Holika Dahan 2022: જાણો ક્યારે છે હોલિકા દહન, શું છે પૂજા મુહૂર્ત, વિધિ, સામગ્રી અને કઈ બાબતોનુ રાખશો ધ્યાન
આ વર્ષે હોલિકા દહન 17 માર્ચે મનાવવામાં આવી રહ્યુ છે પરંતુ ક્યાંક-ક્યાંક હોલિકા દહન 18 માર્ચે થશે.
નવી દિલ્લીઃ હોળી હિંદુઓનો બીજો મુખ્ય તહેવાર છે. ફાગણ મહિનાની પૂનમના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે અને હોલિકા દહનના બીજા દિવસે લોકો રંગોથી હોળી રમે છે. આ વર્ષે હોલિકા દહન 17 માર્ચે મનાવવામાં આવી રહ્યુ છે પરંતુ ક્યાંક-ક્યાંક હોલિકા દહન 18 માર્ચે થશે. જ્યાં હોલિકા દહન 17 માર્ચે થવાનુ છે ત્યાં રંગોની હોળી 18 માર્ચે રમવામાં આવશે અને જ્યાં હોલિકા દહન 18 માર્ચે થવાનુ છે ત્યાં 19 માર્ચે ધૂળેટી થશે. હોલિકા દહનના દિવસને લોકો નાની હોળી પણ કહે છે. અમુક જગ્યાએ નાની હોળીના દિવસે મા બાળકોની લાંબી ઉમર માટે વ્રત પણ રાખે છે.

હોલિકા દહન શુભ મુહૂર્ત
આ વર્ષે હોલિકા પૂજન અને દહનના શુભ મુહુર્ત 17 માર્ચે, 2022ની રાતે 9.06 વાગ્યાથી 10.16 મિનિટ સુધી છે.
એટલે કે હોલિકા દહન માટે સમય માત્ર એક કલાક દસ મિનિટનો છે.
હોલિકા પૂજન મંત્ર
अहकूटा भयत्रस्तै: कृता त्वं होलि बालिशै:
अतस्तां पूजयिष्यामि भूति भूति

આ વાતોનુ રાખો ધ્યાન
- હોલિકા દહન સમયે સૂવુ ન જોઈએ. આ દરમિયાન ઈશ્વરનુ ધ્યાન કરવુ.
- ઘરમાં લડાઈ-ઝઘડા ન કરવા.
- હોલિકા દહનની રાતે કોઈ પણ એકાંત જગ્યાએ અથવા સ્મશાન પર બિલકુલ ન જવુ.
- હોલિકા દહનની રાતે પતિ-પત્નીએ શારીરિક સંબંધ ન બનાવવા જોઈએ.
- શાસ્ત્રો અનુસાર હોલિકા દહનની તિથિ પર બનેલા સંબંધથી બનેલ ઉત્પન્ન સંતાનને જીવનમાં દુઃખનો સામનો કરવો પડે છે.
- હોલિકા દહનવાળા દિવસે હનુમાનજીની વિશેષ પૂજા કરવી જોઈએ.
- આનાથી તમારા અને તમારા પરિવારના બધા દુઃખોનો અંત થઈ જાય છે.
- તમને જણાવી દઈએ કે જ્યોતિષીય દ્રષ્ટિએ હોલિકા દહનની રાતને સૌથી સિદ્ધ રાત્રિ માનવામાં આવે છે. આ રાત્રિએ ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ કંઈક એવી રહે છે કે આ રાત્રિમાં કરવામાં આવેલા ઉપાય અનેક સંકટોનો નાશ કરી દે છે પરંતુ આ બધા ઉપાય તમે પોતાના મનથી ના કરો પરંતુ કોઈની દેખરેખ અને જ્યોતિષના માર્ગદર્શનથી કરવુ.
- હોલિકા દહનના બીજા દિવસે પ્રાતઃ કાળ એક કળશમાં જળ ભરીને હોલિકા દહન સ્થળની પાંચ પરિક્રમા કરીને જળ ચડાવવુ.
- હોલિકા દહનની ભસ્મને રોગીઓના શરીર પર લગાવવાથી રોગ દૂર થાય છે.

હોલિકા દહન પૂજા સામગ્રી
એક લોટો જળ, ગાયના ગોબરમાંથી બનેલી માળા, અક્ષત, ગંધ, પુષ્પ, માળા, રોલી, કાચુ સૂતર, ગોળ, આખા મગ, પતાશા, ગુલાલ, નાળિયેર, ઘઉંની બાલિયા.

વિધિ
- પૂજા સ્થળે પૂર્વ કે ઉત્તર દિશા તરફ મોઢુ કરીને બેસવુ.
- બધી પૂજન સામગ્રીને એક થાળીમાં રાખવી.
- પછી પૂજા થાળી પર અને પોતાના પર જળનો છંટકાવ કરવો.
- પછી મંત્રનો જાપ કરવો.
- હવે જમણા હાથમાં જળ, ચોખા, ફૂલ અને એક સિક્કો લઈને સંકલ્પ લેવો.
- ભસ્મ પોતાના માથા પર લગાવો.
- જમણા હાથમાં ફૂલ અને ચોખા લઈને ગણેશ, મા દૂર્ગા અને હનુમાનજીનુ ધ્યાન ધરવુ.
- હવે ભગવાન નરસિંહનુ સ્મરણ કરવુ.
- પુષ્પ પર રોલી અને ચોખા લગાવીને ભગવાનને અર્પિત કરવુ.
- હવે હોલિકા એટલે કે લાકડા પર ચોખા, ધૂપ, પુષ્પ, મગ, હળદરના ટૂકડા, નાળિયેર અને ગાયના ગોબથી બનેલી માળા અર્પણ કરવી.
- પછી તેમાં આગ લગાવવી અને ચારે તરફ પરિક્રમા કરવી.
- હોલિકાના ઢગલાં સામે જળને પૂરુ અર્પણ કરવુ અને ભસ્મ પોતાના માથા પર લગાવવી અને અગ્નિને પ્રણામ કરવા.












Click it and Unblock the Notifications
