Diwali 2022 : આ દિવાળી પર આ પ્રાણી દેખાય તો ચમકી જશે નસીબ, પૈસાનો થશે વરસાદ
દિવાળીમાં હવે માંડ અઠવાડિયાની વાર છે. સમગ્ર દેશમાં દિવાળીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આ મહિને 24 ઓકટોબરના રોજ દિવાળીની ઉજવણી થશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસોમાં માતા લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે.
Diwali 2022 : દિવાળીમાં હવે માંડ અઠવાડિયાની વાર છે. સમગ્ર દેશમાં દિવાળીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આ મહિને 24 ઓકટોબરના રોજ દિવાળીની ઉજવણી થશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસોમાં માતા લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે, લક્ષ્મીજીનું આગમન થાય છે. દિવાળીના પર્વ પર લોકો દિવા પ્રગટાવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમને દિવળાના દિવસે આ 4 જાનવર દેખાય તો સમજી લેવું કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા વરસી રહ્યા છે. આ પ્રાણીઓનું દેખાવું શુભ માનવામાં આવે છે.

બિલાડી
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે, જો તમને બિલાડી જોવા મળે, તો તેને શુભ માનવામાં આવે છે. મતલબ છે કે, હવે તમારા ઘર પર મા લક્ષ્મીની કૃપા વરસવાની છે.

ગરોળી
ઘણા લોકો ઘરમાં ગરોળીથી પરેશાન રહે છે, પરંતુ શું તમે જાણો છો કે દિવાળી પર જો ગરોળી જોવા મળે, તો તે ખૂબ જ શુભ માનવામાંઆવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગરોળીનું દેખાવું દેવી લક્ષ્મીની પ્રસન્નતાનું સૂચક છે.

ઘુવડ
ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન છે. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. દિવાળીના દિવસે જો તમને ક્યાંક ઘુવડ દેખાય તો સમજી લેવું કે તમારુંનસીબ ખુલવા જઈ રહ્યું છે. દિવાળી પર ઘુવડનું દર્શન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ગાય
ગાયને હિન્દુ ધર્મમાં માતા માનવામાં આવે છે. લોકો ગાયની પૂજા કરે છે. જો તમને દિવાળીના દિવસે ક્યાંક ભગવા રંગની ગાય જોવા મળે,તો તે ખૂબ જ શુભ સંકેત ગણાશે. દિવાળી પર કેસરની ગાય જોવાનો અર્થ છે કે, તમારા ઘરમાં ધન અને વૈભવનું આગમન થવાનું છે.












Click it and Unblock the Notifications
