રાશિ પ્રમાણે જાણો તમને કઇ વાતની લત છે, પૈસાની કે ઈશ્કબાજીની?

Posted By:
Subscribe to Oneindia News

સારી હોય કે ખરાબ પણ દરેક વ્યક્તિને કોઈને કોઈ લત કે નશો જરૂર હોય છે. ક્યારેક ક્યારેક આ નશો જનૂનમાં ફેરવાઈ જાય છે, તો ક્યારેક તેઓ પોતાની આ આદતોને કારણે મુશ્કેલીમાં ફસાઈ જાય છે. જેમકે, કેટલીક રાશિઓને ફરવાની લત હોય છે, તો કેટલાકને શોપિંગ કરવાની. આવી જ કેટલીક રાશિ પ્રમાણેની આદતો વિશે અમે તમને જણાવીશું જેના દ્વારા તમે જાણી શકશો કે તમને કઈ વાતની લત છે.

મેષ: 100/માઈલની સ્પીડે કામ કરવું

મેષ: 100/માઈલની સ્પીડે કામ કરવું

આ રાશિના જાતકોને દરેક જલ્દી અને સમયે જોઈતી હોય છે. જ્યારે તેઓ કંઈ કરવાનું વિચારી લે છે ત્યારે તેઓ પોતાની જાતને તેમાં હોમી દે છે. આવા લોકો કેફીનના આદી હોય છે. તેઓ પોતાને ડિપ્રેશનમાં નાખી લે છે અથવા એકાગ્રતા વધારવા માટે તેઓ કેફીનનું વધુ સેવન કરવા લાગે છે. જેવી કે, સ્ટ્રોંગ કોફી. એક એક્સપ્રેસો પીને પણ આ લોકો ત્રણ ગણી વધુ મહેન કરી શકે છે.

વૃષભ : કેલેરીનો ઓવરડોઝ

વૃષભ : કેલેરીનો ઓવરડોઝ

આ રાશિના લોકો ખાવાના શોખીન હોય છે. આ લોકો ખાવાની કોઈ તક હાથથી જવા દેતા નથી. આ લોકો તળેલા, જંકફૂડ, ચાયનીઝ, ફેંચ ફુડ અને દરેક સ્વાદિષ્ટ ભોજનના શોખીન હોય છે. જ્યાં સુધી તેમનો પ્રેમી કે મિત્ર તેમને જીમની સલાહ ન આપે ત્યાં સુધી તેઓ જીમ જવું પસંદ કરતા નથી અને પોતાનું વજન વધારી લે છે.

મિથુન : જ્ઞાનના લાલચી

મિથુન : જ્ઞાનના લાલચી

અંકશાસ્ત્રનું માનીએ તો મિથુન રાશિના જાતકો ગહન વિચારક હોય છે. તેમને હંમેશા નવું ને નવું વાંચવા અને જાણવાની જીજ્ઞાસા રહ્યા કરે છે. તેમના મગજની ભુખ ક્યારેય ખતમ થતી નથી. તેઓ હંમેશા નવું નવું શીખવા ઈચ્છુક રહે છે. તેઓ વિચારવાની સાથે મગજનું જ્ઞાન વધારવા પ્રત્યે વધુ લાલચી હોય છે.

કર્ક : ઓવરથિંકીંગ

કર્ક : ઓવરથિંકીંગ

વધુ વિચારનારી આ રાશિ પોતાનો વધુમાં વધુ સમય વિચારવામાં કાઢે છે. તેમની આ ટેવ કોઈ નશાથી ઓછી નથી હોતી. તેમની આ ટેવ ક્યારેક તેમની માટે ઘાતક બની જાય છે. વધુ વિચારવાને કારણે ક્યારેક તેઓ પોતાની પણ આલોચના કરવાનું બાકી રાખતા નથી.

સિંહ : 'હું' નો કીડો કરવો

સિંહ : 'હું' નો કીડો કરવો

આ રાશિના લોકોને ઈગોની સમસ્યા ખૂબ વધારે રહે છે. જેને લઈ તેઓ કેટલીક વાર ઝનુની થઈ જાય છે. પોતાને હંમેશા પરફેક્ટ દેખાડવા માટે તેઓ કોઈ પણ હદે જતા રહે છે. લોકો તેમની નોંધ લે તે તેમના માટે ખૂબ અગત્યની બાબત છે. જેને કારણે તેઓ પોતાના શરીર પર વિવિધ પ્રયોગો કરતા રહે છે, જેમકે એક્સરસાઈઝ, પ્લાસ્ટિક સર્જરી વગેરે..

