધી અમલમાં રહેશે.

આ યોજના અંતર્ગત 36 વિવિધ કૃષિ યોજનાને એકઠી કરીને અમલમાં લાવવામાં આવશે, જેને કારણે ખેડૂતોને સીધો અને અસરકારક લાભ મળશે.
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ યોજના અંતર્ગત 1.7 કરોડ ખેડૂત પરિવારોને લાભ મળશે, ખાસ કરીને એવા ખેડૂતોને જે હજુ પણ ઓછા ઉત્પાદન સાથે ઝઝુમે છે.
પીએમ ધન ધન્ય કૃષિ યોજનાની મુખ્ય બાબતો
- 100 જિલ્લાઓને આવરી લેશે જેમને ખેતીમાં વધુ આધારની જરૂર છે.
- પાક પછીના સંગ્રહ અને ભંડાર સુવિધાઓમાં વધારો થશે.
- સિંચાઈ પ્રણાલીમાં સુધારો કરીને પાણીનો વધુ કાર્યક્ષમ ઉપયોગ
- કૃષિ ઉત્પાદકતામાં વધારો અને ખેડૂત આવકમાં વૃદ્ધિ.
- ખેતીનું આધુનિકીકરણ અને નવી ટેકનોલોજીનો સમાવેશ.
આ યોજનાની જાહેરાત વર્ષ 2025ના બજેટ દરમિયાન કરવામાં આવી હતી. તેના અમલથી ખેડૂતોને ઉત્પાદન વધારવા, પાક ભંડારણને ટેકો અને વધુ આવક મેળવવામાં સહાય મળશે.












Click it and Unblock the Notifications
