ડાયાબિટીસમાં રાહત ઈચ્છો છો, દિવાળીમાં કરો આ ઉપાય

Posted By:
Subscribe to Oneindia News

દિવાળીમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને અદ્ભૂત લાભ થાય છે. જ્યોતિષાનુસાર ડાયાબિટીસના રોગ માટે શુક્ર, શનિ અને મંગળગ્રહનો નિષ્પ્રભાવ હોવો અત્યંત જરૂરી છે. આ રોગમાં ગુરુની પણ ભૂમિકા હોય છે. આ તમામ ગ્રહોનો છઠ્ઠા, લગ્ન અને આઠમાં ભાવ સાથે કોઈને કોઈ પ્રકારનો સંબંધ પણ હોય છે. જો માત્ર શુક્ર જ બળહિન હોય તો ડાયાબિટીસ થાય છે અને સાથે જ મંગળ પણ નીચ કે પિડિત હોય તો બ્લડ શુગરની બિમારી થાય છે.

દિવાળી પહેલા પતળા થવું છે તો કરો આટલું

Diwali 2016: Diabetes and detection by astrology

જ્યોતિષમાં શુક્રને ગુપ્તાંગ, કિડની અને વિર્યનો મુખ્ય કારક ગણવામાં આવે છે. પરિણામે ડાયાબિટીસના દર્દીઓને ભવિષ્યમાં કિડનીની બિમારી થવાની શક્યાત વધી જાય છે. શુક્રગ્રહનો સીધો સંબંધ માં લક્ષ્મી સાથે છે, આ કારણથી દિવાળી પર માતા લક્ષ્મીની પૂજા કરવાથી ડાયાબિટીસના રોગીઓને અદ્ભુત લાભ થઈ શકે છે.

ડાયાબિટીસના રોગીઓ માટે માં લક્ષ્મીની પૂજન વિધિ

દિવાળીના દિવસે સાંજના સમયે સંકલ્પ કરી માં લક્ષ્મીના ફોટા સામે સફેદ આસન પર સફેદ વસ્ત્રો પહેરી સફટિકની માળાથી''ऊ भृगुजाताय विद्महेदिव्यदेहाय धीमहितन्नो शुक्रप्रचोदयात्'' ની ઓછામાં ઓછી 3 માળાનો જાપ કરવો. જાપ કર્યા બાદ નવા વર્ષે કન્યાઓને સાકર મિશ્રિત દહીં અથવા દુધનો પ્રસાદ પહેંચો. તે જ દિવસે પીપળાના ઝાડમાં દુધ અને ગોળ મિશ્રિત જળ ચઢાવો અને સરસિયા તેલનો દીવો કરો. ઉપરાંત કેળાના ઝાડ પર કાચુ દુધ ચઢાવો અને ઘી નો દીવો કરો. ત્યારબાદ કોદરાના લોટના લુવામાં ગોળ અને ચણા ભેળવી ગાયને ખવડાવો. પૂજાના છેલ્લા દિવસે કોઈ વૃધ્ધ બ્રાહ્મણને સાકર મિશ્રિત ખીર ખવડાવો. આ ઉપાય તમારે દિવાળી શરુઆત થી ત્રીજા દિવસ સુધી કરવાનો રહેશે.

English summary
Diabetes and detection by astrology.
Please Wait while comments are loading...