ગરુડ પુરાણમાં વર્ણવાયી છે આ 28 ગુનાની ઘાતક સજાઓ

Written By:
Subscribe to Oneindia News

હિંદુ ધર્મના અનેક ગ્રંથોમાં સ્વર્ગ અને નરક વિશેની રોચક જાણકારીઓ વાંચવા મળે છે. પુરાણો અનુસાર સ્વર્ગ એ સ્થાન છે, જ્યાં દેવોનો વાસ છે. સારા કર્મો કરનાર વ્યક્તિને મૃત્યુ બાદ ત્યાં સ્થાન મળે છે. ખરાબ કર્મો કરનાર વ્યક્તિ નરકમાં મોકલવામાં આવે છે, જ્યાં તેમને ખરાબ કર્મોની સજા આપવામાં આવે છે. ગરુડ પુરાણ ગ્રંથમાં મૃત્યુ પછીની સજાઓ, પ્રેત લોક, યમ લોક, નરક તથા 84 લાખ યોનિઓના નરક સ્વરૂપી જીવન વિશે વિસ્તારથી જણાવાયું છે.

ગરુડ પુરાણ પ્રમાણે આ બધી સજાઓ યમની યાતનાઓ આપે છે, જે યમના દાસ હોય છે. આવો જાણીએ કેટલીક આ સજાઓ વિશે, માનવીના કર્મોના પરિણામ સ્વરૂપ તેને ભોગવવાની રહે છે.

garuda puran punishments

સજા 1: તામિસ્ત્ર

 • અપરાધ: જે લોકો બીજાની મિલકત કબજે કરવાનો પ્રયત્ન કરે છે, જેમ કે ચોરી કરવી કે લુંટ કરવી તેને તામિસ્ત્રમાં યમરાજ દ્વારા સજા મળે છે.
 • દંડ: સજા રૂપે માનવીને લોખંડની પટ્ટીઓથી માર મારવામાં આવે છે, વ્યક્તિ લોહી લુહાણ ન થઈ જાય અને બેભાન ન થઈ જાય ત્યાં સુધી આ સજા આપવામાં આવે છે.

સજા 2: અન્ધમિત્રમ

 • અપરાધ: જે પતિ-પત્ની પોતાના સંબંધમાં પ્રમાણિક નથી રહેતાં, એકબીજાને દગો આપે છે તેમને આ સજા કરવામાં આવે છે.
 • દંડ: આમાં વ્યક્તિને દોરડાથી મજબૂતાઈથી બાંધવામાં આવે છે, જ્યાં સુધી તે બેભાન ન થઈ જાય ત્યાં સુધી.

સજા 3: રાઉરવમ

 • અપરાધ: જે લોકો બીજાની મિલકત કે સાધનોનો આનંદ લે છે તેમને આ સજા કરવામાં આવે છે.
 • દંડ: આમાં વ્યક્તિને ખતરનાક સાપોથી કરડાવવામાં આવે છે. તેમાં રુરુ નામની નાગણ ત્યાં સુધી સજા કરે છે, જ્યાં સુધી વ્યક્તિ ખતમ ન થઈ જાય.

સજા 4: મહારરૂરવં

 • અપરાધ: કોઈની સંપત્તિનો ખાતમો કરવો, કોઈની સંપત્તિ પર કબજો કરવો, બીજાનો હક ઝૂંટવી લેવો અને કોઈની સંપતિ ઝૂંટવી તેના કુટુંબનો વિનાશ કરવો.
 • દંડ: ઝેરીલા સાપથી કરડાવવામાં આવે છે.

સજા 5: કુંભીપાકમ

 • અપરાધ: પોતાની મજા માટે પ્રાણીઓની હત્યા.
 • દંડ: આવી વ્યક્તિને ગરમ તેલમાં ઉકાળવામાં આવે છે.
garuda puran punishments

સજા 6: કાલસૂત્રમ

 • અપરાધ: જે લોકો પોતાના માતા-પિતા અને વડીલોનું અપમાન કરે છે.
 • દંડ: આવા લોકોને ગરમ અને તપતી જમીન પર દોડાવવામાં આવે છે. તેમની સાથે પણ એવું જ કરવામાં આવે છે, જે તેમણે તેમના વડીલો સાથે કર્યું હતું.

