Love Horoscope 2018: મકર રાશિનું પ્રેમનું ભવિષ્યફળ 2018

મકર રાશિના કુંવારા જાતકોના લગ્નની શક્યતાઓ ઘણી ઓછી જણાઈ રહી છે. પરંતુ એવું ઘણું બધુ થશે જે તમને ગમશે. વધુ વાંચો અહીં...

મકર રાશિના જાતકો માટે નવું વર્ષ બહું જ બધી મદદ, સફળતા અને રોમાંસ લઈને આવી રહ્યું છે. આ વર્ષ તમારા માટે બધી જ રીતે ઉત્તમ સાબિત થશે. આ વર્ષે તમારા પાર્ટનરનો ભરપૂર સાથ તમે મેળવશો. તમારો પ્રેમ એક નવી દિશામાં આગળ વધશે. તમારા પાર્ટનર પર તમે આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકશો. તેમનો પ્રેમ તમને એક નવા વિશ્વાસથી ભરી દેશે. આ વર્ષે તમારે ધ્યાનમાં રાખવાની ખાસ વાતો એ છે કે તમે તમારી વાણી પર નિયંત્રણ રાખજો. વિના સમજે-વિચારે બોલશો નહિં, નહિંતર બધુ જ તમારા હાથમાંથી સરકી જશે. સુખી જીવન દરેકના નસીબમાં નથી હોતુ. જેથી મળેલી કિસ્મતને ગુમાવશો નહિં.

ભાષા પર નિયંત્રણ

ભાષા પર નિયંત્રણ

તમારી ભાષા પર આ સમયે નિયંત્રણ રાખજો અને ગુસ્સા પર કાબુ કરવાનો પ્રયત્ન કરજો. આ વર્ષે તમારા પાર્ટનરની તબિયત પણ બગડી શકે છે, પરિણામે આ સમયે તમારે તેમનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમે જેટલું તમારા પાર્ટનરને મદદ કરશો, તેટલું જ તેમનું મન જીતવામાં સફળ થશો.

દંપતિઓ માટે ખુશહાલ જીવન

દંપતિઓ માટે ખુશહાલ જીવન

મકર રાશિના દંપતિઓ માટે આ નવું વર્ષ ખુશહાલ જીવન લઈને આવ્યુ છે. તમે બંને આ વર્ષે એકબીજાને મોંધા ગિફ્ટ આપશો અને બહાર ફરવા જશો. એક રીતે આ નવું વર્ષ તમારા જીવનના જૂના સુવર્ણ દિવસો એટલે કે જ્યારે તમારા નવા લગ્ન થયા હતા તેને પાછુ લાવશે. આ સમય એકવાર ફરી તમને જોશથી ભરી દેશે.

યુવાઓને સલાહ

યુવાઓને સલાહ

જે યુવાઓ પોતાના પાર્ટનરને પ્રપોઝ કરવા વિશે વિચારી રહ્યા છે તેઓને થોડો સમય રોકાઈ જવાની સલાહ છે. આ સમયે તમારી ગ્રહ દશા તમારા પક્ષમાં જણાતી નથી. શક્ય છે કે તમારુ મન તૂટી શકે છે, પરિણામે સારુ રહેશે કે આ વર્ષે તમે પ્રેમને લગ્નમાં ફેરવાનું સપનું જોશો નહિં. તેને આવનારા વર્ષે ટાળી દો.

સપનાનો સાથી

સપનાનો સાથી

જે યુવાઓ ઉત્તમ સાથીની શોધ કરી રહ્યા છે, તેમની માટે આ ગોલ્ડન પિરિયડ સાબિત થવાનો છે. આ વર્ષે તમને તમારો સપનાનો સાથી જરૂર મળશે અને તે બિલકુલ તમારી પસંદ મુજબનો હશે. તમારી શોધને ચાલુ રાખો, કુદરત ગમે ત્યારે તમારા પર મહેરબાન થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X