પ્રેમની બાબતમાં આ 6 રાશિવાળાથી બચીને રહેજો!

Posted By: Staff
Subscribe to Oneindia News

દરેક રાશિની પોતાની ખાસિયત છે. કેટલાક લોકો કલાકાર હોય છે, તો કેટલાક લોકો લિડર બનવાના ગુણો ધરાવે છે. ત્યાં જ કેટલાક લોકો પ્રેમને નિભાવવામાં સૌથી આગળ હોય છે. તેની સામે કેટલીક એવી રાશિઓ છે જે પ્રેમમાં દગો કરે છે.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 6 રાશિઓ એવી છે જે પ્રેમમાં દગો દેનારી અને દિલ તોડવામાં સૌથી આગળ હોય છે. પોતાના પાર્ટનરને દગો દેવામાં આ 6 રાશિના લોકોને મહારત હાંસલ હોય છે. પણ તેનો અર્થ એ નથી કે આ રાશિના દરેક લોકો દગાબાજ અને જુઠ્ઠા જ હોય. આમાંના ઘણા લોકો સારા પણ હોય છે.

તમે પ્રેમમાં કેવા છો તે ઘણી હદે તમારી રાશિના સ્વામી ગ્રહ પર આધાર રાખે છે, પણ એવું જરૂરી નથી કે આ રાશિઓ પૂરેં પૂરી દગાબાજ જ હોય. તેને આધારે તમે કોઈનું આકલન કરી શકતા નથી.

મેષ

મેષ

મેષ રાશિના લોકોને આકર્ષણનું કેન્દ્ર બનવું સારુ લાગતુ હોય છે. તેમનું વર્તન આવેગાત્મક હોય છે. આ લોકો કોઈ પણ કામ કરતા પહેલા વિચાર કરતા નથી. તેમને આત્મનિર્ભર રહેવું પસંદ છે અને કોઈ તેમને નિયંત્રિત કરે તે તેમને જરા પણ પસંદ નથી. તેમને એડવેન્ચર અને બદલાવ સારો લાગે છે. જો તમારો પાર્ટનર મેષ રાશિનો છે તો ધ્યાન રાખજો કે તમે બંને જે પણ કામ કરો બંને સાથે મળીને કરો, નહિંતર સંબંધ વાસી થઈ જાય છે.

મિથુન

મિથુન

મિથુન રાશિના લોકો જીજ્ઞાસુ અને દિલફેંક પ્રકારના હોય છે. પોતાની વાતોથી તે બીજાને આકર્ષિત કરે છે. તે સરળતાથી કોઈને પણ બેવકુફ બનાવી લે છે. પ્રેમમાં તેમને શારીરિક અને ભાવનાત્મક મદદની અપેક્ષા હોય છે.

સિંહ

સિંહ

સિંહ રાશિના લોકો ઘણા સારા પાર્ટનર સાબિત થાય છે. પ્રેમમાં તેઓ પરફેક્ટ હોય છે. સાથે જ સિંહ રાશિના લોકો નાટક કરવામાં એક્સપર્ટ હોય છે. જો તેમને લાગે કે તેમનો પાર્ટનર તેમની સાથે ખુશ નથી તો તે ઘણી સરળતાથી તે સંબંધ માંથી બહાર નીકળી જાય છે. જો તમારો પાર્ટનર સિંહ રાશિનો છે તો તમારે રોજ તેમને ખુશ રાખવા પડશે.

ધન

ધન

ધન રાશિના લોકો ઘણા શરીફ હોય છે. તેમને કોઈ પણ બેવકુફ નથી બનાવી શકતું. પોતાના પાર્ટનર વિશે તે બધુ જ જાણવા ઈચ્છે છે અને એડવેન્ચરસ બનવું તેમને સારુ લાગે છે અને તેમની આ ઈચ્છા રિલેશનશીપમાં પણ પૂરીં થાય છે. જ્યોતિષ પ્રમાણે ધન રાશિના લોકોનો લગ્નેત્તર સંબંધો હોવા સામાન્ય વાત છે. જો તમે કોઈ ધન રાશિની વ્યકિત સાથે સંબંધમાં છો તો તેમને થોડો સ્પેસ આપો અને તેમને અહેસાસ જરાય ન થવો જોઈએ કે તમે તેમના વિના રહી શકો તેમ નથી. આટલું જ કરવાથી તેઓ હંમેશા તમારી સાથે ખુશ રહેશે.

કુંભ

કુંભ

કુંભ રાશિના લોકો માટે રિલેશનશિપમાં શારીરિક સંબંધ બનાવવું વધુ મહત્વુ ધરાવે છે. આ લોકો જે પણ કરે છે, સંતાઈને કરે છે. તેમને રંગે હાથ પકડાઈ જવાનો પણ કોઈ ડર રહેતો નથી. તેમ છતાં આ લોકો ઈમાનદાર હોય છે.

મીન

મીન

મીન રાશિના લોકો ઘણા સ્વાર્થી હોય છે. તેમની માટે તેમની લાગણીઓ અત્યંત મહત્વની હોય છે. તેઓ પોતાના પાર્ટનરથી ઘણી અપેક્ષાઓ રાખે છે. જેને કારણે તેમના સંબંધમાં મુશ્કેલીઓ આવે છે. તેમણે થોડુ સાચવીને રહેવું જોઈએ.

English summary
If youre worried your partner might cheat, here are a few cosmic clues to watch for, and some advice on how to keep em happy so they wont stray.
Please Wait while comments are loading...