Friendship day : રાશિ પ્રમાણે આ છે બેસ્ટ ફ્રેન્ડની જોડી, જાણો તમારા મિત્રની રાશિ અનુસાર સ્વભાવ
Friendship day : ગ્રહોનો પ્રભાવ દરેક રાશિ પર પડે છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, રાશિના આધારે વ્યક્તિત્વ જાણી શકાય છે. આવામાં મિત્રતામાં રાશિચક્રની ભૂમિકાને અવગણી શકાય નહીં, કારણ કે દરેક રાશિ એક અલગ ગ્રહ દ્વારા શાસન કરે છે.
દુનિયામાં દરેક વ્યક્તિ દરેક વ્યક્તિ સાથે મિત્ર બની શકતી નથી, પછી ભલે તેઓ સાથે અભ્યાસ કરતા હોય, પડોશમાં રહતા હોય અથવા એક જ જગ્યાએ કામ કરતા હોય કે એક જ રૂમમાં સાથે રહેતા હોય.

ઓફિસ જ્યોતિષ શાસ્ત્ર હોય કે ફેંગશુઈ કે પછી વાસ્તુશાસ્ત્ર, દરેક વિદ્યામાં મિત્રતાને મહત્વનો સંબંધ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, દરેક રાશિ પર કોઈને કોઈ ગ્રહનું શાસન હોય છે, જેની અસર તેની રાશિના વ્યક્તિત્વ પર પડે છે.
મેષ રાશિ - મેષ રાશિના લોકો કોઈની સાથે મિત્રતા કરવામાં અચકાતા નથી, અને તેઓ સામેથી મિત્રતાનો હાથ લંબાવે છે. તેમના મત અનુસાર, મિત્રતામાં કોઈ ખામી નથી અને તેને દિલથી નીભાવવી જોઈએ.
વૃષભ રાશિ - વૃષભ રાશિના લોકો ક્ષમાને મિત્રતાની ચાવી માને છે, અને તેઓ વિચારે છે કે, મિત્ર ભૂલ કરે તો પણ તેને માફ કરી દેવો જોઈએ, તેઓ એકબીજા સાથે એડજસ્ટ કરવામાં મોડું કરતા નથી.
મિથુન રાશિ - મિથુન રાશિના લોકોનું માનવું છે કે, તેઓ જેની સાથે મિત્રતા કરવા જઈ રહ્યા છે, તેના વિશે યોગ્ય રીતે વિચારવું જોઈએ, ભલે તેમના મિત્રોની સંખ્યા અસંખ્ય હોય, પરંતુ તેઓ દરેક સાથે મૈત્રીપૂર્ણ ભાવનાઓ રાખી શકતા નથી.
કર્ક રાશિ - કર્ક રાશિના લોકો સાથે મિત્રતા ત્યારે જ શક્ય બને છે, જ્યારે સંબંધમાં સમર્પણ અને સ્વતંત્રતાની ભાવના હોય, નહીંતર તમારા વચ્ચેની ઓળખાણ ક્યારેય મિત્રતામાં પરિણમી શકશે નહીં.
સિંહ રાશિ - સિંહ રાશિના લોકો મિત્રતાને તેમના જીવનનો આવશ્યક ભાગ માને છે, અને તેથી જ તેઓ મિત્રોની વચ્ચે બેસીને ગપસપ કરવામાં સમય પસાર કરવાનું પસંદ કરે છે.
કન્યા રાશિ - કન્યા રાશિના લોકો મિત્રોને સારી નજરથી જુએ છે, અને માને છે કે મિત્રતા વિના જીવનનું કોઈ અસ્તિત્વ જ નથી. કારણ કે, તેમને લાગે છે કે, કેટલીક વાતો ફક્ત મિત્રો સાથે જ શેર કરી શકાય છે.
તુલા રાશિ - તુલા રાશિ મિત્રતાનો અર્થ સારી રીતે સમજે છે, અને તેઓ માને છે કે, જીવનમાં પ્રેમ અને સુંદરતા લાવવા માટે મિત્રતા જરૂરી છે.
વૃશ્ચિક રાશિ - વૃશ્ચિક રાશિના જાતકોમાં નજરમાં મિત્રતા એ જીવનનો સૌથી મહત્વપૂર્ણ સંબંધ છે, આવા લોકો મિત્રતાની બાબતમાં ખૂબ જ લાગણીશીલ હોય છે, તેઓ મિત્રતા માટે ઘણું બલિદાન આપવા માટે તૈયાર હોય છે. જો તેઓ ગુસ્સે થાય છે, તો પછી એક ક્ષણ પણ ભૂલવા દેતા નથી, અને બદલો લેવા તૈયાર થઇ જાય છે.
ધન રાશિ - ધન રાશિના લોકો શૂટરની જેમ વિચારીને મિત્રતા કરે છે, અને એકવાર મિત્રતા કરે છે, તેઓ તેને જીવનભર જાળવી રાખે છે.
મકર રાશિ - મકર રાશિના લોકો જનાથી કંઇ મળતું ન હોય, તેવા લોકો સાથે મિત્રતા નથી કરતા. તેઓ પહેલા સમાજમાં સમજદારને શોધે છે અને પછી તેની તરફ મિત્રતાનો હાથ લંબાવે છે.
કુંભ રાશિ - કુંભ રાશિની મિત્રતા તેમના માટે સામાન્ય શબ્દ નથી, તેથી જ આ લોકો ખૂબ વિચારીને જ કોઈને પોતાનો મિત્ર બનાવે છે, અને એકવાર તેનો હાથ પકડી લે તો છોડતા નથી.
મીન રાશિ - મીન રાશિના લોકો ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ સાથે મિત્રતા કરે છે. તેઓ ઈચ્છે છે કે, જો કોઈ વૈચારિક રીતે પરિપક્વ વ્યક્તિ મિત્ર બને તો તે સમય સમય પર સલાહની પણ આપ લે કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
