For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chaitra Navratri 2023: ચૈત્ર નવરાત્રિ 22 માર્ચથી શરુ, જાણો ઘટ સ્થાપનાનુ મુહૂર્ત, શું કરવુ અને શું ના કરવુ

ચૈત્ર નવરાત્રિ 22 માર્ચ 2023 બુધવારથી શરૂ થઈ રહી છે. આ દિવસથી નવુ સંવત્સર શરૂ થશે અને ગુડી પડવાથી હિન્દુ નવું વર્ષ શરૂ થશે.

By Desk
|
Google Oneindia Gujarati News
mataji

Chaitra Navratri 2023: ચૈત્ર શુક્લ પ્રતિપદા સંવત 2080, ચૈત્ર નવરાત્રિ 22 માર્ચ 2023 બુધવારથી શરૂ થઈ રહી છે. આ દિવસથી નવુ સંવત્સર શરૂ થશે અને ગુડી પડવાથી હિન્દુ નવું વર્ષ શરૂ થશે. આ વખતે ચૈત્રી નવરાત્રિ આખા નવ દિવસ ચાલશે. શુક્લ અને બ્રહ્મયોગમાં શરૂ થતી નવરાત્રોમાં દેવીની પૂજા વિશેષ ફળદાયી રહેશે.

આ વર્ષે દેવીનુ આગમન હોડીમાં થશે. તે બધા માટે સુખદ અને સર્વ-સિદ્ધિપૂર્ણ હશે. એકાદશી તિથિ 21 માર્ચે રાત્રે 10.52 વાગ્યાથી શરૂ થશે, જે 22 માર્ચે રાત્રે 8.20 વાગ્યા સુધી ચાલશે. શુક્લ યોગ 22 માર્ચે સવારે 9.15 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ બ્રહ્મયોગ શરૂ થશે. આ બંને યોગની સાક્ષીએ ઘટસ્થાપન અને દેવી પૂજા ખૂબ જ ફળદાયી રહેશે.

આજે દુનિયામાં કોઈ પણ ભારતની સીમા કે સેના સાથે પંગો લેવાની હિંમત ના કરી શકેઃ દુશ્મન દેશોને અમિત શાહે ચેતવ્યાઆજે દુનિયામાં કોઈ પણ ભારતની સીમા કે સેના સાથે પંગો લેવાની હિંમત ના કરી શકેઃ દુશ્મન દેશોને અમિત શાહે ચેતવ્યા

3 સર્વાર્થસિદ્ધ યોગ અને રવિયોગ

આ વખતે નવરાત્રિના નવ દિવસ દરમિયાન વિશેષ યોગ પણ બની રહ્યા છે. ત્રણ દિવસ સર્વાર્થસિદ્ધિ યોગ અને ત્રણ દિવસ રવિ યોગ રહેશે. આની પૂજા કરવાથી વિશેષ સુખ પ્રાપ્ત થશે. દેવીની વિશેષ કૃપા રહેશે.

નવરાત્રિના નવ દિવસ

22 માર્ચ- પ્રતિપદા, ઘટસ્થાપન, મા શૈલપુત્રી પૂજન, ગુડી પડવા, નવા વર્ષની શરૂઆત
23 માર્ચ - દ્વિતિયા, મા બ્રહ્મચારિણી પૂજા, સર્વાર્થસિદ્ધિ યોગ સવારે 6.32થી
24 માર્ચ - ગૌરી તૃતીયા, મા ચંદ્રઘંટાની પૂજા, ગણગૌરની પૂજા, સર્વાર્થસિદ્ધિ યોગ બપોરે 1.23 વાગ્યા સુધી
25 માર્ચ- વિનાયક ચતુર્થી, મા કુષ્માંડાની પૂજા
26 માર્ચ- શ્રી લલિતા પંચમી, માતા સ્કંદમાતાની પૂજા, રવિયોગ બપોરે 2.02 વાગ્યાથી
27 માર્ચ - સ્કંદષષ્ઠી, માતા કાત્યાયની પૂજા, યમુના જયંતિ, સવારે 6.28 થી બપોરે 3.27 સુધી સર્વાર્થસિદ્ધિ, અમૃત સિદ્ધિ અને રવિયોગ
28 માર્ચ - માતા કાલરાત્રિની પૂજા
29 માર્ચ - માતા મહાગૌરીની પૂજા, દુર્ગાષ્ટમી, અશોકાષ્ટમી, ભવાની ઉત્પત્તિ, રવિયોગ
30 માર્ચ - માતા સિદ્ધિદાત્રીની પૂજા, મહાનવમી, રામ નવમી, નવરાત્રિ પૂર્ણ

