Astrology News : વર્ષ 2025 સુધી ત્રણ રાશિ પર થશે પૈસાનો વરસાદ, થશે તમામ સપના સાકાર
Astrology News : વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યું હતું કે, તમામ ગ્રહોનો પ્રભાવ દરેક વ્યક્તિના જીવન પર ચોક્કસથી પડે છે. ગ્રહોના પ્રભાવના કારણે જ વ્યક્તિના જીવનમાં સુખ અને સમસ્યાઓ બંને આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર એક ગ્રહ વ્યક્તિની કુંડળીમાં શુભ અને અશુભ ભાવોમાં બિરાજમાન થાય છે.
ગ્રહોની શુભ અને અશુભ ચાલની અસર વ્યક્તિના જીવન પર પડે છે. જ્યોતિષમાં શનિનું વિશેષ મહત્વ છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ ગ્રહ શુભ સ્થાનમાં બેઠો હોય, તો તે વ્યક્તિને પદથી રાજા બનાવે છે.

બીજી તરફ જો કુંડળીમાં શનિદોષ અથવા શનિ અશુભ ઘરમાં હોય, તો વ્યક્તિના જીવનમાં દરેક પ્રકારની પરેશાનીઓ આવે છે. બધા ગ્રહોમાં શનિ સૌથી ધીમી ગતિનો ગ્રહ છે, જેના કારણે તેની અસર શુભ અને અશુભ બંને રીતે લાંબા સમય સુધી રહે છે.
શનિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરતા અઢી વર્ષ લાગે છે. આ દરમિયાનગાળાને શનિની સાડાસાતીનો સમયગાળો છે. આ સમય દરમિયાન ઘણી રાશિઓના જાતકો પર સાડા સાતીની અસર થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં શનિએ પોતાની રાશિ બદલી હતી. 17 જાન્યુઆરી, 2023ના રોજ શનિદેવે કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ 17 જૂન, 2023ના રોજ કુંભ રાશિમાં રહેતાં તેઓ પ્રતિક્રમી થયા હતા. આવી સ્થિતિમાં શનિ 30 વર્ષ બાદ ફરીથી તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં છે અને તે વર્ષ 2025 સુધી આ સ્થિતિમાં રહેશે.
શનિના મૂળ ત્રિકોણ કુંભ રાશિમાં રહેવું શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં 30 વર્ષ બાદ શનિનું તેના મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં પરિવર્તન થવું કેટલાક લોકો માટે વરદાન અને અચાનક લાભ થવા સમાન છે.
વર્ષ 2025 સુધીમાં કેટલીક રાશિના લોકો સારા નસીબ મેળવશે અને કારકિર્દી-વ્યવસાયમાં ઊંચાઈ પ્રાપ્ત કરશે. વર્ષ 2025 સુધીમાં જીવનમાં સન્માન, સંપત્તિ અને સુખ-સુવિધાઓમાં સારી પ્રગતિ જોવા મળી શકે છે.
સિંહ રાશિ માટે શનિ ગોચરની અસર - વર્ષ 2025 સુધી શનિદેવ કુંભ રાશિમાં બિરાજશે, જે બાદ તેઓ મીન રાશિના પ્રવાસે જશે. શનિ કુંભ રાશિમાં હોવાને કારણે સિંહ રાશિના જાતકોને સૌભાગ્ય મળશે.
નોંધનીય બાબત છે કે, શનિની પોતાની રાશિ કુંભ રાશિમાં હાજરી અને મૂળ ત્રિકોણની રચના ખૂબ જ ફળદાયી રહેશે. સિંહ રાશિના લોકો માટે વર્ષ 2025 ખૂબ જ શુભ રહેશે. આ રાશિના લોકોને તેમના દરેક કાર્યોમાં સારી સફળતા મળતી રહેશે.
પૈસાના સતત પ્રવાહને કારણે તમારી આર્થિક સ્થિતિમાં સતત વધારો થશે. શનિદેવ તમારી રાશિના સાતમા ઘરને પ્રભાવિત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જેઓ ભાગીદારીમાં કોઈપણ વ્યવસાય કરે છે, તેઓને તેમના વ્યવસાયમાં મોટી સફળતા અને નફો બંને મળશે.
તમારા જીવનસાથી સાથે તમારા સારા સંબંધ રહેશે, અને સમાજમાં તમારું સન્માન પણ વધશે. આ સિવાય શનિ કુંભ રાશિમાં હોવાના કારણે સિંહ ષશ રાજયોગ પણ બન્યો છે, જેના કારણે સિંહ રાશિના લોકોના જીવનમાં સમૃદ્ધિ આવશે.
વૃષભ રાશિ માટે શનિ ગોચરની અસર - શનિદેવનું રાશિ પરિવર્તન તમારી રાશિ માટે ખૂબ જ અનુકૂળ સાબિત થઈ રહ્યું છે. શનિ તમારી રાશિના 10મા ભાવમાં ગોચર કરી રહ્યો છે. શનિ તમારા જીવનમાં અપાર સફળતા લાવશે. વર્ષ 2025 સુધીમાં તમને કોઈ પણ વસ્તુની કમી નહીં લાગે.
વર્ષ 2025 સુધીમાં વૃષભ રાશિના નોકરિયાત લોકો પોતપોતાના ક્ષેત્રમાં ઉંચાઈ હાંસલ કરશે. કરિયરમાં મોટી સિદ્ધિઓ મળશે. આ સમય દરમિયાન તમારું બેંક બેલેન્સ નોંધપાત્ર રીતે વધશે.
તમારું અમીર બનવાનું સપનું પૂરું થશે અને તમે જીવનમાં સફળતા મેળવવામાં પાછળ નહીં રહેશો. વ્યવસાયમાં સારા નફા સાથે, તમારી ગણતરી પ્રભાવશાળી અને સમૃદ્ધ લોકોમાં થશે. શનિદેવની વિશેષ કૃપા હંમેશા તમારા પર બની રહેશે.
તુલા રાશિ માટે શનિ ગોચરની અસર - તુલા રાશિના લોકો માટે કુંભ રાશિમાં શનિની હાજરી વર્ષ 2025 સુધી ફાયદાકારક રહેશે. તમારા પાંચમા ભાવમાં શનિદેવની રાશિ બદલાઈ ગઈ છે, અને ચોથા ઘરનો સ્વામી શનિ છે.
પરિવારમાં સુખ-શાંતિ રહેશે અને જીવનમાં આગળ વધશે. વર્ષ 2025 સુધીમાં તમે કોઈ પણ મોટું સપનું ચોક્કસપણે પૂરું કરી શકશો. તમારા ભૌતિક સુખમાં સતત વધારો થશે. આ સમયગાળા દરમિયાન તમે નોકરીમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકશો, જેના કારણે તમારી સ્થિતિ પહેલાની સરખામણીમાં અનેકગણી વધી જશે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
Middle East Conflict: ગલ્ફ દેશોમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જારી, ફોટો-વીડિયો લેવા પર પ્રતિબંધ






Click it and Unblock the Notifications
