Love Horoscope 2018: મિથુન રાશિનું પ્રેમનું ભવિષ્યફળ 2018

મિથુન રાશિના જાતકોએ સાથી પર શક કરવો નહિં અને તેમની લાગણીઓને ભરપૂર માન આપવું

મિથુન રાશિના જાતકો માટે નવું વર્ષ મિશ્રિત ફળ લઈને આવ્યુ છે. એક બાજુ તમારી તમારા પાર્ટનર સાથે પ્રેમ ભરેલી અઢળક ડેટ્સ દેખાઈ રહી છે તો બીજી બાજુ તમારા બંને વચ્ચે તકરાર પણ જોવા મળી રહી છે. તમારી બંને વચ્ચે જે પણ થશે તે મોટા પાયે થશે પછી ભલે તે પ્રેમ હોય કે તકરાર. જેથી આ વર્ષે થોડા સાવધાન રહેજો. આ સમયે થનારા નાના-નાના ઝગડાઓ પર તરત પ્રતિક્રિયા આપવી તમારા માટે ખતરનાક રહેશે.

જાન્યુઆરીથી માર્ચ અઘરો

જાન્યુઆરીથી માર્ચ અઘરો

તમારી વચ્ચે નાના-નાના ઝગડાને કિનારે કરી સંબંધને જાળવી રાખવા પર ભાર મુકજો. જેઓ લગ્નની ઈચ્છા ધરાવી રહ્યા છે તેઓના પેરેટન્સ સરળતાથી માની જશે. લગ્નને લઈ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે કુંડળી મેળવાની ભૂલશો નહિં. મિથુન રાશિના દંપતિઓ આ સમયે તમારી વાણી પર નિયંત્રણ લાવજો. ખાસ કરીને જાન્યુઆરીથી માર્ચની વચ્ચે ઝગડા ટાળજો. કારણ કે તમારા માટે આ સમય ખૂબ જ અઘરો સાબિત થશે.

ગુસ્સો કરવાનો ટાળો

ગુસ્સો કરવાનો ટાળો

નવા વર્ષે ખાસ કરીને તમારી વાણી પર નિયંત્રણ લાવજો. તીખી વાણી તમારુ ઘર ઉજાડી શકે છે. જેથી બને તો આ સમયે ગુસ્સો કરવાનું ટાળજો. મોઢા પર તાળું લગાવી દેજો. શક્ય બને તેટલું બહેસબાજીથી બચજો. તમારી આટલી સમજદારી તમારા સંબંધને પહેલા જેટલો મજબૂત બનાવી દેશે.

પ્રપોઝ માટે સમય નથી

પ્રપોઝ માટે સમય નથી

મિથુન રાશિના યુવાઓ જે પોતાના મનની વાત કહેવાની તૈયાર કરી રહ્યા હોય તેઓ થોડો સમય રોકાઈ જાય. તમારા સંબંધ માટે આ સમય સારો નથી. યોગ્ય સમયની રાહ જુઓ. યોગ્ય સમય જોયા પછી જ પ્રપોઝ કરવા આગળ વધો. તમારુ નવું વર્ષ ધીમે ધીમે તમારા સંબંધને મજબૂત કરવા પાછળ લગાવો. બંને એકબીજાને સમાન મહત્વ આપે, સન્માન આપે. એકબીજાથી જુઠ્ઠુ બોલે નહિં. આ રીતે ધીમે ધીમે તમારી વાત યોગ્ય સમય જોઈ કહેજો.

મિત્રતાથી કામ ચલાવો

મિત્રતાથી કામ ચલાવો

મિથુન રાશિના યુવાઓ જેઓ એકલવાયા છે તેઓએ થોડી વધુ રાહ જોવી પડશે. હજુ તમારા સિતારા આ અંગે ઈશારો કરતા નથી. સારુ રહેશે કે નવા વર્ષે તમે મિત્રતાથી કામ ચલાવો. તમારો સમવન સ્પેશ્યલ મળવાની આશા હાલ ટાળી દો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X