શ્રાદ્ધમાં પિતૃઓને ખુશ કરવા રાખો આ વાતોનું ધ્યાન

Posted By:
Subscribe to Oneindia News

પિતૃને પ્રસન્ન કરવા અને તેમનો આશિર્વાદ મેળવવા માટે વર્ષના 16 દિવસ શ્રાદ્ધપક્ષ તરીકે ઉજવાય છે. શ્રાદ્ધપક્ષ ભાદરવા વદ એકમથી અમાસ સુધી 15 દિવસ હોય છે અને તેમાં પૂનમના શ્રાદ્ધ માટે ભાદ્રપદ શુક્લ પૂર્ણિમાનો પણ સમાવેશ કરવામા આવે છે, આ રીતે શ્રાદ્ધ પક્ષ કુલ 16 દિવસનો હોય છે. આ 16 દિવસ ધરતી પર રહેતા મનુષ્યો પોતાના મૃત પરિજનો એટલે કે પિતૃઓ માટે પિંડદાન, તર્પણ, બ્રાહ્મણ ભોજ, ગરીબોને દાન વગેરે જેવા કર્મો કરે છે જેથી પિતૃઓ ખુશ થઈ તેમને આશિર્વાદ આપે છે. શ્રાદ્ધપક્ષમાં પિંડદાન, તર્પણ વગેરે યોગ્ય અને જાણકાર કર્મકાંડી પંડિતથી જ કરાવવું જોઈએ, ઉપરાંત તમારે પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ઘણી વાતો એવી છે કે જેનાથી પિતૃઓ નારાજ થઈ શકે છે, પરિણામે શાસ્ત્રોમાં શ્રાદ્ધ દરમિયાન કેટલીક વાતોનું ધ્યાન રાખવાનું હોય છે. આ વાતો કઈ હોય છે જે અંગે આજે અમે તમને જણાવીશું.

પિતૃઓના શ્રાદ્ધમાં દૂઘ, દહીં, ઘી

પિતૃઓના શ્રાદ્ધમાં દૂઘ, દહીં, ઘી

દૂઘ, દહીં, ઘી ગાયનું લેવું: મૃત પરિજનોના શ્રાદ્ધમાં દૂઘ, દહીં, ઘીનો ઉપયોગ કરવામાં આવે છે પણ એ વાતનું ધ્યાન રાખવું કે આ દૂઘ, ઘી, દહીં ગાયના દૂધનું હોવું જોઈએ. તે પણ એવી ગાયનું હોવું જોઈએ જેણે હાલ જ બચ્ચાને જન્મ આપ્યો હોય અને તે ગાયનું બચ્ચુ ઓછામાં ઓછુ 10 દિવસનું હોય.

ચાંદીના વાસણોમાં ભોજન: શાસ્ત્રોમાં ચાંદીને શ્રેષ્ઠ ધાતુ માનવામાં આવે છે. શ્રાદ્ધમાં બ્રાહ્મણોને ભોજન ચાંદીના વાસણોમાં કરાવવું જોઈએ. ચાંદી પવિત્ર અને શુદ્ધ છે. જેમાં તમામ દોષો અને નકારાત્મક શક્તિઓને ખતમ કરવાની તાકાત હોય છે. પિતૃઓને પણ ચાંદીના વાસણમાં ભોજન પરોસવામાં આવે તો તેઓ પણ સંતુષ્ટ થાય છે.

હાથથી ભોજન પિરસો: બ્રાહ્મણોને ભોજન બંને હાથોથી પિરસવું જોઈએ. એક હાથેથી ભોજન પરોસવું. એક હાથથી ભોજન પિરસવાથી તે ખરાબ શક્તિઓને પ્રાપ્ત થાય છે અને પિતૃઓ તેને ગ્રહણ કરી શકતા નથી.

શાસ્ત્રોના નિયમ પ્રમાણે

શાસ્ત્રોના નિયમ પ્રમાણે

બ્રાહ્મણ ભોજન કરે: બ્રાહ્મણોને ભોજન કરાવતી વખતે એકદમ શાંત ચિત્ત થઈ ભોજન ગ્રહણ કરવું જોઈએ. ભોજન કરતી વખતે વચ્ચે વચ્ચે બોલવું નહિં અને ભોજનના સારુ છે, કે ખરાબ તે અંગે કંઈ જ કહેવું નહિં. તેની પાછળનું કારણ એ છે કે બ્રાહ્મણો દ્વારા જ ભોજનનો અંશ ગ્રહણ કરે છે અને આ દરમિયાન તેમણે બિલકુલ શાંતિ રાખવીં.

