માતા લક્ષ્મીને ખુશ રાખવા કરો આ ઉપાય, વધશે સુખ-સમૃદ્ધિ
સનાતન ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાથી જીવનમાં સુખ-સુવિધામાં વધારો થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, માતા લક્ષ્મી અતિ ચંચળ છે, જેથી એક સ્થળે તે વધુ સમય ટકતી નથી. જે કારણે જીવનમાં સુખ અને દુઃખ આવે છે.
આ ઉપરાંત કુંડળીમાં અશુભ ગ્રહોની અસર અને વાસ્તુ દોષના કારણે વ્યક્તિના જીવનમાં દુ:ખ આવે છે. નિષ્ણાતોના મતે વાસ્તુના નિયમોનું ઉલ્લંઘન કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

જો તમે પણ તમારા જીવનમાં આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છો, તો દેવી લક્ષ્મીની વિધિવત પૂજા કરો. તેની સાથે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરના મુખ્ય દરવાજા પર આ ઉપાય કરો.
જો તમે સુખ-સમૃદ્ધિ મેળવવા માંગો છો, તો ઘરના મુખ્ય દરવાજા પર મા લક્ષ્મીના ચરણોની તસવીર લગાવો. આ ચરણો પ્રવેશતા હોય એ વાતનું ધ્યાન રાખવું જોઈએ. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
રોજ સાંજે ઘરના મુખ્ય દરવાજા પર લોટથી રંગોળી બનાવો. આ ઉપાય કરવાથી વાસ્તુ દોષ પણ દૂર થાય છે અને ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે.
ખરાબ નજરના કારણે ઘરની આર્થિક સ્થિતિ બગડે છે અથવા પરિવારના સભ્યો વચ્ચે કલહની સ્થિતિ સર્જાય છે. દુર્ભાગ્યથી બચવા માટે દર શનિવારના રોજ ઘરના મુખ્ય દરવાજા પર લીંબુ અને મરચા બાંધો.
ઘરના મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો. આ સાથે દરરોજ નિયમિત રીતે ગણેશજીની પૂજા કરો. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અને ગણેશજી પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી આવક અને ભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
સનાતન ધર્મમાં ઘરના મુખ્ય દરવાજા પર તોરણ બાંધવું શુભ માનવામાં આવે છે. આ માટે કેરી અથવા પીપળાના પાનમાંથી તોરણ બનાવીને ઘરના મુખ્ય દરવાજા પર લગાવો. આ ઉપાય કરવાથી પણ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.












Click it and Unblock the Notifications
