કર્ક રાશિવાળાને આ 3 રાશિના લોકો સાથે બને છે ખુશહાલ જોડી, લગ્નજીવન થાય છે સફળ

જાણો કઈ કઈ ત્રણ રાશિઓ એવી છે જેમને કર્ક રાશિ સાથે સૌથી સારી જોડી બને છે.

નવી દિલ્લીઃ રાશિચક્રની બધા રાશિઓમાંથી કર્ક એવી રાશિ છે જેના લગ્ન થવાની સંભાવનાઓ સૌથી વધુ હોય છે કારણકે તેમનુ ચિહ્ન ઘર અને પરિવારના ચોથા ઘર ઘરમાં શાસન કરે છે માટે કોઈ ખાસ વ્યક્તિ સાથે વૃદ્ધ તવાનુ તમારી પ્રાથમિક સૂચિમાં હોય છે. એક જ્યોતિષ અનુસાર કર્ક રાશિ લગ્ન માટે છે. ખાસ કરીને પરિવારને પ્રોત્સાહન આપવા માટે. એક કર્ક વ્યક્તિને પ્રેમ કરવો અને કર્ક વ્યક્તિ પાસેથી પ્રેમ મેળવવો એક લૉંગ ટર્મ કમિટમેન્ટ જેવુ છે.

cancer

કર્ક રાશિ માટે આદર્શ સાથી એ હોય છે જે પોતાના પરિવારની દેખરેખ કરવાનુ પસંદ કરે છે. કર્ક રાશિના જાતકો એવા સાથી ઈચ્છે છે જે વાસ્તવમાં ભાવનાત્મક અને વ્યાયવહારિક રીતે ઘર અને પરિવારની દેખરેખ કરે છે. કર્ક રાશિના જાતકો ઈચ્છતા હોય છે તે બદલામાં તેમના સાથી દ્વારા પણ તેમનુ સમ્માન અને પ્રશંસા કરવામાં આવે.

કર્ક રાશિના જાતકો એક સંતુલિત સંબંધ બનાવવા માંગે છે જ્યાં બંને એકબીજાના પૂરક હોય. બધી રાશિઓમાં કર્ક રાશિ સૌથી વધુ સ્થર, જમીન સાથે જોડાયેલા, સંવેદનશીલ અને ભાવનાત્કમર હોય છે. આ ત્રણ રાશિઓ એવી છે જેમને કર્ક રાશિ સાથે સૌથી સારી જોડી બને છે.

વૃષભ

વૃષભ

જ્યોતિષશાસ્ત્ર મુજબ વૃષભ રાશિ કર્ક રાશિ સાથે સેક્સટાઈલ બનાવે છે જે સંબંધમાં સુસંગતતા અને સકારાત્મકતા લાવે છે. બંને કુટુંબલક્ષી હોય છે અને સમાન મૂલ્યો ધરાવે છે જે લગ્નને કારગત બનાવી શકે છે. વૃષભ સાથે કર્ક રાશિને મજબૂત પાયો, અડગતા અને વિશ્વસનીયતા મળે છે.

કન્યા

કન્યા

કન્યા રાશિ સાથે પણ કર્ક રાશિને ગજબનુ આકર્ષણ હોય છે અને તેઓ તરત જ સાથે મળી જાય છે. એક પૃથ્વી રાશિ તરીકે કન્યા રાશિ લગ્નમાં વ્યાવહારિકતા લાવશે. કન્યા રાશિ સમસ્યા ઉકેલવનાર અને શોધક છે. કન્યા રાશિ લાંબા ગાળા સુધી કર્ક રાશિ લગ્નમાં બધુ સરસ રીતે ચલાવવા માટે કઠોર મહેનત કરે છે. કન્યા રાશિના જાતકો જે રીતે કર્ક રાશિના લોકોનુ ધ્યાન રાખે તે તે તેમને સૌથી વધુ ગમે છે.

મકર

મકર

વિરોધી ચિહ્નો એકબીજા તરફ ગુરુત્વાકર્ષણ કરે છે. કર્ક અને મકર પણ તેમાંથી અપવાદ નથી. તેઓ એકબીજાને એ રીતે પૂરક બનાવે છે જેનાથી તેમનુ લગ્નજીવન સફળ થાય છે. કર્ક અને મકર ખૂબ જ સંતુલિત જોડી બનાવે છે કારણકે મકર રાશિ 10માં ઘર પર અને કર્ક ચોથા ઘર પર શાસન કરે છે. આ જોડીમાં મકર શાસનકર્તા અને કર્ક સંભાળ લેનારની ભૂમિકામાં હોય છે. કર્ક સુરક્ષા પૂરી પાડનાર જ્યારે મકર રાશિ ઉષ્મા અને પ્રેમ આપનાર તરીકે કામ કરે છે માટે તેમનુ લગ્નજીવન સફળ બને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X