તમને રોમાન્ટીક પાર્ટનર જોઇએ છે? પસંદ કરો આ રાશિને

જો તમને તમારી રાશિ પ્રમાણે રોમાન્ટીક પાર્ટનર મળી રહે તો તમારી ખુશીઓ બમણી થઈ જાય છે.

આપણી આસપાસના ઘણા ઓછા લોકો એવા છે કે જે જ્યોતિષ શાસ્ત્રમાં વિશ્વાસ ધરાવે છે. પણ જે લોકો તેમાં વિશ્વાસ ધરાવે છે તેમની માટે આ આર્ટિકલ ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે તમારું લગ્ન જીવન કે પાર્ટનર સાથે હંમેશા ખુશનુમા પળો શોધતા રહો છો તો તમને જણાવી દઈએ કે રાશિફળ પ્રમાણે સેક્સ માટે પણ મેચ થાય છે. જો તમને તમારી રાશિ પ્રમાણે સેક્સ પાર્ટનર મળી રહે તો તમારી ખુશીઓ બમણી થઈ જાય છે. આવો જાણીએ કઈ રાશિ માટે કયો પાર્ટનર યોગ્ય સાબિત થાય છે.

astrology

મેષ

મેષ

મેષ રાશિનો પાર્ટનર આક્રમક અને વાઈલ્ડ રોમાન્સ પસંદ કરનાર હોય છે. તેમને પાવરફુલ પાર્ટનર પસંદ છે. તેઓ પોતાની સુંદરતાના દમે તેને પોતાની આંગળીઓ પર નચાવી શકે છે. તમારે માત્ર પાર્ટનરને પ્રેમથી પંપાળવાની જરૂર છે. આ રાશિના લોકો માટે સિંહ, તુલા, મિથુન અને વૃશ્ચિકના પાર્ટનર સુખદાયી રહેશે.

વૃષભ

વૃષભ

વૃષભ રાશિના લોકો અતિ કામુક હોય છે. તેઓ પોતાના પાર્ટનરને ખૂબ પસંદ કરતા હોય છે. જો કે તેમને કોઈ પણ પ્રકારના આદર્શ રોમાન્ટીક પાર્ટનરની શોધ નથી હોતી. તેઓ રોમાન્સને માત્ર એક્સરસાઈઝ માનીને ચાલે છે. આ રાશિના લોકો માટે સર્વોત્તમ પાર્ટનર વૃશ્ચિક, કન્યા અને મકર રાશિના લોકો હોય છે.

મિથુન

મિથુન

મિથુન રાશિના લોકો રોમાન્સની બાબતે ઘણા ખુલ્લા વિચારો ધરાવે છે. તેઓ આ વિષયમાં નવા નવા અનુભવો લેવાનું પસંદ કરે છે. તેઓ ઘણી વાર એડવેન્ચરમાં પણ વિશ્વાસ ધરાવે છે. તેમની માટે રોમાન્સ એક ફન છે. આ રાશિના લોકો માટે મેષ, મિથુન, ધન અને કુંભ રાશિનો પાર્ટનર સારો રહેશે.

કર્ક

કર્ક

કર્ક રાશિના લોકો લવમેકિંગમાં ખાસ રસ ધરાવનારા હોય છે. આ રાશિના લોકો માટે વૃષભ, સિંહ, મીન અને વૃશ્ચિક રાશિના પાર્ટનર સારો રહેશે.

 સિંહ

સિંહ

આ રાશિના લોકો અત્યંત આનંદ પ્રિય હોય છે અને તેઓ અત્યંત ઉર્જાવાન પણ હોય છે. તેમની માટે વૃશ્ચિક, મેષ, વૃષભ અને સિંહ રાશિના પાર્ટનર યોગ્ય રહેશે.

કન્યા

કન્યા

કન્યા રાશિના લોકો રોમાન્સમાં ખૂબ રસ ધરાવે છે અને તેઓ એક સ્પર્શથી જ પોતાના પાર્ટનરને પસંદ કરી લે છે. આ રાશિના લોકો માટે વૃષભ, તુલા, મીન અને વૃશ્ચિક રાશિના પાર્ટનર યોગ્ય રહેશે.

તુલા

તુલા

એવું કહેવાય છે કે તુલા રાશિના લોકો ખૂબ જ આકર્ષક હોય છે અને રોમાન્સ ની બાબતે તેમના વિચારો અને તેમની પસંદ પણ તદ્દન જુદા પ્રકારની હોય છે. તેઓ રોમાન્સ દરમિયાન મ્યુઝીક, ફૂલો અને ચોકલેટને ઘણું પ્રાધાન્ય આપે છે. આ રાશિના લોકો માટે મેષ, સિંહ અને વૃષભ રાશિના પાર્ટનરની પસંદગી કરવી યોગ્ય રહેશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના લોકો રોમાન્સ માટે હંમેશા તત્પર રહે છે. ઘણી વાર તેઓ પોતાના પર કંટ્રોલ કરી શકતા નથી. માટે આ રાશિના જાતકો માટે તુલા, સિંહ અને મીન રાશિનો પાર્ટનર સૌથી યોગ્ય રહેશે.

 ધન

ધન

ધન રાશિના લોકો સરળતા પ્રમાણે રોમાન્સ કરવું પસંદ કરે છે. તેઓ ફ્લર્ટ કરે છે પણ કોઈનું દિલ દુભાવતા નથી. તેમની માટે સિંહ, મેષ, તુલા અને મિથુન રાશિના લોકો સૌથી સારા પાર્ટનર સાબિત થશે.

મકર

મકર

મકર રાશિના જાતકો રોમાન્સને વધુ પ્રાધાન્ય આપે છે. તેઓ પ્રેમ કરવું અને બાદ રોમાન્ટીક કરવામાં વિશ્વાસ રાખે છે. તેમની માટે કર્ક, મકર, વૃશ્ચિક અને કન્યા રાશિના પાર્ટનર સારા રહેશે.

 કુંભ

કુંભ

કુંભ રાશિના લોકો બેડ પર સૌથી સારું પરફોરમન્સ કરનારા હોય છે અને તેમને રોમાન્સ દરમિયાન પોતાની જાત પર કંટ્રોલ કરવું જરા પણ પસંદ નથી. આવા લોકો માટે વૃશ્ચિક, કર્ક, કન્યા અને સિંહ રાશિના પાર્ટનર સારા સાબિત થાય.

મીન

મીન

મીન રાશિના લોકો રોમાન્ટીક અને પ્લેફૂલ હોય છે. તે રોમાન્ટીક પહેલા અને બાદ ખુશ રહે છે. માટે તેમની માટે વૃશ્ચિક, કર્ક, કન્યા અને સિંહ રાશિના પાર્ટનર સૌથી સારા સાબિત થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X