Love Horoscope 2018: મેષ રાશિનું પ્રેમનું ભવિષ્યફળ 2018

ગયા વર્ષની સરખામણીએ આ રાશિના જાતકોની લવ-લાઈફ ઘણી સારી વિતશે.

મેષ રાશિના જાતકો માટે 2018નું વર્ષ પ્રેમમાં તકરાર તરફ ઈશારો કરી રહ્યુ છે. જો કે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ તકરાર પણ ખૂબ મીઠી રહેશે. તેનાથી તમારી વચ્ચે પ્રેમ વધશે. વર્ષની શરૂઆતમાં તમારા સિતારા બંનેને નજીક આવવાની તક આપશે. શક્ય છે કે તમે બંને આ વર્ષે કોઈ લાંબી રોમેંટિક યાત્રાએ જશો. જો કે આ પહેલા તમારી તકરાર પતી ગઈ હશે અને તે તમારા બંને વચ્ચે આવેલા અંતરને ઓછું કરવાનું કામ કરશે. તમારો જીવનસાથી તમારા કારોબારમાં ખભેથી ખભો મિલાવીને ચાલશે જેથી તમારી આવક બમણી થશે. આ વર્ષે તમે ઘણા નવા મિત્રો પણ બનાવશો.

દંપતિ વચ્ચે વિવાદ

દંપતિ વચ્ચે વિવાદ

મેષ રાશિના જાતકો નવા વર્ષે પોતાના સંબંધની ગંભીરતાને સમજે. કોઈ પણ એવું કામ ન કરો કે જેનાથી તમારા સંબંધને નુકશાન થાય. દંપતિઓ માટે આ વર્ષ થોડુ મુશ્કેલ રહેશે, કારણ કે નવા વર્ષે તમારા અને તમારા પાર્ટનરની વચ્ચે કોઈ વિવાદ થઈ શકે છે.

ભાષા પર નિયંત્રણ

ભાષા પર નિયંત્રણ

એવા સમયે ખાસ કરીને તમારી ભાષા પર નિયંત્રણ રાખજો. જેથી તમારી બગડતી સ્થિતિને કાબૂમાં કરી શકાશે. તમારા પાર્ટનરને શંકાથી જોશો નહિં, અને તમે પોતે પણ બીજે મન લગાવવાથી બચજો નહિંતર આ સંબંધ તમારા હાથમાંથી સરકી જશે. ખાસ કરીને મે થી ડિસેમ્બર તમારા માટે મુશ્કેલીભર્યો રહેશે. તેનું એક જ સમાધાન છે કે તમે તમારા સંબંધની કદર કરો, પાર્ટનરને સમય આપો અને તેને પૂરતો પ્રેમ આપો.

મનની વાત જણાવો

મનની વાત જણાવો

આ વર્ષે પાર્ટનરને આંખ અને પેટ સાથે જોડાયેલી આરોગ્યની તકલિફો રહેશે. જેથી તેમની સાથે નરમ વલણ દાખવજો. જે યુવાઓના મનમાં હજુ પ્રેમની કળી ફૂંટી છે તેમની કળી ખીલવાનો આ સમય છે. જો તમે તમારુ મન કોઈને દઈ બેઠા છો અને હજુ પ્રેમનો એકરાર કર્યો નથી તો તમારા માટે સમય પાકી ગયો છે. નિશ્ચિત થઈ તમારા મનની વાત જણાવી દો. તમારા ગ્રહો તમારા પક્ષે છે.

લગ્નનું સ્વપ્ન સાકાર

લગ્નનું સ્વપ્ન સાકાર

જે જાતકો લગ્નનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેઓ મોડું કરશો નહિં. તમારો પ્રેમી કે પ્રેમિકા પ્રપોઝલ માટે તૈયાર છે. તમારી માટે માર્ચથી મે નો સમય ખુશીઓથી ભરેલો રહેશે. એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે, લગ્ન કરતા પહેલા કુંડળી મેળવી લેજો. મેષ રાશિના પ્રેમીઓ પોતાના સંબંધને લઈ સાવધાન રહે. એવું કંઈ ન કરે કે તેમનું મન તૂટી જાય.

ઈગો ક્લેશ

ઈગો ક્લેશ

તમારી કુંડળીમાં ઈગો ક્લેશનો ઈશારો મળી રહ્યો છે. જેથી સારુ રહેશે કે, તમે અહંકારને કાબૂમાં રાખો અને તમારા સાથીને પૂરતો સ્પેસ આપો. તેમને અહેસાસ કરાવો કે તે તમારા માટે કેટલા મહત્વના છે. જો તમારા અહંકાર પર નિયંત્રણ રાખવામાં નિષ્ફળ રહેશો તો તમે તમારા પાર્ટનરને ખોઈ બેસશો.

મીઠી દસ્તક

મીઠી દસ્તક

મેષ રાશિના યુવાઓ જેઓ પ્રેમના અહેસાસથી વંચિત રહી ગયા છે તેમની માટે સુખ ભર્યા દિવસો આવવાના છે. તમારા મનના દરવાજા ખુલ્લા રાખો, કારણ કે જલ્દી જ તેના પર કોઈ દસ્તક દેવાનું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X