For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુરુ આ દિવસે થશે અસ્ત, લગ્ન સહિત બધા માંગલિક કાર્યો પર લાગશે પ્રતિબંધ

ગુરુ બુધવાર 23 ફેબ્રુઆરી, 2022ના રોજ અસ્ત થઈ જશે. જાણો કયા કામ ન કરવા.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દરેક શુભ કાર્ય ગુરુની સાક્ષીમાં કરવામાં આવે છે. જ્યારે ગુરુ અસ્ત થઈ જાય ત્યારે માંગલિક કાર્ય પણ નથી કરવામાં આવતા. ગુરુ ફાગણ કૃષ્ણ સપ્તમી બુધવાર 23 ફેબ્રુઆરી, 2022ના રોજ સાંજે પશ્ચિમમાં અસ્ત થઈ જશે. 29 દિવસ અસ્ત રહ્યા બાદ ચૈત્ર કૃષ્ણ ષષ્ઠી બુધવાર 23 માર્ચ, 2022ના રોજ પ્રાતઃ 6.41 વાગે પૂર્વ દિશામાં ઉદય થઈ જશે. ગુરુ અસ્ત રહેવાના સમયમાં લગ્ન, મુંડન, નૂતન ગૃહ પ્રવેશ જેવા દરેક માંગલિક કાર્યો પર પ્રતિબંધ લાગી જશે.

jupiter

ગુરુના અસ્તનો પ્રભાવ

कुम्भेगुरोरस्तमयात्प्रजाया: पीड़ापरंगर्भवतौ च जाया ।

આ અનુસાર કુંભ રાશિગત ગુરુના અસ્ત થવાથી પ્રજાજનો તેમજ ગર્ભવતી સ્ત્રીઓને પીડા થશે. વ્યાપારિક વસ્તુઓમાં મંદીનુ વાતાવરણ રહેશે. શુભ કાર્યોમાં, સત્કર્મોમાં ઘટાડો થતો રહેશે. મનુષ્યોમાં પરસ્પર વૈચારિક મતભેદ વધશે.

રાશિઓ પર પ્રભાવ

મેષઃ કાર્યોની ગતિ મંદ પડશે. ઉત્સાહમાં કમી આવશે.
વૃષભઃ સત્કર્મોમાં કમી આવશે. શુભ કાર્ય પૂરા કરવામાં અડચણ આવશે.
મિથુનઃ સંકટમાં કમી આવશે. આર્થિક લાભ મળશે.
કર્કઃ માનસિક મજબૂતી મળશે. પૈસાની આવક વધશે.
સિંહઃ યાત્રા, પર્યટન, ધાર્મિક કાર્યોમાં મન લાગશે. પૈસા આવશે.
કન્યાઃ સ્વાસ્થ્ય ખરાબ થશે. માનસિક અશાંતિનો અનુભવ થશે.
તુલાઃ જૂના લોકો ફરીથી મળશે. આર્થિક લાભ થશે. તણાવ વધુશે.
વૃશ્ચિકઃ તકવાદી બનશો. અશાંતિ થશે. પરિવારમાં વિવાદ થશે.
ધનઃ સત્કર્મોમાં કમી આવશે. આર્થિક સમસ્યા દૂર થશે.
મકરઃ સ્વાસ્થ્ય ખરાબ થશે. માનસિક રીતે અશાંત રહેશો.
કુંભઃ પરિવારમાં વિવાદ વધશે. આર્થિક સંકટ આવશે.
મીનઃ ધાર્મિક, આધ્યાત્મિક કાર્યોમાં શામેલ થશો. ધન લાભ થશે.

શું ઉપાય કરવા

ગુરુ અસ્ત થવાના 29 દિવસના સમયમાં બધી રાશિના જાતકોએ કોઈ ખોટા કાર્યો ન કરવા. સત્સંગ કરવા. ગુરુ, માતા-પિતા, વડીલો અને પોતાના ઈષ્ટ દેવની આરાધના કરવી. વિષ્ણુસહસ્ત્રનામનો નિત્ય જાપ કરવો.

English summary
Guru Ast on 23 February, No muhurta for marriages and auspicious works till 26 March. Know effects on all zodiac signs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X