કન્યા : સાફ-સફાઈ બાબતે સતર્ક

કન્યા : સાફ-સફાઈ બાબતે સતર્ક

કન્યા રાશિના જાતકો સાફ-સફાઈ બાબતે ખૂબ જ સતર્ક હોય છે. તેઓ જ્યાં પણ બેઠા હોય ત્યાં ધૂળની એક રજકણ તેમના પગમાં લાગી જાય તો તેઓ ફરી સફાઇ કરવા લાગે છે. જેને કારણે તેમને Obsessive-compulsive disorder (OCD) થવાની વધુ શક્યતા રહે છે. અતિશય સ્વચ્છતાના આદી હોવાને કારણે તેઓ ઘણી વાર પોતાના માટે મુશ્કેલીઓ વહોરી લે છે.

તુલા : ખરીદીનો નશો

તુલા : ખરીદીનો નશો

તુલા રાશિના જાતકોને શોપિંગ કરવાનો ખૂબ જ ક્રેઝ હોય છે. જ્યારે પણ તેઓ જરાય નિરાશ થાય એટલે ખરીદી કરવા ઉપડી જાય અને ન જોઈતી વસ્તુઓ પણ પોતાના ઘરે ઉઠાવી લાવે અને ઘરને ઉકરડો બનાવી દે. તેમની માટે શોપિંગ એક થેરેપિની જેમ કામ કરે છે.

વૃશ્ચિક : સંગીતનો શોખ ધરાવે છે

વૃશ્ચિક : સંગીતનો શોખ ધરાવે છે

આ રાશિના જાતકોને કલા અને સંસ્કૃતિમાં ઘણી રૂચિ રહે છે. તેમને સંગીત સાંભળવાનો તથા શીખવાનો પણ ઘણો શોખ રહે છે. તેમના વ્યવસાય સિવાય પણ આ રાશિના લોકો વિવિધ કળા કે તેમના કામોમાં રોકાયેલા હોય છે.

ધન : સટ્ટાખોર અને ચેલેન્જ લેનારા

ધન : સટ્ટાખોર અને ચેલેન્જ લેનારા

આ રાશિના લોકોને સટ્ટાખોર અને જુઆરી તરીકે જ જોવામાં આવે છે. પછી વાત જિંદગીની હોય કે સટ્ટાની વિના વિચારે ચેલેન્જ લેવાની તેમની આદત હોય છે. આ લોકો સટ્ટાબાજીમાં પૈસા લગાવવામાં એક્સપર્ટ હોય છે.

મકર : વર્કોહોલિક

મકર : વર્કોહોલિક

મકર રાશિના લોકો ખૂબ જ મહેનતુ હોય છે. તેઓ પોતાના કામમાં ક્રિયેટીવીટી અને ફોકસ રાખનારા હોય છે. પણ ક્યારેક તેમની આ ખુબી હદથી વધુ વધી જાય છે. આ લોકો પોતાની જોબમાં એટલા તલ્લીન થઈ જાય છે કે ઓફિસને પણ ઘરમાં લઈ આવે છે.

કુંભ : પાર્ટી પ્રેમી

કુંભ : પાર્ટી પ્રેમી

કુંભ રાશિના લોકો પાર્ટી કરવું પસંદ કરે છે. તેમને પીવાનો શોખ હોય છે. જેથી જ્યારે પણ તેઓ પાર્ટી કરે છે ત્યારે પીવાનું છોડતા નથી. તેઓ એકમદ મસ્તમૌલા થઈ પાર્ટી એન્જોય કરે છે.

મીનઃ કંઈ પણ કરી લેવુ

મીનઃ કંઈ પણ કરી લેવુ

મીન રાશિને કોઈ ખાસ વાતનો નશો નથી હોતો પણ તેઓ મન બહેલાવા માટે કંઈ પણ કરી લે છે. બાહર જઈ ખાવુ-પીવુ, લોકોને મળવું અને જે પણ તેમને જે ગમે છે તે કરી લે છે. તેમની ખરાબ આદત એ હોય છે કે તેઓ ખૂબ હલે છે. તેઓ પોતે પણ જાણી શકતા નથી કે આ આદતને કેવી રીતે કાબુ કરવી.

English summary
every zodiac sign has at least one or two addictions that they come back to time and time again.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.