સજા 7: અસિતપાત્ર

 • અપરાધ: પોતાના કર્તવ્યો ભૂલી જવા, ભગવાનનો આદેશ ન માનવો અને ધાર્મિક પ્રથાઓ તોડવી.
 • દંડ: વ્યક્તિને ચાબૂકથી મારવામાં આવે છે, જ્યાં સુધી વ્યક્તિ બેભાન ન થઈ જાય.

સજા 8: સુકરમમુખમ

 • અપરાધ: ફરજોનું પાલન ન કરવું, કુશાસન ચલાવવું, નિર્દોષ લોકોને સજા કરવી અને કાયદા વિરુદ્ધના કામો કરવા.
 • દંડ: આવી વ્યક્તિને દબાવીને કચડી નાખવામાં આવે છે અને જનાવરના ધારદાર દાંતો વચ્ચે દબાવવામાં આવે છે.

સજા 9: અંધકૂપમ

 • અપરાધ: સંસાધનો રહેવા છતાં જરૂરિયાતમંદની મદદ ન કરવી અને સારા લોકો પર અત્યાચાર કરવો
 • દંડ: જંગલી જનાવરો વચ્ચે છોડી દેવા, એવા કુંવામાં ફેંકી દેવા જેમાં વાઘ, સિંહ, સાંપ અને વિંછી જેવા ઝેરીલા જનાવર હોય.

સજા 10: અગ્નિકુંડમ

 • અપરાધ: બળ પૂર્વક બીજાની સંપત્તિની ચોરી કરવી, સોનુ કે આભૂષણોની ચોરી કરવી અથવા તેનો ગેરફાયદો ઉઠાવવો. 
 • દંડ: એવી વ્યક્તિને હાથ પગ બાંધી આગ પર શેકવામાં આવે છે.

સજા 11: કૃમિભોજનમ

 • અપરાધ: મહેમાનનું અપમાન કરવું અને પોતાના ફાયદા માટે બીજાનો ઉપયોગ કરવો. 
 • દંડ: આવી વ્યક્તિને કીડા અને સાપોની વચ્ચે છોડી દેવામાં આવે છે.

સજા 12: સલમાલી

 • અપરાધ: વ્યભિચાર કરવો અને સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધ બાંધવો. 
 • દંડ: લોખંડથી બનેલી ગદાને ગરમ કરી જનનાંગના સ્થાને લગાવવામાં આવે છે.

સજા 13: વજ્રકંડક

 • અપરાધ: પ્રાણીઓ, મનુષ્યો અને અજાણ્યા લોકો સાથે યૌન સંબંધ બાંધવા. 
 • દંડ: ગરમ મૂર્તિઓને ગળે લગાવવા અને ધારદાર સોયથી શરીરમાં કાણા કરવા.

સજા: 14 વૈતારાની

 • અપરાધ: પોતાની શક્તિનો દુરૂપયોગ કરવો, વ્યભિચાર કરવો અને ધર્મ વિરુદ્ધનું કાર્ય કરવું. 
 • દંડઃ વ્યક્તિની બધી જ ગંદકી, જેમકે મગજ, લોહી, વાળ, હાડકા, નખ અને માંસથી ભરેલી નદીમાં ડુબાડવામાં આવે છે. જ્યાં તેના પર જનાવરો હુમલો કરે છે.

સજા 15: પુયોડાકમ

 • અપરાધ: જે પુરુષ સ્ત્રી સાથે સંભોગ કરે છે પણ લગ્ન નથી કરતો અને સંભોગ દરમિયાન જનાવરો જેવો વ્યવહાર કરે છે. 
 • દંડ: તે વ્યક્તિને મૂત્ર, રક્ત, ઝેરીલા કીડા અને જનાવરો સાથે છોડી દેવામાં આવે છે.
garuda puran punishments

સજા 16: પ્રાણરોધમ

 • અપરાધ: ભોજન માટે જનાવરોને યાતના આપવી અને મારી નાંખવા. 
 • દંડ: તે વ્યક્તિના અંગો કાપી તીરથી ભેદવામાં આવે છે.

સજા 17: વિસાસમાન

 • અપરાધ: પૈસાદાર લોકો દ્વારા ગરીબ લોકોનું શોષણ અને જરૂરિયાતમંદોની મદદ ન કરવી. 
 • દંડ: એવી વ્યક્તિને ડંડા વડે માર મારવામાં આવે છે.

