For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મકર સંક્રાંતિ 14 કે 15 જાન્યુઆરીએ? અહીં છે સાચો જવાબ

મકર સંક્રાંતિ 14 કે 15 જાન્યુઆરીએ? અહીં છે સાચો જવાબ

|
Google Oneindia Gujarati News

સૂર્યના દક્ષિણાયનથી ઉત્તરાયણ થવા અને કમૂરતાં સમાપ્ત થતા દિવસે મકર સંક્રાંતિ હોય છે. આ દિવસથી દેવતાઓનો 6 મહિનાનો દિવસ શરૂ થાય છે માટે આ દિવસે હિંદુ ધર્માવલંબિયો માટે ભારે મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન-પુણ્યનું વિશેષ મહત્વ હોય છે. પરંતુ મકર સંક્રાંતિ પર્વની તારીખને લઈ હંમેશા સામાન્ય લોકોમાં અનિશ્ચયની સ્થિતિ રહી છે. મોટાભાગના લોકો વરસોથી ચાલી આવતી પરંપરા મુજબ 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ પર્વ મનાવે છે. જ્યારે વાસ્તરમાં મકર સંક્રાંતિનો આ પર્વ સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સમયે નક્કી થાય છે.

2019ની મકર સંક્રાંતિ ક્યારે

2019ની મકર સંક્રાંતિ ક્યારે

આ વર્ષે પણ મકર સંક્રાંતિ પર્વની તારીખને લઈ સામાન્ય લોકોમાં કન્ફ્યૂઝનની સ્થિતિ બની ગઈ છે. સંક્રાંતિ 14ના રોજ મનાવવામાં આવે છે કે 15ના રોજ જેને લઈ પંડિતો સાથે પૂછપરછ કરી તો આવો જાણીએ કે આખરે કયા દિવસે મકર સંક્રાંતિનો પર્વ મનાવવામાં આવે છે. આ વર્ષે સૂર્ય મકર રાશિમાં 14મી જાન્યુઆરી સોમવારની મધ્ય રાત્રે 2 વાગીને 30 મિનિટે પ્રવેશ કરી રહ્યો છે. માટે સંક્રાંતિનો પર્વ કાળ આવતા કાલે 15 જાન્યુઆરી મંગળવારે મનાવવામાં આવશે. 15 જાન્યુઆરીએ પર્વકાળ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રહેશે. માટે પવિત્ર નદીઓમાં સ્નાન, દાન કર્મ વગેરે 15 જાન્યુઆરીએ જ કરવામાં આવશે.

મકર સંક્રાંતિ કેવી રીતે મનાવવી

મકર સંક્રાંતિ કેવી રીતે મનાવવી

મકર સંક્રાંતિ પર સૂર્યોદયથી પૂર્વ ઉઠીને પવિત્ર નદીઓમાં સ્નાન કરો. સૂર્યની અર્ધ્ય આપી પૂજા કરો. જો પવિત્ર નદી ન હોય તો નાહવાના પાણીમાં પવિત્ર નદીઓનું જળ અને થોડા તલ છાટીને સ્નાન કરો. હવે તમારા ઘરમાં દેવી-દેવતાઓની વિધિવત પૂજા કરીને દાનનો સંકલ્પ લઈ ગરીબોને ભોજન, વર્સ્તર, અન્ન, ધાબરા વગેરે દાન કરવા. ગાયને ચારો ખવડાવવો. આજના દિવસે દાનનું મોટું મહત્વ હોય છે માટે યથાશક્તિ દાન કરવામાં કોઈ પ્રકારનો સંકોચ કે કમી ન રાખવી.

તલ છાંટવાનું મહત્વ

તલ છાંટવાનું મહત્વ

શાસ્ત્રીય માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસથી દિવસની અવધિ તલ બરાબર વધતી જાય છે. તલ દીર્ઘાયુ અને આરોગ્યનું પ્રતિક હોય છે માટે મકર સંક્રાંતિ પર તલનો પ્રયોગ છ પ્રકારથી કરવામાં આવે છે. તલ મેળવેલ જળથી સ્નાન કરવામાં આવે છે. તલ થાવામાં આવે છે. તલ મિશ્રિત જળનું સેવન કરવામાં આવે છે અને તલનું દાન કરવામાં આવે છે. જેનાથી વર્ષભર આરોગ્યતા બની રહે છે.

રાશિઓ પર મકર સંક્રાંતિનું ફળ

રાશિઓ પર મકર સંક્રાંતિનું ફળ

આ વર્ષે મકર સંક્રાંતિનો પ્વેશ મેષ રાશિમાં થઈ રહ્યો છે. એટલે કે 14-15 જાન્યુઆરીએ ચંદ્ર મેષ રાશિમાં રહેશે. આ હિસાબે વિવિધ રાશિઓ પર આનો પ્રભાવ અલગ-અલગ રહેશે. મેષને ધન લાભ વૃષભને કોઈ કાર્યમાં હાનિ, મિથુનને લાભ, કર્કના કાર્યોમાં સફળતા, સિંહને સન્માન પ્રતિષ્ઠા, કન્નાને માનસિક કષ્ટ, તુલાને સન્માન પ્રાપ્ત, વૃશ્ચિકને શત્રુ ભય, ધનની આવક અને બુદ્ધિમાં વૃદ્ધિ, મકરને વિવાદની સ્થિતિ, કુંભને લાભ અને મીનને માનસિક શાંતિ પ્રાપ્ત થશે.

બસપા સુપ્રીમો માયાવતીએ જણાવ્યુ કોંગ્રેસને મહાગઠબંધનમાં ન રાખવાનું કારણબસપા સુપ્રીમો માયાવતીએ જણાવ્યુ કોંગ્રેસને મહાગઠબંધનમાં ન રાખવાનું કારણ

English summary
exact date of makar sankranti in 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X