Love Horoscope 2018: કર્ક રાશિનું પ્રેમનું ભવિષ્યફળ 2018

કર્ક રાશિવાળા માટે વર્ષની શરૂઆત સામાન્ય રહેશે પરંતુ એપ્રિલ પછી ગાડી પાટે આવી જતા લોકોને સરળતાથી તમારા પ્રત્યે આકર્ષિ લશો.

કર્ક રાશિના લવર્સ અત્યારથી પાર્ટી કરવાની તૈયારીઓ કરી દો. કારણ કે તમારા માટે નવું વર્ષ ખૂબ જ સારુ રહેશે. તમારી કુંડળી જણાવી રહી છે કે તમારા અને તમારા પાર્ટનર વચ્ચે બોન્ડિંગ વધશે. તમે બંને એકબીજાને સમજશો અને એકબીજાનો સાથ આપશો. વર્ષ 2018માં તમારી લવ લાઈફ એક નવી એનર્જી સાથે ખીલી ઉઠશે. નવા વર્ષે તમારા પ્રેમમાં પ્રગાઢતા વધશે.

લગ્નની સહમતિ

લગ્નની સહમતિ

તમારા બંને વચ્ચે મીઠી વાતચીતની શક્યતા છે. તમે બંને એકબીજાને ગમતી ગિફ્ટો આપશો. નવા વર્ષે અનેક રોમેંટિક ડેટ્સ થવાની શક્યતા છે, જે તમને પ્રેમમાં તરબોળ કરી દેશે. તમારુ જીવન પ્રેમથી હર્યુભર્યુ રહેશે. તમારી ઈચ્છા લગ્ન કરવાની હોય અને તમારા પેરેન્ટસની પરમિશનની રાહ જોતા હોવ તો ચિંતા કરવાની જરૂર નથી. વિના કોઈ મુશ્કેલીએ તમને સહમતિ મળી જશે.

પ્રપોઝ કરવા હિંમત ભેગી કરો

પ્રપોઝ કરવા હિંમત ભેગી કરો

જેઓ હાલ પ્રેમમાં તરબોળ છે પણ તેમણે તેમણે પ્રેમનો એકરાર કર્યો નથી તેઓ આ સમયે ચૂપચાપ બેસી ન રહે. તમારે થોડા બોલ્ડ થવાની જરૂર છે. પ્રપોઝ કરવા હિંમત ભેગી કરો. કારણ કે આ વર્ષે તમારે ના શબ્દ સાંભળવાનો નથી. જો તમારો પ્રેમી તમારો કલીગ છે. તો જરાય મોડુ કરશો નહિં, કારણ કે તે પોતે તમારી રાહ જોઈ રહ્યા છે.

રબને બનાદી જોડી

રબને બનાદી જોડી

એકલવાયુ જીવન જીવનારા જાતકો માટે આ વર્ષ ખુશખબરી લઈને આવ્યુ છે. આ વર્ષે ઈશ્વરે તમારી જોડી બનાવી દીધી છે. તમારી ઈંતેજારી આ વર્ષે પૂરી થઈ જશે. કોઈ ખાસ વ્યક્તિ તમારા જીવનમાં આવી શકે છે.

દંપતિઓ માટે મુશ્કેલીભર્યો સમય

દંપતિઓ માટે મુશ્કેલીભર્યો સમય

આ સમય કર્ક રાશિના પ્રેમીઓ માટે ખુબ જ સુંદર સાબિત થવાનો છે. ત્યાં જ દંપતિઓ માટે આ સમય માનસિક તાણ લઈને આવ્યો છે. કારણ કે કર્ક રાશિની દંપતિઓ માટે આ સમય યોગ્ય નથી. પરિણામે કર્ક રાશિના મિત્રો સાવધાન રહે. જેઓ લગ્નગ્રંથિથી જોડાશે તેમના પર પણ તેની અસર પડશે. જેથી જાત પર નિયંત્રણ રાખી એકબીજા પર વિશ્વાસ કરજો. નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન ખાસ ધ્યાન રાખવું.

યુવાઓ પ્રેમના રંગમાં રંગાવા તૈયાર

યુવાઓ પ્રેમના રંગમાં રંગાવા તૈયાર

કર્ક રાશિના યુવાઓ માટે આ વર્ષ એક્ટિવ રહેવાનો સંદેશો આપે છે. મિત્રો તમારી કમર કસી લો અને પ્રેમના રંગોમાં રંગાવા તૈયાર થઈ જાવ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X