Puneeth Rajkumar Birthday: પુનીત રાજકુમાર દીકરીઓ માટે મૂકી ગયા છે આટલા કરોડની સંપત્તિ, દાન કરી હતી આંખોPuneeth Rajkumar Birthday: પુનીત રાજકુમાર દીકરીઓ માટે મૂકી ગયા છે આટલા કરોડની સંપત્તિ, દાન કરી હતી આંખો

ઘટ સ્થાપનાનો ઉત્તમ સમય ચોઘડિયા પ્રમાણે

લાભ : સવારે 6.30 થી 8.01
અમૃત : સવારે 8.01 થી 9.32
શુભ : સવારે 11.03 થી બપોરે 12.34

લગ્ન અનુસાર મુહૂર્ત

વૃષભ: સવારે 9.23 થી 11.21

સ્વરા-ફહાદના રિસેપ્શનમાં સ્ટાર્સની સાથે નેતાઓનો પણ જમાવડો, રાહુલ ગાંધી, કેજરીવાલ, અખિલેશ યાદવે કરી ઉજવણીસ્વરા-ફહાદના રિસેપ્શનમાં સ્ટાર્સની સાથે નેતાઓનો પણ જમાવડો, રાહુલ ગાંધી, કેજરીવાલ, અખિલેશ યાદવે કરી ઉજવણી

ચૈત્ર નવરાત્રિમાં શું કરવુ

  • જો તમારા ઘરમાં ઘાટ સ્થાપિત હોય અને તમે અખંડ દીવો રાખ્યો હોય તો તમારે ક્યારેય તમારું ઘર ખાલી ન રાખવું જોઈએ.
  • લાલ-પીળા વસ્ત્રોમાં મા દુર્ગાની પૂજા કરો, ભૂલથી પણ સફેદ કે કાળા વસ્ત્રો ન પહેરો.
  • નવરાત્રિના દિવસોમાં દાઢી-મૂછ અને વાળ ન કાપવા જોઈએ.
  • નવ દિવસ સુધી નખ કાપવા જોઈએ નહીં અને શક્ય હોય તો તેલ-સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ.
  • સાત્વિક ખોરાક ઘરે જ બનાવવો જોઈએ, માંસ અને માછલીનું સેવન ન કરવું જોઈએ. ભોજનમાં લસણ-ડુંગળીનો ઉપયોગ ન કરો.
  • પૂજા દરમિયાન બેલ્ટ, ચંદન-ચંપલ કે ચામડાની વસ્તુઓનો ઉપયોગ ન કરવો.
  • નવ દિવસ સુધી બ્રહ્મચર્યનુ પાલન કરો અને ઝઘડા અને વિવાદથી દૂર રહો.
  • ઉપવાસ કરનારા લોકો ભોજનમાં સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકે છે.
  • જો કોઈ સ્ત્રીને માસિક ધર્મ હોય તો તેણે નવરાત્રિની પૂજા ન કરવી જોઈએ.
  • લોકોની નિંદા કરવાનું ટાળો.
  • જો શક્ય હોય તો, નવ દિવસ જમીન પર સૂવાનો પ્રયાસ કરો.

Ramzan 2023: ભારતમાં ક્યારે શરુ થાય છે રમઝાન? જાણો કેમ મનાવાય છે રમઝાન, કેમ રાખવામાં આવે છે રોજાRamzan 2023: ભારતમાં ક્યારે શરુ થાય છે રમઝાન? જાણો કેમ મનાવાય છે રમઝાન, કેમ રાખવામાં આવે છે રોજા

English summary
Chaitra Navratri 2023: Kalsh stapana, date and puja time and ghat stapana muhurat, dos and don'ts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X