ગંભીર રોગોનો સંકેત આપે છે કુંડળી

Subscribe to Oneindia News

પહેલું સુખ એ જાતે નર્યા. એટલે કે આરોગ્ય એ ઉત્તમ સુખ છે. જો વ્યક્તિ સ્વસ્થ હોય તો તે દરેક કામો સરળતાથી કરી શકે છે. પણ જો વ્યક્તિ હંમેશા બિમાર રહેતી હોય તો તે જીવનના કોઈ ક્ષેત્રે સફળ થઈ શકતી નથી, તેનાથી ઉલટું તેની પાસે જે હોય છે તે પણ ધીમે ધીમે ખતમ થઈ જાય છે. પ્રાચિન ઋષિમુનીઓનું કહેવું છે કે, સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનો વાસ રહે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તે સંપૂર્ણ રીતે સ્વસ્થ રહે પણ કોઈ વ્યક્તિ સંપૂર્ણ રીતે ક્યારેય સ્વસ્થ રહી શકતી નથી. આજના જમાનામાં સ્વસ્થ રહેવું અઘરુ છે.

જ્યોતિષ શાસ્ત્રમાં આરોગ્યનું મહત્વ અનેક ગણું છે. જેમાં અનેક જ્યોતિષ યોગ જણાવ્યા છે, જેના દ્વારા જાણી શકાય કે વ્યક્તિને કયો રોગ થવાની શક્યતા છે. જો આ રોગો વિશે જાણકારી મળી જાય તો તેને રોકવાના ઉપાયો પણ સમય સાથે કરી શકાય છે. આવો જાણીએ જન્મકુંડળીને આધારે આપણે કેટલાક મહત્વના રોગો વિશે જાણી શકીએ છીએ

હદય રોગ

હદય રોગ

હદય રોગનો કારક ગ્રહ સૂર્ય છે. ચતુર્થ ભાવથી તે અંગે જાણકારી મેળવી શકાય છે. છઠ્ઠુ સ્થાન રોગ સ્થાન છે. પરિણામે સૂર્ય તથા

 • ચતુર્થ ભાવમાં પાપ ગ્રહો હોય, પાપ ગ્રહોની દ્રષ્ટિ હોય તો હદય રોગ થવાની શક્યતા છે.
 • ચતુર્થ કે પંચમ ભાવમાં પાપ ગ્રહો હોય કે તેના પર પાપ ગ્રહોની દ્રષ્ટિ હોય તો હદય રોગ થાય છે.
 • પંચમ તથા દ્વાદશ ભાવથી સ્વામી એક સાથે છઠ્ઠા, આઠમાં કે 12માં ભાવમાં હોયચોથા ભાવમાં સૂર્ય, શનિ, ગુરુ એક સાથે હોય તો ગંભીર હદય રોગ થાય છે.
 • સપ્તમ કે ચતુર્થ ભાવમાં મંગળ, ગુરુ અને શનિ એક સાથે હોય તો.
 • તૃતીય, ચતુર્થ અને પંચમ આ ત્રણે સ્થાનો પર પાપ ગ્રહો હોય.

બચવાનો ઉપાય

હદય રોગ હોય તો સૂર્યને ઠીક કરવો જોઈએ. નિયમિત સૂર્યોદયના સમયે સૂર્યને જળ ચઢાવો. આદિત્યહદય સ્ત્રોતનો પાઠ કરો. દરેક રવિવારે ओम घृणिः सूर्याय नमः મંત્રની એક રુદ્રાક્ષ માળાથી જાપ કરો.

ડાયાબિટિસ

ડાયાબિટિસ

આજના યુગમાં સૌથી ઝડપથી વધતો આ રોગ છે. બાળકોમાં પણ આ બિમારી જોવા મળે છે. આ રોગના લક્ષણો જન્મકુંડળીમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. મધુમેહ મુખ્યત્વે સૂર્યની સાથે ગુરુના દૂષિત થવાને કારણે થાય છે.

