Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Fuel Rates: મહાશિવરાત્રિના દિવસે આ જગ્યાએ સસ્તુ થયુ પેટ્રોલ અને ડીઝલ

Petrol-Diesel Price: ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. દેશના મહાનગરોમાં ઈંધણના ભાવ સ્થિર છે. જો કે, ઘણી જગ્યાએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે.

વળી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધ-ઘટ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં ડબ્લ્યુટીઆઈ ક્રૂડ વધીને 82.96 ડૉલર પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રૂડ 79.32 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

Petrol

જોકે, અમુક જગ્યાએ પેટ્રોલની કિંમતોમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. નોઈડામાં પેટ્રોલ 5 પૈસા અને ડીઝલ 6 પૈસા સસ્તુ થયુ છે. ગાઝિયાબાદમાં પેટ્રોલ 14 પૈસા અને ડીઝલ 13 પૈસા સસ્તુ થયુ છે. પટનામાં પેટ્રોલ 29 પૈસા અને ડીઝલ 27 પૈસા મોંઘુ થયુ છે.

ઉલ્લેખનીય છે કે મે 2022થી દેશ વ્યાપી સ્તરે ઈંધણની કિંમતો સ્થિર છે, જેના કારણે લોકોને રાહત મળી છે. રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ થાય છે. અલગ-અલગ રાજ્યોમાં વેટનો દર અલગ-અલગ હોવાથી રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો દર એકસરખો રહેતો નથી.

આજના પેટ્રોલના ભાવ

દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.75 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.17 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.27 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.07 રુપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.34 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.93 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.04 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 91.82 રુપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે.

તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.

આ માપદંડોના આધારે ઈંધણ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર નક્કી કરવાનું કામ કરે છે. ડીલરો એ લોકો છે જે પેટ્રોલ પંપ ચલાવે છે. તેઓ ટેક્સ અને પોતાનુ માર્જિન ઉમેરીને છૂટક ભાવે પેટ્રોલ વેચે છે. આ ખર્ચ પેટ્રોલ અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X