કુંડળી દોષ, વાસ્તુદોષ કે ગ્રહદોષને દૂર કરી શકે છે ચંદન, જાણો કેવી રીતે

Posted By:
Subscribe to Oneindia News

ચંદનના ઝાડની શીતળતાને કારણે તેને ઝેરીલા સાપ વિંટળાઈ રહે છે. તેમ છતાં ચંદનની વિશેષતા છે કે, ચંદનના ઝાડને સાપના ઝેરની કોઈ અસર થતી નથી. ચંદનનુ ઝાડ અનેક ગુણોથી સંપન્ન હોય છે. તમે ચંદનના વૃક્ષના ઔષધિય ગુણો જાણતા તો હશો જ પરંતુ જ્યોતિષ પ્રમાણે ચંદનનુ શું મહત્વ છે તે બાબતે અજાણ હશો.
આજે અમે તમને ચંદના જ્યોતિષિ ગુણો વિશે જણાવીશું.

chandan
  • જે વ્યકિત કે બાળકને આંખોની તકલિફ હોય તેને ચંદનની છાલનો ધુમાડો આપવાથી નજરદોષની સમસ્યા દૂર થાય છે.
  • ચંદનનુ તિલક નિયમત કરવાથી મનને શાંતિ મળે છે ઉપરાંત આજ્ઞા ચક્ર સક્રિય થઈ શુભ ફળ આપવા લાગે છે.
  • ઘરના વાસ્તુ દોષને દૂર કરવા માટે ચંદનનો ભૂકો, અશ્વગંધા અને ગોરખચૂર્ણને કપૂરમાં ભેળવી નિયમિત 40 દિવસ સુધી હવન કરવુ જોઈએ.
  • ઘરના આંગણામાં ચંદનનુ ઝાડ વાવેલુ હોય તો તેનાથી ઘરમાં જલ્દી રોગો આવતા નથી. ઘરના સભ્યોનુ આરોગ્ય સારુ રહે છે. તે માટા ચંદનનુ ઝાડ ઘરના પશ્ચિમ કે દક્ષિણ દિશામાં લગાવવુ અત્યંત શુભ ગણાય છે.
  • શુભ મુહૂર્તમાં ચંદનના મૂળને કાઢી તેને ગંગાજળમાં ધોઈ ફટકડીના નાના ટુકડા સાથે કમરમાં બાંધવાથી સંભોગક્રિયામાં સ્ખલનનો સમયગાળો વધારી શકાય છે.
  • ઘરમાં વાંરવાર મુશ્કેલી આવ્યા કરતી હોય અને દરેક કામમાં અડચણો આવતી હોય તો તેને દૂર કરવા માટે ગુરુ પુષ્ય નક્ષત્રના એક દિવસ પહેલા ચંદના થડ પર પીળા ચોખા, જળ ચઢાવી અને ધૂપ કરવુ, ત્યારબાદ બીજા દિવસે આ ઝાડની નાની લાકડી લાવી લાલ કપડામાં બાંધી મુખ્ય દરવાજા પર ટીંગાળવાથી અનેક ગણો લાભ થાય છે.
  • જે લોકોનો જન્મ અનુરાધા અથવા ઉત્તરભાદ્રપદ નક્ષત્રમાં થયો છે તેમણે ચંદનનુ ઝાડ વાવી તેની નિરંતર સેવા કરવાથી શનિદેવ તમારા પર પ્રસન્ન રહેશે અને શુભ ફળ આપશે.
  • શનિ ગ્રહની પિડામાંથી રાહત મેળવવા માટે ચંદનના મૂળને ન્હાવાના પાણીમાં નાખી નિયમિત 40 દિવસ સુધી સ્નાન કરવાથી શનિને પ્રસન્ન કરી શકાય છે.
  • કેતુની ખરાબ દશામાંથી છૂટકારો મેળવવા માટે ચંદનના મૂળને મંત્રો દ્વારા શુધ્ધ કરી ગળામાં ધારણ કરવાથી લાભ થાય છે.


જે બાળકોને અભ્યાસમમાં મન ન લાગતુ હોય તેમને ચંદનના મૂળને અભિમંત્રિત કરી ચાંદીના લોકેટમાં પહેરાવવાથી લાભ થાય છે.

English summary
The soothing aroma of sandalwood benefits the mind by helping it relax. Here is Astro Benefits.
Please Wait while comments are loading...