For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Diwali 2020: મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દિવાળી પર શું કરવુ અને શું ન કરવુ

લોકો મા લક્ષ્મી અને ગણેશજીના આશીર્વાદ મેળવવા માટે ઘણા બધા નુસખા અપનાવે છે. હાલમાં દિવાળીના દિવસે તમારે અમુક વિશેષ વાતોનુ ધ્યાન રાખવાની જરૂર છે.

|
Google Oneindia Gujarati News

Diwali 2020: દિવાળીનો તહેવાર ખુશીઓનો તહેવાર છે. શું તમે જાણો છો કે દિવાળીનો અર્થ શું થાય છે. વાસ્તવમાં દિવાળી સંસ્કૃતના બે શબ્દોથી મળીને બનેલો છે અને તે બે શબ્દો છે 'દીપ' અર્થાત 'દીપક' એટલે કે લાઈન અથવા શ્રૃંખલા જેનો અર્થ થાય છે દીવાની શ્રૃંખલા, દીવાને સ્કંધ પુરાણમાં સૂર્યના હિસ્સાનુ પ્રતિનિધિત્વ કરનાર માનવામાં આવ્યુ છે. જૈન ધર્મના લોકો આને મહાવીરના 'મોક્ષ દિવસ' તરીકે મનાવે છે તથા શીખ સમાજ આને 'બંદી છોડ દિવસ' તરીકે મનાવે છે. ઘણા લોકો દિવાળીને 14 વર્ષના વનવાસ બાદ ભગવાન રામ, મા સીતા અને તેમના ભાઈ લક્ષ્મણની વાપસીના સમ્માન રૂપે મનાવે છે. દિવાળીના દિવસે લક્ષ્મી-ગણેશ પૂજન કરવામાં આવે છે. આ દિવસે લોકો મા લક્ષ્મી અને ગણેશજીના આશીર્વાદ મેળવવા માટે ઘણા બધા નુસખા અપનાવે છે. હાલમાં દિવાળીના દિવસે તમારે અમુક વિશેષ વાતોનુ ધ્યાન રાખવાની જરૂર છે.

શું કરવુ

શું કરવુ

  • દિવાળીના દિવસે સવાર સવારમાં ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા.
  • જો સંભવ હોય તો વ્રત રાખવુ અને ક્ષમતા અનુસાર મા લક્ષ્મી અને ભગવાન ગણેશ માટે ભોગ-પ્રસાદ તૈયાર કરવો.
  • મા લક્ષ્મીને ખીર પસંદ છે. વળી, ગણેશજીને લાડુનો ભોગ પણ ધરાવાય છે.
  • પ્રેમ અને શ્રદ્ધા સાથે પૂજન કરવુ. ગરીબોને દાન કરવુ. વડીલોના આશીર્વાદ લેવા.
  • મા લક્ષ્મીને સાવરણી પણ ચડાવવી.
  • આમ પણ આ વખતે દિવાળી શનિવારે છે માટે શનિવારે સાવરણી ખરીદવાથી મા લક્ષ્મી સાથે શનિદેવ પણ પ્રસન્ન થાય થશે.
  • કિન્નરોને ઉપહાર સાથે અમુક દક્ષિણા અવશ્ય આપવી.
  • ઘરના મુખ્ય દરવાજા પર સિંદૂરથી શુભ-લાભ, શ્રી, સ્વસ્તિક અને ઓમનુ શુભ ચિહ્ન બનાવવુ.
  • સાદગીપૂર્ણ રીતે દિવાળીનો તહેવાર મનાવવો.

શું ન કરવુ

શું ન કરવુ

પ્રદોષ કાળમાં કચરો ન વાળવો.
નશો ન કરવો. જુગાર ન રમવો.
ગુસ્સો ન કરવો.
રડવુ નહિ.
ઝઘડો ન કરવો.
મોડે સુધી ન સૂવુ.
સહવાસ ન કરવો.
કાળા કપડા પહેરીને પૂજા ન કરવી.

આ વસ્તુ ન કરવી

આ વસ્તુ ન કરવી

  • તૂટેલા-ફૂટેલા ફર્નીચરને ઘરમાંથી બહાર કરવુ.
  • તૂટેલા કાચ.
  • તૂટેલી ફ્રેમ.
  • બંધ પડેલી ઘડિયાણોને પણ ઘરમાંથી કાઢો.
  • જૂના દીવા.

Diwali Rangoli Pics: આ દિવાળી પર બનાવો રંગોળીની આ ડિઝાઈનDiwali Rangoli Pics: આ દિવાળી પર બનાવો રંગોળીની આ ડિઝાઈન

English summary
Diwali 2020: Know the Dos and Don'ts that you need to follow for this year's Diwali.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X