For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Basant Panchami 2022: વસંત પંચમી 5 ફેબ્રુઆરીએ, બનશે આ વિશેષ સંયોગ

આ વખતે વસંત પંચમી 5 ફેબ્રુઆરી, 2022એ ત્રણ વિશેષ યોગોની ત્રિવેણીમાં મનાવવામાં આવશે. જાણો વિગત.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મહા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ હિંદુ પરંપરામાં વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે વસંત પંચમી મનાવવામાં આવે છે. આ દિવસે જ્ઞાનની દેવી મા સરસ્વતીનુ પૂજન કરવામાં આવે છે. બાળકોનો વિદ્યારંભ પણ આ દિવસે કરાવવામાં આવે છે. આ દિવસે સ્વયંસિદ્ધ એટલે કે વણજોયુ મુહૂર્ત હોય છે માટે કોઈ મુહૂર્ત વિના લગ્ન સંપન્ન કરવામાં આવે છે. આ વખતે વસંત પંચમી 5 ફેબ્રુઆરી, 2022એ ત્રણ વિશેષ યોગોની ત્રિવેણીમાં મનાવવામાં આવશે. વસંત પંચમીના દિવસે સિદ્ધ, સાધ્ય અને રવિયોગનો સંગમ થશે.

maa

ઉજ્જૈની પંચાંગ અનુસાર પંચમી તિથિ 5 ફેબ્રુઆરીએ સૂર્યોદય પહેલા સવારે 3.47 વાગ્યાથી 6 ફેબ્રુઆરીએ સૂર્યોદય પૂર્વ સવારે 3.46 વાગ્યા સુધી રહેશે. વળી, સિદ્ધ યોગ 4 ફેબ્રુઆરીએ સાંજે 7.08 વાગ્યાથી 5 ફેબ્રુઆરી સાંજે 5.40 વાગ્યા સુધી રહેશે. વળી, સાધ્ય યોગ 5.40 વાગ્યાથી આગલા દિવસે 6 ફેબ્રુઆરીએ સાંજે 4.52 વાગ્યા સુધી રહેશે. આ દિવસે રવિ યોગ સાંજે 4.09 વાગ્યાથી આરંભ થશે. અર્થાત સૂર્યાસ્ત પૂર્વ ત્રણ યોગોની ત્રિવેણી બનશે જે આ દિવસને વિશેષ મહત્વ પ્રદાન કરી રહી છે.

માંગલિક કાર્યો થાય છે

વસંત પંચમીના દિવસે કોઈ પણ શુભ અને માંગલિક કાર્ય કરવા માટે પંચાંગ શુદ્ધિ જોવાની જરુર નથી રહેતી. આ દિવસે મોટી સંખ્યામાં લગ્ન સંપન્ન કરવામાં આવે છે. આ ઉપરાંત મુંડન, યજ્ઞોપવીત, ગૃહ પ્રવેશ, વાહન ખરીદી જેવા શુભ કાર્યો પણ કરવામાં આવે છે. બાળકોના વિદ્યારંભ સંસ્કાર માટે આ સર્વથા ઉપયુક્ત દિવસ હોય છે. આ દિવસે મા સરસ્વતીનુ પૂજન કરવામાં આવે છે. સંગીતનુ શિક્ષણ લઈ રહેલ વિદ્યાર્થી પણ આ દિવસે સરસ્વતી માતાની વિશેષ પૂજા કરે છે.

English summary
Basant Panchami will be celebrated on February 5. Read Puja time and other details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X