For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુરુ કરશે કન્યામાં ભ્રમણ, જાણો તમારી રાશિ પર તેની અસર

|
Google Oneindia Gujarati News

વિક્રમ સંવત 2073માં શ્રાવણ માસ શુક્લ પક્ષ તારીખ 11 ઓગસ્ટ 2016ના રોજ ધનુ રાશિ ચંદ્રમાના સમય ગુરુ રાતે 9:27 મિનિટે કન્યા રાશિમાં ભ્રમણ કરવાનું શરૂ કરશે અને પૂરો દિવસ કન્યા રાશિમાં જ સંક્રમણ કરતો રહેશે. જેના કારણે વિવિધ રાશિઓ પર તેની અલગ અલગ અસર થશે.

જાણો શરીરના આ ભાગો પર તલ હોવાનો શું મતલબ છે

નોંધનીય છે કે ગુરુ જ્ઞાન, શિક્ષા, ન્યાય અને પરોપકાર તથા સેવાનો સ્વામી છે. કન્યા રાશિના ગુરુમાં આવવાથી "તમનામક" નામનું મેધ વરસસે. જેના કારણે સાત મહિના સુધી લોકોને વિવિધ પીડાનો સામનો કરવો પડશે. ગાય, હાથ અને ઘોડાની સાથે જ રેલ, ટ્રક અને બસ જેવી બાબતો સામાન્ય લોકો માટે મુશ્કેલીનું કારણ બનશે. મોંધવારી વધશે અને વસ્તુ તથા કાચી ધાતુ મોંધી થશે. ત્યારે આ ભ્રમણથી તમારી રાશિમાં શું અસર થશે અને તમારું રાશિફળ શું કહે છે તે અંગે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

મેષ

મેષ

મેષ રાશિને સ્વર્ણપદ પ્રાપ્ત થશે. કેટલાક લોકોને વિપરિત પરિસ્થિતી હોવા છતાં સ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં સફળતા રહેશે. વધુ પડતો શ્રમ કરશો તો સ્વાસ્થય પર અસર થશે. સાર્વજનિક ક્ષેત્રમાં સફળતા મળશે. સ્વાસ્થય સેવા કરવાથી ગુરુ સારું ફળ આપશે.

વૃષભ

વૃષભ

વૃષભ રાશિને તામ્રપદ પ્રાપ્ત થશે. પૈસામાં વધારો થશે. આવકના સાધન વધશે. નવા વ્યવસાયને લાભ થશે. ગૃહ નિર્માણ, નોકરીના કારણે સ્થળાતંર થઇ શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છો.

મિથુન

મિથુન

મિથુન રાશિને સ્વર્ણપદ પ્રાપ્ત થશે. અનેક લોકોના જીવનમાં વિપરીત પરિસ્થિતિ આવશે. મહિલાઓ ઘરના પ્રશ્નોને લઇને ચિંતાતૂર રહેશે. પિતા સાથે વિરોધ અને વહાન સુખ ઓછું મળશે. કમાણી ઓછી અને ખર્ચો વધશે.

કર્ક

કર્ક

કર્ક રાશિને રજતપદ પ્રાપ્ત થશે. અનેક ક્ષેત્રમાં વિરોધની સ્થિતિ બનશે. નોકરી અને વ્યવસાયમાં બાધા આવશે. સ્વાસ્થય પણ કથળશે. ભારે પરિશ્રમ બાદ જ સફળતા મળશે.

સિંહ

સિંહ

સિંહ રાશિને લોહપદ પ્રાપ્ત થશે. ઉદાસી અને નીરસતા ઓછી થશે. ઇષ્ટ-મિત્ર, સંતાન પક્ષ અને જીવન સાથીનો સહયોગ મળશે. કેટલાક લોકોને ઘન અને વસ્ત્રનો લાભ થશે.

કન્યા

કન્યા

કન્યા રાશિને તામ્રપદ પ્રાપ્ત થશે. ખાવા-પીવામાં સાવધાનીથી આરોગ્યને લાભ મળશે. વિદ્યાર્થીઓને પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડશે. રોજગારની નવી તકો મળશે. આત્મ વિશ્વાસ વધશે જેનાથી નિર્ણય શક્તિ સારી થશે.

તુલા

તુલા

તુલા રાશિના લોકોને રજતપદ મળશે. આળસ અને સંગતિદોષના કારણે અસફળતાનો સામનો કરવો પડશે. રાજકીય અધિકારીઓથી મન-મોટાવ થવાની શક્યતા ઊભી થશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિને સ્વર્ણપદ પ્રાપ્ત થશે. રોજગારમાં પ્રતિસ્પર્ધા વધશે જેમાં વિવેકપૂર્ણ કામ લેતા શીખવું પડશે. ઘનને ધાર્મિક કામોમાં નાખવાથી કષ્ટ ઓછા થશે. વિદ્યાથીઓ પોતાના લક્ષથી ભટકી શકે છે.

ધનુર

ધનુર

ધનુર રાશિ વાળાને લોહપદ મળશે. રાજકીય કાર્યોમાં સફળતા મળશે. થોડીક મહેનત કરવાથી પણ મોટો લાભ મળશે. આર્થિક સ્થિતી પહેલા કરતા સારી થશે. માતાની તબિયતને લઇને ચિંતા રહેશે.

મકર

મકર

મકર રાશિને સ્વર્ણપદ પ્રાપ્ત થશે. ધાર્મિક અભિરૂચી વધશે. ગુરુજનો પ્રત્યે આદર અને તીર્થ સ્થળોની મુલાકાતની શક્યતા વધશે. વિચારીને નિર્ણય લેશો તો જ લાભ મળશે. સાર્વજનિક અને રાજનૈતિક જીવનમાં પ્રગતિની સંભાવના છે. ભાગ્ય પક્ષમાં વુદ્ધિ થશે.

કુંભ

કુંભ

કુંભ પદને તામ્રપદ પ્રાપ્ત છે. કેટલાક લોકોને અચાનક જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ઘન હાનિની સાથે પિતાની સંપત્તિ ઓછી થવાનો સંકેત છે. વિવિધ પ્રકારના રોગ તમારી પર આક્રમણ કરી શકે છે. માટે સાવધાની રાખો અને નાણાંની યોગ્ય રીતે સુરક્ષા કરો.

મીન

મીન

મીન રાશિને રજતપદ પ્રાપ્ત થશે. કેટલાક લોકોની ખરાબ સ્થિતિમાં ધીરે ધીરે સુધાર થશે. રોકાયેલા કામ પૂર્ણ થશે. વ્યાજ અને દેવાથી બચીને રહેજો નહી તો મુશ્કેલીમાં પડી શકો છો.

English summary
Jupiter will enter Virgo on 11th August 2016. Effect of Jupiter transit in Virgo from 11th August 2016 on your Rashi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X