તમે સપનામાં ખુદને પડતા જુઓ છો? જાણો સપનાનો અર્થ
રાત્રે સુતા સમયે ઘણા લોકોને અજીબ અજીબ સપના આવે છે. સ્વપ્ન શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, મનુષ્ય દ્વારા જોવામાં આવેલા સપના તેમના ભવિષ્ય વિશે ઘણા સંકેતો આપે છે. તમે પણ સપનામાં ઊંચી જગ્યા પરથી પડવાના સપના જોય હશે. આવા સપના જોયા બાદ મનમાં ઉત્સુકતા વધી જાય છે કે, આવા સપનાનો મતલબ શું હોય છે?
પડવાનું સ્વપ્ન સારા કે ખરાબ - જો કોઈ વ્યક્તિ સપનામાં લપસી જાય અને પડી જાય, તો સ્વપ્ન વિજ્ઞાનમાં તેને બિલકુલ સારું સપનું માનવામાં આવતું નથી. આનો અર્થ એ થઈ શકે છે કે, તમારો કોઈ નજીકનો મિત્ર અથવા સંબંધી તમને દગો આપી શકે છે. આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે.

આકાશમાંથી પડવાનો અર્થ - આ થોડું વિચિત્ર લાગશે, પરંતુ કેટલાક લોકો આકાશમાંથી પડવાના સપના પણ જુએ છે. સ્વપ્ન વિજ્ઞાનની દ્રષ્ટિએ આ સ્વપ્નને અશુભ માનવામાં આવે છે. આ સ્વપ્નનો અર્થ એ હોઈ શકે છે કે, તમારા જીવનમાં કોઈ અપ્રિય ઘટના બની શકે છે. આ સ્થિતિમાં પણ વ્યક્તિએ સાવધાન રહેવું જોઈએ.
પર્વત પરથી પડવાનું સ્વપ્ન - જો તમે સૂતી વખતે પર્વત પરથી નીચે પડવાનું સ્વપ્ન જુઓ છો, તો તેને પણ અશુભ સપનાની શ્રેણીમાં રાખવામાં આવે છે. સ્વપ્ન વિજ્ઞાનમાં એવું માનવામાં આવે છે કે, આવા સ્વપ્ન વ્યક્તિને આવનારા સંકટથી વાકેફ કરે છે. આવા સ્વપ્ન પછી પણ વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ.
છત પરથી પડવાનું સ્વપ્ન - ઘણા લોકો સપનામાં પણ પોતાને છત પરથી પડતા જોતા હોય છે. સ્વપ્ન વિજ્ઞાનમાં એવું કહેવામાં આવે છે કે, આવા સ્વપ્ન વ્યક્તિને ભવિષ્યમાં કૌટુંબિક વિખવાદ વિશે જણાવે છે. જો આપણે આવા સ્વપ્ન જોતા હોઈએ, તો આપણે કુટુંબમાં સંવાદિતા બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