સજા 18: લાલભક્ષમ

 • અપરાધ: લાલસા યુક્ત પતિ-પત્ની પોતાના જીવનસાથી પર અત્યાચાર કરે કે સંભોગ કરે. સંભોગ સમયે જબરજસ્તી જનનાંગોના તરલ પીવા કહે.
 • દંડ: એવા પુરુષોને વિર્યની નદીમાં ફેંકવામાં આવે છે અને વિર્ય ખવડાવાવમાં આવે છે.

સજા 19: સરમેસ્યનમ

 • અપરાધ: જમવામાં ઝેર ભેળવવું, સામુહિક હત્યા, દેશનો વિનાશ નોતરવો, ઘર લૂંટવા, કષ્ટ આપવું અને નરસંહાર કરવો. 
 • દંડ: આવી વ્યક્તિ પર હજારો કૂતરા દ્વારા હુમલો કરાવવામાં આવે છે, જે તેમને ચુંથીને ખાય છે.

સજા 20: અવિચી

 • અપરાધ: જુઠ્ઠી જુબાની આપવી, જુઠ્ઠી શપથ લેવી અને જુઠ્ઠા સબૂત આપવા. 
 • દંડ: આવી વ્યક્તિને જીવતા ઉંચાઈથી ફેંકવામાં આવે છે અને તેને માટીમાં દબાવી દેવામાં આવે છે. 

સજા 21: આયુમ્નામ

 • અપરાધ: શરાબનું સેવન કરવું કે અન્ય નશીલા પદાર્થો પીવા. 
 • દંડ: સ્ત્રીઓને ઓગાળેલું લોખંડ અને પુરુષોને લાવો પીવડાવવામાં આવે છે.

સજા 22: રક્ષોબજમ

 • અપરાધ: જનાવરોને મારવા, વ્યક્તિની બલી ચઢાવી તેનું માંસ ખાવુ. 
 • દંડ: આવી વ્યક્તિ પર એવા જનાવરો હુમલો કરે છે, જે તેણે પોતાના જીવન દરમિયાન માર્યા હોય.
garuda puran punishments

સજા 23: સુલૈપ્રોતમ

 • અપરાધ: બીજાને દગો દેવો, તેમનું નુકશાન કરવું, નિર્દોષ લોકોની હત્યા, આત્મહત્યા કરવી અને કોઈનો વિશ્વાસ તોડવો. 
 • દંડ: પક્ષીની ચાંચથી બનેલા ત્રિશુળથી યાતના આપવી, ભુખ્યા-તરસ્યા રાખવા.

સજા 24: ક્ષારકર્મમ

 • અપરાધ: સારા લોકોનું અપમાન કરવું અને ખોટા કામોમાં શામેલ હોવું, વડીલોને બદનામ કરવા અને સ્વાર્થી હોવું. 
 • દંડ: ઊંધા લટકાવી ખરાબ આત્માથી પરેશાન કરવા.

સજા 25: દંડસૂમ

 • અપરાધ: બીજા પર જનાવરોની જેમ અત્યાચાર કરવા. 
 • દંડ: તેમને પ્રાણીઓ જીવતા ખાય છે.

સજા 26: વાટરરોધમ

 • અપરાધ: જંગલો, પર્વતો અને ઝાડ પર રહેનારા જનાવરોને સતાવવું. 
 • દંડ: હાથકડી બાંધી, ઝેર અને અનેક હથિયારો વડે યાતના આપવીં. 
સજા 27: પક્ષવર્તણકમ
 • અપરાધ: ભૂખ્યાને ભોજન ન આપવું અને તેની સાથે ખરાબ વર્તન કરવું. 
 • દંડ: પક્ષીઓ દ્વારા તેમની આંખો કઢાવી લેવી. 
સજા 28: સૂચિમુખમ
 • અપરાધ: ધન ચોરી કરવી અને કાળા બજારી કરવી, ચોરી કરેલા પૈસા કમાવવા. 
 • દંડ: નખને સોય જેવા હથિયારો દ્વારા યાતના આપવી અને ભુખ્યા-તરસ્યા રહેવા દેવા.
English summary
Here is the list of 28 Garuda Purana Punishments described in the book.
Please Wait while comments are loading...