ધનતેરસ 2020: માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિની પૂજા તિથિ-શુભ મૂહુર્ત જાણો

આ લેખના માધ્યમથી જાણીએ ધનતેરસના પર્વ સાથે જોડાયેલી બધી માહિતી.

કારતક મહિનો શરૂ થતા જ તહેવારોનો સિલસિલો પણ શરૂ થઈ જાય છે. આ મહિનામાં દિવાળીનો ઉત્સવ મનાવવામાં આવે છે. દિવાળીથી એક કે બે દિવસ પહેલા ધનતેરસનો પર્વ મનાવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર અનુસાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે ધનતેરત કે ધનત્રયોદશી મનાવવામાં આવે છે. હિંદુ ધર્મ માનતા લોકો માટે આ દિવસનુ ખાસ મહત્વ હોય છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 13 નવેમ્બર, શુક્રવારના દિવસે મનાવવામાં આવશે. આ લેખના માધ્યમથી જાણીએ ધનતેરસના પર્વ સાથે જોડાયેલી બધી માહિતી.

ધનતેરસની પૂજા તિથિ તેમજ મૂહુર્ત

ધનતેરસની પૂજા તિથિ તેમજ મૂહુર્ત

ધનતેરસ તિથિ - 13 નવેમ્બર 2020, શુક્રવાર

ધનતેરસ પૂજા મૂહુર્ત - સાંજે 05.25 વાગ્યાથી સાંજે 05.59 વાગ્યા સુધી

પ્રદોષ કાળ - સાંજે 05.25 વાગ્યાથી રાતે 08.06 વાગ્યા સુધી

વૃષભ કાળ - 05.33 વાગ્યાથી સાંજે 07.29 વાગ્યા સુધી

ધનતેરસ પર કેમ ખરીદવામાં આવે છે નવા વાસણ?

ધનતેરસ પર કેમ ખરીદવામાં આવે છે નવા વાસણ?

ધનતેરસનો સંબંધ સમુદ્ર મંથન સાથે જોડાયેલો છે. કારતક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે સમુદ્ર મંથનથી ધન્વન્તરિ પ્રગટ થયા અને જ્યારે તે આવ્યા ત્યારે તેમના હાથમં અમૃતથી ભરેલો કળશ હતો. ભગવાન ધન્વન્તરિ દ્વારા કળશ પ્રગટ થવાના કારણે ધનતેરસના દિવસે વાસણ ખરીદવાની પરંપરા ચાલી આવે છે. આ દિવસે પિત્તળ અને ચાંદીના વાસણ ખરીદવા શુભ માનવામાં આવે છે કારણકે પિત્તણ મહર્ષિ ધન્વન્તિર ધાતુ છે. આનાથી ઘરમાં શુભતા, સૌભાગ્ય, આરોગ્ય અને ખુશીઓ આવે છે.

ધનતેરસ પૂજા વિધિ

ધનતેરસ પૂજા વિધિ

ધનતેરસના દિવસે ભગવાન ધન્વન્તરિ અને કુબેરની પૂજા થાય છે. આ દિવસે સાંજે પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ઘરના પૂજા સ્થળ પર ઉત્તર દિશા તરફ ભગવાન કુબેર અને ધન્વન્તરિની મૂર્તિ સ્થાપના કરીને તેમની પૂજા કરવી. ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા પણ જરૂર કરવી. એવી માન્યતા છે કે ભગવાન કુબેરને સફેદ મિઠાઈ અને ધન્વન્તરિને પીળી મિઠાઈનો પ્રસાદ ધરાવવો જોઈએ. તમે આ પૂજામાં ફૂલ, ફળ, ચોખા, ચંદન, ધૂપ તેમજ દીપનો ઉપયોગ કરવો. ધનતેરસના પ્રસંગે યમદેવના નામથી પણ એક દીપક કરવાની પરંપરા છે. તમે દીપક પ્રગટાવીને શ્રદ્ધાભાવથી યમરાજનુ સ્મરણ કરીને તેમનુ નમન કરવુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X