 • ગુરુ નીચ રાશિનો થઈ છઠ્ઠા, આઠમાં કે બારમાં ભાવમાં હોય.
 • ગુરુ સૂર્યની સાથે અસ્ત હોય તથા તેના પર રાહુની દ્રષ્ટિ હોય.
 • શુક્ર છઠ્ઠા ભાવમાં તથા ગુરુ બારમાં ભાવમાં હોય.
 • ગુરુ અને શનિ છઠ્ઠા, આઠમાં કે બારમાં ભાવમાં એક સાથે હોય.
 • ગુરુ પર શનિ તથા રાહુની દ્રષ્ટિ હોય.

બચવાનો ઉપાય

ડાયાબિટિસમાં રાહત મેળવવા ગુરુની આરાધના કરવી જોઈએ. દરેક ગુરુવારે પીળા ફૂલોથી ગણપતિની આરાધના કરવી. ગુરુવારે કોઈ ગરીબને પીળી મીઠાઈ ખવડાવવી.

માનસિક રોગો

માનસિક રોગો

 • જો લગ્નમાં ચંદ્ર બુધ, શનિ, રાહુ અને કેતુથી દુષ્ટ હોય તો વ્યક્તિ માનસિક રોગી હોય છે. આવી વ્યક્તિને પાગલપનના દોરા પડે છે. જો જન્મ અમાસની આસપાસ હોય તો ગંભીર સાબિત થાય છે.
 • ચંદ્રનો મન તથા બુધનો બુધ્ધિ સાથે સંબંધ હોય છે. જ્યારે બંને અશુભ પ્રભાવમાં હોય તો માનસિક રોગ થાય છે. લગ્ન તથા લગ્નેશ પર પણ પાપ ગ્રહનો પ્રભાવ હોય તો વ્યક્તિ પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે.
 • બુધ પાપ ગ્રહોથી પીડિત થઈ અષ્ટમમાં હોય, છઠ્ઠા ભાવ પર પણ પાપ ગ્રહની દ્રષ્ટિ હોય તો પાગલપનના દોરા પડે છે.
 • ચંદ્ર અને બુધના બંનેના ઘરમાં શનિ, રાહુ, કેતુ હોય તો વ્યક્તિનું મગજ છટકી જાય છે. આવી વ્યક્તિ ગમે ત્યારે કોઈ વ્યક્તિનું ખુન પણ કરી શકે છે.

બચવાનો ઉપાય

માનસિક રોગોનો કારક ગ્રહ ચંદ્ર છે. માટે ચંદ્રની શુભતા માટે 7 કેરેટ સફેદ મોતી ચાંદીની વીંટીમાં પહેરો. મુન સ્ટોનનું પેંડન્ટ પણ પહેરી શકાય છે.

ફેફસાના રોગ

ફેફસાના રોગ

 • કુંડળીમાં ચતુર્થ ભાવ તથા કર્ક રાશિ પાપ ગ્રહોના પ્રભાવમાં હોય તથા સૂર્ય અને ચંદ્ર ચોથા, આઠમાં, બારમાં ભાવમાં હોય તો ફેફસાની બિમારી થાય છે.
 • કર્ક, વૃશ્ચિક, મીન રાશિમાં સૂર્ય, ચંદ્રના યોગ હોય તથા ચતુર્થેશ નીચ રાશિમાં કે અસ્ત હોય.
 • ચંદ્ર જળ રાશિમાં હોય તથા શુક્ર અસ્ત હોય.
 • ચંદ્ર જે રાશિમાં હોય તેનો સ્વામી તથા સૂર્ય જે રાશિમાં હોય તેનો સ્વામી બંનેનો યોગ જળ રાશિમાં હોય.
 • કર્ક લગ્નમાં મંગળ હોય તથા તેના પર શનિની દ્રષ્ટિ હોય.

બચવાનો ઉપાય

ફેફસાના રોગો માટે ચંદ્રને શુભ કરવો જોઈએ. ચંદ્રની શુભતા માટે દરેક સોમવારે શિવલિંગ પર દૂધમાં પતાશા નાખી અર્પિત કરો.

English summary
In the birth chart 6th house is the house of diseases,in birth chart if under written Rashi presented and or the lord sixth rashi making relations with the lord of birth sign it means disease perfectly making sense.
Please Wait while comments are loading...