For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Diwali 2022: ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતુ વર્ષ અને ભાઈબીજની સાચી તિથિ અને મુહૂર્ત

દિવાળીના પાંચે દિવસનુ અલગ-અલગ મહત્વ છે જે સહુ કોઈએ જાણવુ જરુરી છે. આવો વિસ્તારથી જાણીએ આ પાંચે દિવસ વિશે.

By Desk
|
Google Oneindia Gujarati News

Diwali 2022: દિવાળીનો તહેવાર પાંચ દિવસ મનાવવામાં આવે છે. જેની શરુઆત ધનતેરસથી થાય છે ત્યારબાદ કાળી ચૌદશ, દિવાળી, બેસતુ વર્ષ અને છેલ્લે ભાઈબીજ આવે છે. પાંચ દિવસ સુધી લોકો ઉત્સાહપૂર્વક દિવાળીનો તહેવાર ઉજવે છે. ઘરને સજાવે છે. આ દિવસોમાં ગણેશ પૂજન, મા લક્ષ્મીની પૂજા, મહાકાળીની પૂજા અને શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. આ પાંચે દિવસનુ અલગ-અલગ મહત્વ છે જે સહુ કોઈએ જાણવુ જરુરી છે. આવો વિસ્તારથી જાણીએ આ પાંચે દિવસ વિશે.

ધનતેરસ

ધનતેરસ

ધનતેરસ એ દિવાળીનો પહેલો દિવસ છે. જે ભગવાન ધન્વંતરિનો જન્મદિવસ છે અને તેથી આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. આ વખતે ધનતેરસ 22 ઓક્ટોબરે છે અને આ દિવસે પૂજા કરવાનો સમય સાંજે 7 થી 8.17 સુધીનો છે. લોકો આ દિવસે ખૂબ સામાન ખરીદે છે, એવુ માનવામાં આવે છે કે આ દિવસે જે ખરીદી કરેલ વસ્તુનુ આયુષ્ય લાંબુ હોય છે અને આમ કરવુ શુભ હોય છે. તેનાથી ઘરમાં શાંતિ અને સુખ-સમૃદ્ધિ આવે છે.

કાળી ચૌદશ

કાળી ચૌદશ

ધનતેરસના બીજા દિવસે કાળી ચૌદશ અથવા નાની દિવાળી આવે છે. તેને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. આ દિવસે મા કાલી સહિત 6 દેવતાઓની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વખતે આ તહેવાર 24 ઓક્ટોબરે છે. કાળી ચૌદશના દિવસે યમની પ્રસન્નતા માટે સાંજે દીવો પણ દાન કરવામાં આવે છે. કાળી ચૌદશ 24 ઓક્ટોબરના રોજ સવારે 05:05 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6:27 વાગ્યે સમાપ્ત થશે. તેથી આ દિવસે જ નાની દિવાળી ઉજવવામાં આવશે.

દિવાળી

દિવાળી

દિવાળીનો પવિત્ર તહેવાર 24 ઓક્ટોબરે જ ઉજવવામાં આવશે કારણ કે આ દિવસે જ સાંજે 6:27 વાગ્યાથી અમાસ તિથિ થશે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન રામ, પત્ની સીતા અને અનુજ લક્ષ્મણ સાથે 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા હતા. આ દિવસે અમાસ હોવાથી લોકોએ પોતાના ઘરોને દીવાઓથી શણગાર્યા હતા.એટલા માટે આ દિવસે લોકો પોતાના ઘરને દીવાઓથી શણગારે છે. ઘરોમાં માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે, આ દિવસે લક્ષ્મી પૂજનનુ મુહૂર્ત 24 ઓક્ટોબરે સાંજે 6:53 વાગ્યાથી શરૂ થશે અને રાત્રે 8:15 સુધી ચાલશે.

ગોવર્ધન પૂજા

ગોવર્ધન પૂજા

મંગળવાર, 25 ઓક્ટોબર, 2022 ના રોજ ખંડગ્રાસ સૂર્યગ્રહણ થઈ રહ્યુ છે. જે સાંજે 4:41 કલાકે શરૂ થશે અને સાંજે 6.29 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ગોવર્ધન પૂજા 25 ઓક્ટોબરે નહિ પરંતુ બીજા દિવસે એટલે કે 26 ઓક્ટોબરે થશે. આ પૂજાનો શુભ સમય 26 ઓક્ટોબરના રોજ સવારે 06:36 થી 08:55 સુધીનો છે.

ભાઈબીજ

ભાઈબીજ

જો દ્વિતિયા તિથિ 26 ઓક્ટોબરે જ બપોરે 02.42 વાગ્યાથી શરુ થઈ જશે માટે આ દિવસે ભાઈબીજની ઉજવણી કરી શકાય છે પરંતુ જે લોકો ઉદયતિથિમાં માનતા હોય તેઓ 27 ઓક્ટોબરે મનાવશે. દ્વિતિયા તિથિ 27 ઓક્ટોબરે બપોરે 12 વાગીને 45 મિનિટ સુધી રહેશે.

English summary
Diwali 2022: Dhanteras, kali chaudash, Diwali, Bhai bij date, muhurat, puja time and all you need to know about 5 days festival.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X