'ૐ' અને '786' વચ્ચેનો અતૂટ અજાણ્યો સંબંધ!

Posted By:
Subscribe to Oneindia News

'મઝહબ નહિ શીખાતા આપસમે બૈર કરના' આ વાત તો તમે જાણો જ છો, તેમ છતાં આપણે જ છીએ જે ધર્મના નામે પરસ્પર લડતા રહીએ છીએ. પણ જે લોકોએ ગીતા વાંચી છે અને જેને કુરાન વિશેની પણ જાણકારી છે તેને દિવાળીમાં પણ 'અલી' અને રમઝાનમાં પણ 'રામ' દેખાય છે.

આજે અમે તેમને જાણાવિશું કે હિંદુ માટે સૌથી પવિત્ર શબ્દ 'ૐ' અને મુસ્લિમો માટે સૌથી પવિત્ર નંબર '786' વચ્ચે અનોખો અને અતૂટ સંબંધ છે, જો તમે પણ તેના પર ધ્યાન આપો આ વાંચ્યા પછી તમને પણ અલ્લાહ અને ભગવાન બધા બરાબર લાગશે.

હિંદુઓ માટે નો પવિત્ર શબ્દ 'ૐ'

હિંદુઓ માટે નો પવિત્ર શબ્દ 'ૐ'

ૐ શબ્દ હિંદુઓનો સૌથી પવિત્ર શબ્દ છે. કહેવાય છે કે તેને એક વાર દિલથી બોલતા તમામ દુઃખોનો વિનાશ થઈ જાય છે, મન પવિત્ર અને શાંત થઈ જાય છે. પરિણામે કોઈ પણ પૂજા પહેલા ૐ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે છે. જેનાથી પૂજા કરનાર વ્યક્તિની પૂજા સ્વીકાર થાય.

મુસ્લિમોનો પાક નંબર '786'

મુસ્લિમોનો પાક નંબર '786'

786 અંકને દરેક સાચ્ચો મુસલમાન ઉપરવાળાનું વરદાન માને છે. પરિણામે તેઓ દરેક કામમાં 786 અંક શામેલ કરવો શુભ માને છે. કહેવાય છે કે તમે અરબી કે ઉર્દુમાં બિસ્મિલ્લા અલ રહમાન અલ રહીમને લખશો તો તેનો યોગ 786 આવે છે. પરિણામે મુસ્લિમો તેને પાક નંબર માને છે.

શ્રી કૃષ્ણની વાંસળી

શ્રી કૃષ્ણની વાંસળી

ભગવાન કૃષ્ણને વાંસળીવાળો કહે છે, કારણ કે તે વાંસળી વગાડે છે, પણ શું તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણ સાત છિદ્રોથી સાત સ્વરોની સાથે હાથની ત્રણ ત્રણ આંગળીઓ એટલે કે છ આંગળીઓથી વાંસળી વગાડી લોકોને મોહિત કરે છે અને તેઓ દેવકી અને વાસુદેવની આઠમી સંતાન હતા પરિણામે બન્યો ને 786 નંબર. આ રીતે જોતા હિંદુઓ માટે પણ આ નંબર પવિત્ર નંબર છે.

પુસ્તક ધ જીવિસ માઈન્ડ

પુસ્તક ધ જીવિસ માઈન્ડ

પ્રસિધ્ધ શોધકર્તા રાફેલ પતાઈએ પોતાના પુસ્તક 'ધ જીવિસ માઈન્ડ'માં લખ્યુ છે કે જો તમે 786 નંબરની આકૃતિ પર ધ્યાન આપશો તો તે સંસ્કૃતમાં લખેલા ૐ જેવી દેખાશે. જેને તપાસતા તમે 786ને હિંદીની ગણતરી ७८६ લખો, તમને આપો આપ જવાબ મળી જશે.

બંનેનો અર્થ એક જ છે

બંનેનો અર્થ એક જ છે

ૐ શબ્દનું વૈજ્ઞાનિક કારણ પણ છે, કહેવાય છે કે તેને લાંબા શ્વાસ ખેંચી વહેલી સવારે બોલવાથી વ્યક્તિની અંદર સ્વસ્થ હવાનો સંચાર થાય છે અને આરોગ્યસુધરે છે. તેવી જ રીતે 786 પણ ઉભા રહી બોલવાથી તેવી જ વસ્તુઓ તમારી અંદર થાય છે. પરિણામે બંને વચ્ચે સમાનતા છે તેમ કહી શકાય.

 પરિણામે બંને એક જ છે.

પરિણામે બંને એક જ છે.

ૐ નો અર્થ શૂન્ય થાય છે, તો મુસલમાનોના ત્યાં મૂર્તિની પૂજા થતી નથી પણ તેઓ 786ને પયગંબર સાહેબના માનક રૂપે પ્રયોગ કરે છે, એટલે કે બંને ચીજો એક જ છે પણ તેને માનનારા લોકો અલગ અલગ થઈ ગયા છે.

English summary
Some Hindu Followers believe that Number 786 is OM. here is interesting facts.
Please Wait while comments are loading...