શ્રાદ્ધ ક્યારે કરશો: શાસ્ત્રોના નિયમ પ્રમાણે શ્રાદ્ધ પરિજનની મૃત્યુ તિથિ અને ચતુર્દશીના દિવસે જ કરવું જોઈએ. બે દિવસ શ્રાદ્ધ કરવાથી પિતૃઓ સંતુષ્ટ રહે છે. શ્રાદ્ધ માત્ર પરિજનો સાથે જ કરવું જોઈએ. તેમાં પંડિતને છોડી બહારનું કોઈ વ્યક્તિ હાજર ન હોવું જોઈએ.

જવ, તલનું મહત્વ

જવ, તલનું મહત્વ

બ્રાહ્મણોને ભોજન શા માટે : શાસ્ત્રોમાં બ્રાહ્મણોને ધરતીના મનુષ્ય અને પિતૃલોકમાં રહેતા પરિજનોની વચ્ચેનો સેતુ કહેવાય છે, પરિણામે બ્રાહ્મણોને કરાવામાં આવેલા ભોજનનો અંશ સીધો પિતૃઓનો પ્રાપ્ત હોય છે. વિના બ્રાહ્મણ ભોજન પિતૃઓને અન્ન, જળ પ્રાપ્ત થતુ નથી.

જવ, તલનું મહત્વ: શ્રાદ્ધ પૂજા દરમિયાન પિંડ બનાવવામાં જવ અને તલનો ઉપયોગ કરવો જોઈએ. જવ, તલ પિતૃઓને પસંદ હોય છે. કુશનો ઉપયોગ પણ શ્રાદ્ધ પૂજામાં થાય છે. આ ક્ષણે વસ્તુઓ અત્યંત પવિત્ર મનાય છે અને ખરાબ શક્તિઓને દૂર કરે છે.

નદી કિનારે શ્રાદ્ધ કેમ?

નદી કિનારે શ્રાદ્ધ કેમ?

નદી કિનારે જ શ્રાદ્ધ કરવું:આપણે હંમેશા જોઈએ છીએ કે શ્રાદ્ધ કર્મ, નદી, તળાવ કિનારે કરવામાં આવે છે. તેનું કારણ એ છે કે શ્રાદ્ધ એવી જગ્યાએ કરવું જોઈએ જે કોઈના આધિપત્યમાં ન હોય. નદીઓ અને તળાવ કોઈના હોતા નથી ત્યાં જ શ્રાદ્ધ કર્મ કરી તેના જ જળથી પિતૃઓનું તર્પણ કરવું.

આ બાબતો શામેલ કરો : પોતાના મૃત પરિજનોના શ્રાદ્ધમાં બહેન, તેમના પતિ અને બાળકો એટલે કે ભત્રીજા-ભત્રીજીને જરૂર બોલાવવા. જો તેઓ શહેરમાં નથી, દૂર હોય તો વાત અલગ છે, પણ શહેરમાં હોય તો જરૂર આમંત્રણ આપવું.

શ્રાદ્ધમાં આમનું પણ ધ્યાન રાખો

શ્રાદ્ધમાં આમનું પણ ધ્યાન રાખો

નિશક્તો, ગરીબોને ભોજન કરાવો : શ્રાદ્ધ કરતી વખતે કોઈ ભિખારી તમારા દરવાજે આવે તો તેને ભોજન કરાવો, શ્રાદ્ધ પૂજા બાદ ગરીબો, નિશક્તોને ભોજન કરાવવું જોઈએ.

શું જમાડશો: શ્રાદ્ધમાં ખીર સૌથી જરૂરી ખાદ્ય પદાર્થ છે. ખીર ઉપરાંત જે મૃત પરિજનનું શ્રાદ્ધ કરવામાં આવી રહ્યુ છે તેમની પસંદગીની વસ્તુ પણ બનાવવી.

પ્રાણીઓનો હિસ્સો: બ્રાહ્મણો ઉપરાંત દેવો, ગાય, કુતરા, કાગડા, કીડીનો પણ ભોજનમાં હિસ્સો હોવો જોઈએ. શ્રાદ્ધ દરમિયાન બ્રાહ્મણોને યથાશક્તિ દાન-દશ્રિણા વસ્ત્ર દાનમાં આપો.

English summary
Pitru Paksha or Pitri paksha, is a 16–lunar day period in Hindu calendar when Hindus pay homage to their ancestor (Pitrs), especially through food offerings.here is important facts about it

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.